IndiaLife StylePoliticsSocial Media Buzz

સચિન પાઈલોટ ના અજબ પ્રેમની ગજબ કહાની સાથે જાણો પત્ની સારા સાથે જોડાયેલો સંયોગ

રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા શાનદાર જીત નોંધાવવામાં આવ્યા બાદ સૌ કોઈની નજર કોણ મુખ્યમંત્રી બનશે તેના પર હતી. સૌનું ધ્યાન અશોક ગેહલોત અને સચિન પાઈલોટ પર હતું. એક તરફ અનુભવી અને એક તરફ યુવા જોશ જે રાજસ્થાન સાથે સાથે રાજસ્થાનીઓનું ભાવી નક્કી કરવાના હતા. અંતે બંનેના નામ પર મહોર વાગી ગઈ અને અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી અને સચિન પાઈલોટ રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી બન્યા. સચિન પાઈલોટ રાજસ્થાનના જમીની નેતા રાજેશ પાઈલોટના પુત્ર છે. રાજેશ પાઈલોટ કોંગ્રેસના સીનીયર નેતા માનવામાં આવતા હતા. પિતાના મૃત્યુ બાદ પુત્ર સચિન પાઈલોટે તેમની રાજકીય વિરાસત સંભાળી.

સચિન પાઈલોટ
ફોટો: સોશિયલ મીડિયા

સચિન પાઈલોટ દિલ્લીમાં સ્કુલિંગ પછી સેંટ સ્ટીફન કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કરી એમબીએ કરવા અમેરિકા ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત ફારુખ અબ્દુલ્લાની પુત્રી સારા સાથે થઇ. આમતો સચિનના પિતા રાજેશ પાઈલોટ અને સારાના પિતા ફારુખ અબ્દુલાહ ખાસ મિત્ર હતા એટલે ભારતમાં પણ કોઈ સમારંભમાં મળતા હતા એટલે મિત્રતા કરવામાં બંનેને વધારે વાર ના લાગી. અમેરિકાની યુનીવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના વ્હાર્ટન સ્કુલ ઓફ બીઝનેસમાં એમબીએ કરતા સચિન પાઈલોટ અને સારા એક બીજાને ડેટ કરવા લાગ્યા ધીરે ધીરે તેમની આ દોસ્તી પ્રેમમાં બદલાતી ગઈ અને આ પ્રેમ દિવસે ને દિવસે વધારે ગાઢ થતો ગયો. સચિન એમબીએ પૂરું કર્યા બાદ ભારત પાછા આવ્યા પણ સારા વિદેશમાં જ રહ્યા.

સચિન પાઈલોટના ભારત આવ્યા બાદ આ પ્રેમે ડીજીટલ રૂપ ધારણ કર્યું, સચિન અને સારા વચ્ચે ઈમેલ, ટેક્ષ્ટ મેસેજ અને ફોન કોલ્સ પર વાતો થતી રહેતી આ લોંગ ડિસ્ટન્સ રીલેશનશીપે બંને વચ્ચેના પ્રેમને વધારેને વધારે ગાઢ બનાવી દીધો. આ બાબતનો ખુલાસો વર્ષ ૨૦૧૨માં સચિન અને સારા પાઈલોટે સીમ્મી ગરેવાલના શોમાં ખુલાસો કર્યો હતો કે “અમે બંને ઈમેઈલ અને ટેક્ષ્ટ મેસેજથી કનેક્ટેડ રેહતા હતા અને બંને વચ્ચે ફોન પર લાંબી લાંબી વાતો થતી હતી.”

સચિન પાઈલોટ
ફોટો: સોશિયલ મીડિયા, સીમ્મી ગરેવાલ શો

એક દિવસ સચિન અને સારા બંને એ નક્કી કર્યું કે હવે તેમની વચ્ચે રહેલા પ્રેમ સંબંધની જાણ પરિવારને કરીને પોતપોતાના પરિવારને આ લગ્ન માટે મનાવવા. સારાએ વિદેશમાં જ એક દિવસ સચિન પાઈલોટની મુલાકાત તેમની માતા સાથે કરાવી અને તેમના બંને વચ્ચેના સંબંધ વિષે માતાને જણાવ્યું. સારાને તેમના માતા તરફથી સચિન માટે અને અને આ લગ્ન માટે લીલી ઝંડી મળી ગઈ હતી પરંતુ હજુ પિતાની હા થવાની બાકી હતી. બીજી તરફ સચિનનો પરિવાર સારાને પસંદ તો કરતો હતો પરંતુ સારા મુસ્લિમ હોવાના નાતે ક્યાંક ને ક્યાંક આ લગ્નની મંજુરી નોહતા આપતા પરંતુ સચિને તેમની માતા રમા પાઈલોટને મનાવી લીધા હતા અને આ લગ્ન માટે રાજી કરી દીધા હતા. બીજી તરફ સારાના પિતા એટલે કે ફારુખ અબ્દુલ્લાહ આ લગ્નની સખત વિરુદ્ધ હતા. ધાર્મિક તેમજ રાજનૈતિક કારણોસર ફારુખ અબ્દુલાહ આ લગ્નને મંજુરી આપતા નહોતા.

સચિન અને સારાના પ્રેમમાં સારાના પિતા વચ્ચે ઉભા હતા. જયારે સચિન અને સારાના પ્રેમની વાતો કાશ્મીર ઘાટીમાં જગજાહેર થઇ ત્યારે ફારુખ અબ્દુલ્લા વિરુદ્ધ દુષ્પ્રચાર થવા લાગ્યો અને તેમની પાર્ટીના ધારાસભ્યો દ્વારા પણ તેમની પુત્રીના આ પ્રેમનો વિરોધ થવા લાગ્યો કેટલાકે તો તેમને વણમાંગી સલાહ અને જ્ઞાન પણ આપવાનું ચાલુ કરી દીધું હતું. આ બધાયની વચ્ચે ફારુખ અબ્દુલાએ ધર્મ અને રાજનૈતિક કારણોને લીધે સારાને સચિનને મળવાની અને તેમની સાથે ફોન પર પણ વાત કરવાની ના પાડી દીધી હતી.

સચિન અને સારાએ થોડો વધુ સમય રાહ જોવાનું વિચાર્યું જ્યાં સુંધી પરિસ્થિતિ નોર્મલ ના થાય ત્યાં સુંધી. પરંતુ હવે ત્રણ ત્રણ વર્ષ વીતી ચુક્યા હતા બંને ને લાગ્યું કે હવે લગ્ન કરી લેવા જોઈએ તો બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું અને તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૦૪ ના રોજ બંને એ સચિનના સાંસદ માતા રમા પાઈલોટના દિલ્લી સ્થિત ઘરે સાદાઈથી લગ્ન કરી લીધા. આ લગ્નની જાણ સારાએ તેમના પરિવારને કરી હતી પરંતુ સારાના પિતા ફારુખ અબ્દુલ્લા કે ભાઈ ઓમર અબ્દુલ્લાએ આ લગ્નમાં હાજરી આપી નોહતી. એ વખતે હિંદુ મુસ્લિમ લગ્નના કારણે બંનેના લગ્ન ચર્ચાસ્પદ રહ્યા હતા.

સચિન પાઈલોટ
ફોટો: સોશિયલ મીડિયા

સમય ધીમે ધીમે વીતતો ગયો અને વર્ષ ૨૦૧૯ને આવામાં હવે માત્ર ૧૦-૧૨ દિવસ જ બાકી છે ત્યારે ૨૦૧૯ની જાન્યુઆરીની ૧૫મી તારીખે સારા અને સચિનના લગ્નને ૧૫ વર્ષ પૂર્ણ થશે. સચિન અને સારાને બે પુત્ર અરાન અને વિહાન છે. મોડે મોડે પણ ફારુખ અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર બદુલ્લાએ સારા અને સચિનના લગ્નને માન્યતા આપી દીધી હતી. હાલ બંને પરિવાર વચ્ચે પરિસ્થિતિ સામાન્ય છે.

સચિન પાઈલોટ
ફોટો: સોશિયલ મીડિયા

સારાના સચિન પાઈલોટ સાથે લગ્ન થયા બાદ અને હાલ સચિન રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી બન્યા બાદ સારા ભારતના એવા પ્રથમ સ્ત્રી છે જેમના દાદા મુખ્યમંત્રી હતા, પિતા મુખ્યમંત્રી હતા,જેમના ભાઈ મુખ્યમંત્રી હતા અને અત્યારે તેમના  પતિ એટલે કે સચિન પાઈલોટ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી છે. એક જ પરિવારમાં આટલા બધાય લોકો મુખ્યમંત્રી રહી ચુક્યા હોય તેવી વ્યક્તિ માત્ર ને માત્ર આખાય ભારતમાં સારા પાઈલોટ જ છે.

સચિન પાઈલોટ
ફોટો: સોશિયલ મીડિયા

સ્ટોરી: સારા સચિન પાઈલોટ વીકીપીડીયા, સોસીયલ મીડિયા, ફેન પેજ, યુટ્યુબ વિડીયો અને ન્યુઝ લીંકના કોમ્બીનેશન થી તૈયાર કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!