વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ ધીમે ધીમે જનાધાર પાછો મેળવી રહી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ચુંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. વર્ષ 2019 લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વોટશેરમાં પણ વધારો થયો છે તેમજ હાલમાં યોજાયેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો છે. આ જોતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને 4 નવેમ્બરથી કોંગ્રેસ સમગ્ર દેશમાં એક મહાભિયાન છેડવા જઈ રહી છે. આ અભિયાન માટે કોંગ્રેસ દ્વારા એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા પોતાનો જનાધાર પાછો મેળવવા માટે 4 નવેમ્બરથી સમગ્ર દેશમાં મેમ્બરશીપ ડ્રાઇવ શરૂ કરવા જઈ રહી છે. જેમાં દેશભરમાંથી પાંચ કરોડ લોકોને કોંગ્રેસ પાર્ટી સાથે જોડવાનું લક્ષ્ય છે. કોંગ્રેસ દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે જેમાં દરેક સમર્થકોને ડેટા સેવ થશે અને તેમને તેમના રાજ્ય આધારિત વર્ગીકૃત કરવામાં આવશે. આ ડેટાબેઝ નવા સદસ્યોને તેમના વર્ગ અને તેમના નોકરી ધંધા મુજબ તૈયાર કરવામાં આવશે. અને તેમને તેમના રાજ્યો મુજબ વર્ગીકૃત કરવામાં આવશે. આ અંગે સોનિયા ગાંધી એ મંજૂરી આપી દીધી છે.

સદસ્યતા અભિયાન સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એપ્લિકેશનનું નામ ઓફિશિયલ આઈએનસી રાખવામાં આવ્યું છે. જે સત્તાવાર રીતે 4 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે અને આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેના લોન્ચ થયા બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસ સદસ્યતા અભિયાન શરૂ કરશે અને તેનું લક્ષ્ય હાલ પાંચ કરોડ નવા સદસ્યો જોડવાનું છે જે લક્ષ્યને ઝડપથી હાંસિલ કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

કોંગ્રેસ નેતા દ્વારા નામ જાહેર ના કરવાની શરતે જણાવવામાં આવ્યું કે, કોંગ્રેસ ભાજપની જેમ મીસ્કોલ કરીને સદસ્ય બનાવવા માંગતી નથી પરંતુ આ એપ દ્વારા વાસ્તવિક રીતે સભ્ય બનાવવા માંગે છે. આ એપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત સૌપ્રથમ છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં થશે ત્યારબાદ સમગ્ર દેશમાં થશે. આ એપ દ્વારા સદસ્ય બનવા માટે સૌપ્રથમ વ્યક્તિનો મોબાઈલ નંબર નાખવામાં આવશે ત્યારબાદ તેમની ફોટો લેવામાં આવશે અને જે બાદ જે ફોર્મ આવશે તેમાં તેમનું નામ, વર્ગ, નોકરી ધંધો જેવા વિકલ્પ પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરવામાં આવશે.

પાર્ટીના નેતાઓ કાર્યકરો ઘરે ઘરે જઈને આ એપ દ્વારા લોકોને પાર્ટી સાથે જોડશે. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલની દેખરેખ હેઠળ કોંગ્રેસ પાર્ટી આ સભ્યપદ મહાઅભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત પાર્ટીમાં નવા પાંચ કરોડ સભ્યો ઉમેરવાનું લક્ષ્ય છે. આ સદસ્યતા અભિયાનમાં નકલી સભ્યપદ ન થાય તે માટે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહામંત્રી વેણુગોપાલે તાજેતરમાં જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ સિવાયના તમામ રાજ્યોમાં સદસ્યતા માટે ડોર-ટુ-ડોર અભિયાન શરૂ કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014ના લોકસભા ચુંટણી બાદ કોંગ્રેસ સંપૂર્ણપણે ભાંગી ગઈ હતી ત્યારે વર્ષ 2019ની લોકસભા ચુંટણી બાદ પણ આ પરિસ્થિતિ યથાવત રહી હતી પરંતુ લોકસભા પહેલા ત્રણ રાજ્યોની જીતમાં અને હાલમાં યોજાયેલા મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અને દેશભરની ખાલી બેઠકો પર યોજાયેલી પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ કોંગ્રેસ ફરી બેઠી થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. જે જોતા પાર્ટી કાર્યકરોને એક્ટિવ કરવા અને કોંગ્રેસ સાથે નવા સભ્યો જોડવા માટે આ સદસ્યતા મહાઅભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

- આ પણ વાંચો…
- હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! ગુજરાતમાં ફરી રાજકીય ગરમાવો! જાણો!
- મહારાષ્ટ્રમાં નવાજુની! શિવસેના અમિત શાહને આપશે મોટો ઝટકો! દિલ્લીમાં પ્લાનિંગ?
- લાભ પાંચમ આજથી નવા નિયમ લાગુ, બહાર નીકળતાં આ બાબતનું રાખજો ખાસ ધ્યાન નહીંતર….
- સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિતે હાર્દિક પટેલ નો જનતાને સંદેશ! રાજકારણ ગરમાયુ!
- રઘુ દેસાઈ ના અલ્પેશ પર ચાબખા શહેનશાહ સામે સેવકની જીત! જાણો બીજું શું કહ્યું!
- રાધનપુરમાં ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યનું સ્નેહમિલન! કેમ અલ્પેશને પૂછનાર કોઈ નથી?
- અલ્પેશ ઠાકોર ભાજપ શંકરસિંહ વાઘેલાના પગધોઇ, પાણી પીવે તોય ઓછું છે! જાણો!



