કેમ ભારત દેશની આઝાદી ૧૫મી ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી? કેમ અડધી રાત્રે આઝાદી આપવામાં આવી?

૧૯૪૭ની એ મધ્યરાત્રી એ એતિહાસિક દિવસ જયારે આપણો દેશ આઝાદ થયો. ૧૪ ઓગસ્ટની મધ્યરાત્રી અને ૧૫મી ઓગસ્ટની પરોઢ (આમ જોવા જઈએ તો પરોઢ ના કેહવાય) ભારત દેશ 200 વર્ષની અંગ્રેજી હુકુમત માંથી મુક્ત થવા જઈ રહ્યો હતો લાખો યુવાનો ક્રાંતિકારીઓની શહીદી પછી ભારત દેશ બ્રિટીશ હુકુમત માંથી મુક્ત થવા થનગની રહ્યો હતો. ગાંધી નેહરુ સરદારની ત્રિપુટીએ આખરે એ દિવસ અને એ સવાર હિન્દુસ્તાન ને ભેટ આપીજ દીધી જે માટે મંગલ પાંડેથી લઈને શહીદ વીર ભગતસિંહ સુંધી જેવા નવલોહીયાઓના રક્તરંજીત ભારતદેશની વિર ભૂમિ આઝાદી મેળવવા જઈ રહી હતી એ એતિહાસિક ક્ષણ ઇતિહાસના સુવર્ણ પન્નાઓ માં અમર થઇ ગઈ. નવા સપના નવી ઉમ્મીદો નવી ઉમંગ સાથે સાથે થોડી ચિંતા પણ લઈને આવી હતી આ મહામુલી આઝાદી.

ભારતમાં દર વર્ષે આઝાદી ની ઉજવણી ૧૫ ઓગસ્ટે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી દર વર્ષે લાલકિલ્લા પર તિરંગો ફરકાવે છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બ્રિટીશ હુકુમતે ભારત દેશની કમાન ભારતીયોના હાથમાં સોંપી હતી અને ભારત દેશને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો હતો. પરંતુ આઝાદીની તારીખ ૧૫ ઓગસ્ટ જ કેમ નક્કી કરવામાં આવી?
બ્રિટીશ સંસદે લોર્ડ માઉન્ટબેટનને ૩૦ જુન ૧૯૪૮ સુંધી ભારત દેશની કમાન ભારતીયોના હાથમાં સોંપવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનને વર્ષ ૧૯૪૭ માં ભારતના છેલ્લા વાઈસરોય નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોર્ડ માઉન્ટબેટને જ ૧૫ ઓગસ્ટને ભારત દેશની સ્વતંત્રતાની તારીખ નક્કી કરી હતી અને પછી બ્રિટીશ હાઉસ ઓફ કોમન્સમાં ઇન્ડિયન ઈન્ડીપેન્ડેસ બીલને તારીખ ૪ જુલાઈ ૧૯૪૭ ના રોજ રજુ કરવામાં આવ્યું હતું આ બીલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચનાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો આ બીલ પર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ ૧૮ જુલાઈ ૧૯૪૭ના રોજ સ્વીકારવામાં આવ્યું અને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાનની રચના બાદ, ૧૫મી ઓગસ્ટની મધ્યરાત્રી ૧૨ વાગે આઝાદ ભારતની ઘોષણા કરવામાં આવી હતી.
૧૫મી ઓગસ્ટને જ કેમ પસંદ કરવામાં આવી?
લોર્ડ માઉન્ટબેટન ૧૫મી તારીખને લકી માનતા હતા અને ૧૫મી ઓગસ્ટ લોર્ડ માઉન્ટ બેટન માટે શુભ હતી કારણ કે બીજા વિશ્વયુદ્ધ સમયે જાપાનીઝ આર્મીએ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૫ના રોજ આત્મસમર્પણ કર્યું હતું અને તે સમયે લોર્ડ માઉન્ટબેટન અલાઈડ ફોર્સીસના કમાન્ડર હતા અને આ તેમના માટે એક મોટી ઉપલબ્ધી સમાન હતી માટે ભારત દેશની સ્વતંત્રતાની તારીખને લોર્ડ માઉન્ટબેટને ૧૫મી ઓગસ્ટ નક્કી કરી હતી.
કેમ અડધી રાત્રે આપવામાં આવી આઝાદી?
જયારે આઝાદીની તરીખ ૧૫મી ઓગસ્ટ નક્કી કરવામાં આવી ત્યારે દેશના સંતો ગુરુઓ અને પંડિતોએ આ આદીની તારીખ અપશુકનીયાળ છે કહીને વિરોધ નોધાવ્યો હતો અને તારીખ બદલવા જણાવ્યું હતું પરંતુ લોર્ડ માઉન્ટબેટને વચલો રસ્તો કાઢ્યો અને આઝાદીની તારીખ ૧૫મી ઓગસ્ટની મધ્યરાત્રી નક્કી કરી. અંગ્રેજી સમય મુજબ રાત્રીના ૧૨ વાગ્યે બીજો દિવસ ગણવામાં આવે છે અને હિંદુ સમય મુજબ સૂર્યોદય થયેથી બીજો દિવસ ગણવામાં આવે છે.
ફોટો સોર્સ: સોસીયલ મીડિયા



