Part Payments ની વિગત જાહેર ન કરી હોય અથવા ચેક પર તેની નોંધ ન કરી હોય, તો ચેક બાઉન્સ નો કેસ ટકી શકે નહીં: કેરળ હાઈકોર્ટ

jansad
2 Min Read

કેરળ હાઈકોર્ટે ચેક બાઉન્સ ના કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી અપીલને ફગાવતા ચુકાદો આપ્યો છે કે, જ્યારે ચેક આપ્યા બાદ દેવાદારે (drawer) આંશિક ચુકવણી કરી દીધી હોય અને તે ચુકવણીની નોંધ ચેક પર કરવામાં ન આવી હોય કે ફરિયાદમાં તેનો ખુલાસો કરવામાં ન આવ્યો હોય, ત્યારે તેની મૂળ પૂરેપૂરી રકમ (face value) માટે રજૂ કરાયેલ ચેક, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના cheque bounce કેસ માટે માન્ય ગણી શકાય નહીં.

જસ્ટિસ એ. બદરુદ્દીનએ NI એક્ટની કલમ 15 અને 56 હેઠળની કાનૂની સ્થિતિની સાથે Dashrathbhai Trikambhai Patel V/S Hitesh Mahendrabhai Patel and Another કેસના ચુકાદાનું અવલોકન કરી જણાવ્યું કે, NI એક્ટની કલમ 56 એવી જોગવાઈ કરે છે કે જ્યારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ (ચેક) પર આંશિક ચુકવણી કરવામાં આવી હોય, ત્યારે તે અંગેની નોંધ ચેક પર દર્શાવવી (એન્ડોર્સ કરવી) આવશ્યક છે, ત્યારબાદ જ બાકી રહેલી રકમ માટે તેને રજૂ કરી શકાય છે. જો ત્યારબાદ ચેક બાકીની રકમ માટે અસ્વીકૃત (ડિશઓનર) (cheque bounce) થાય, તો જ કલમ 138 હેઠળનો ગુનો લાગુ પડે છે.

જસ્ટિસ એ. બદરુદ્દીનએ ઉમેર્યું કે, જો આંશિક ચુકવણીઓની નોંધ ચેક પર કરવામાં ન આવે અને ચેક તેની મૂળ પૂરેપૂરી રકમ માટે રજૂ કરવામાં આવે, તો તે રજૂ કર્યાની તારીખે વાસ્તવિક કાયદેસર રીતે વસૂલવા પાત્ર દેવું દર્શાવતું નથી, અને તેના ચેક બાઉન્સ (ડિશઓનર) થવાથી કોઈ ફોજદારી જવાબદારી ઊભી થઈ શકતી નથી.

Share This Article