દક્ષીણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નદીઓ બે કાંઠે વહી રહી છે ડેમ થયા ઓવર ફલો

છેલ્લા ઘણા સમયથી દક્ષીણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વર્ષી રહ્યો છે નદીઓ ગાંડીતુર બનીને બંને કાંઠે વહી રહી છે અને લગભગ બધાય ડેમ ઓવરફલો થયા છે અને જોખમી સપાટીથી ઉપર વહી રહ્યા છે જેને પગલે જનજીવનને માઠી અસર પડી છે અને લગભગ વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે તેમજ ડાંગમાં કોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતા તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
અનરાધાર વરસાદથી ગામો સંપર્ક વિહોણા બન્યા
ડાંગમાં કોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતા તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદને પગલે મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે તથા તાપીમાં આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે જનજીવનને પણ અસર પહોંચી છે તેમજ વહન વ્યવહાર પણ ઠપ થઇ જવા પામ્યો છે. સરકારે રહીશોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવાની અને નીચાણ વાળા વિસ્તારોમાં ના જવાની આપી કડક સુચના.
નદીઓ બની ગાંડીતુર
નદીઓના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેથી મીંઢોળા, અંબિકા નદીઓ બે કાંઠે વહી રહી છે. તેમજ દમણગંગા નદીની ઉપરવાસમાં આવેલા મધુબન ડેમના કુલ આંઠ દરવાજા ખોલવામાં આવતાં દમણગંગા નદીમાં પણ એક લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે. ધમરપુરમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વનખંભા ગામે આવેલ પાર નદી ગાંડીતુર બની હતી અને બંને કાંઠે વહેવા લાગી હતી. સરકાર દ્વારા નાગરિકોને કડક સુચના આપવામાં આવી છે કે, નદીના પાણી જોવા જવું નહિ અને સુરક્ષિત સ્થાને જતા રહેવું. તો બીજી બાજુ આખાય સુરતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યાં અને ઉકાઈ ડેમની સપાટી વધીને 251.01 ઉપર પહોંચી ગઈ હતી. કુદરતી કાળ સાથે સાથે કુદરતી સોંદર્યની પણ અદભુત રચના થઇ હતી.
તંત્રે દાખવી ગંભીરતા
ભારે વરસાદને પગલે તંત્રે કાળજી દાખવતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને ચેતવ્યા છે તેમજ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સલાહ આપી છે તેમજ તંત્ર દ્વારા નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે સાવધાન કરવામાં આવ્યાં છે. તેમજ સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષાના તમામ બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.