IndiaPolitics

ભલે પપ્પુ કહે પણ સૂચનો તો રાહુલ ગાંધી ના માનવા જ પડ્યા. મોદી સરકારે છુપા પગલે માની રાહુલની વાત!

દેશમાં ચારે બાજુ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. અને સૌથી ભયાનક માહોલ સર્જાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ રોજ રેકોર્ડ બ્રેક કેસો વધી રહ્યા છે. દરેક રાજ્યમાં આરોગ્યની સુવિધાઓની અછત ઉભી થઇ રહી છે. દિલ્લીમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. એ પણ આવતા સોમવાર સુંધી. તો ગુજરાતમાં પણ હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવામાં આવ્યો છે અને હાલમાં આ બાબતે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આવા સમયે સરકારને વિપક્ષ દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા. રાહુલ ગાંધી દ્વારા ઇકોનોમી, પેન્ડેમીક જેવા વિષયો પર એક્સપર્ટ સાથે ચર્ચા કરીને મોદી સરકારને સૂચનો કરવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા

હમણાં થોડા દિવસો પહેલાં જ રાહુલ ગાંધી દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં તેમણે સરકારને સૂચનો આપ્યા હતાં. કે દેશના દરેક નાગરિકને જેને વેક્સીન લેવી હોય એ તમામ ને આપવામાં આવે. 18 વર્ષ કરતાં ઉપરના દરેકને વેક્સીન આપવામાં આવે અને વેક્સીન બનાવતી કંપનીને ફંડ વધારવામાં આવે. ત્યારે ભાજપ નેતાઓ દ્વારા રાહુલ ગાંધી ની મઝાક બનાવવામાં આવી હતી પરંતુ ગઈ કાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે દેશના દરેક નાગરિક જેની ઉંમર 18 વર્ષથી ઉપર હોય તે તમામને 1લી મેં થી રસી આપવામાં આવશે.

અહંકારમાં ડૂબેલી સરકાર જો આવા સમયે રાજનીતિ ભૂલી જાય અને સૂચનો માની લે તો પરિસ્થિતિમાં સુધારો શક્ય છે. પહેલાં પણ રાહુલ ગાંધી ઘણા મુદ્દાઓ બાબતે સરકારને ચેતવી ચુક્યા છે પરંતુ સરકાર દ્વારા પાણી આવી ગયા પછી પાળ બાંધવાની શરૂ કરી હતી. ગત વર્ષના ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના એ ચાઇના માં હાહાકાર મચાવ્યો છે અને ઝડપથી અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરી દેવામાં આવે. પરંતુ આ વાત ને પણ હાંસી પાત્ર બનાવીને ઉડાઈ દેવામાં આવી હતી.

તો ગત વર્ષના માર્ચ મહિનામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોવિડ 19 ઇકોનોમીને જબરદસ્ત અસર કરશે સરકાર દ્વારા ઇકોનોમીને રિવાઇવ કરવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ લોકોને તેમના ખાતામાં 7000 રૂપિયા આપવા જોઈએ જેથી અર્થતંત્ર ભાંગી ના પડે. પરંતુ અનુરાગ ઠાકુર જેવા નવા નિશાળીયા જેમને નનામંત્રાલયનો કોઈ જ અનુભવ નથી જેમને દેશના અર્થતંત્ર વિશે રતીભર જ્ઞાન નથી તેઓ એ કહ્યું હતું કે, કોરોના વાઇરસની ઇકોનોમી પર કોઈ અસર નહીં થાય. પરંતુ આજે ઇકોનોમીની હાલત જોઈ શકીએ છીએ આપણે.

ત્યાર બાદ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે કોરોના વાઇરસ એક સુનામી ની જેમ ત્રાટકી રહ્યો છે મોદી સરકાર આને સિરિયસલી લે અને તેને હેલ્થ ઇમરજન્સી જાહેર કરે. ત્યારે આરોગ્ય મંત્રીએ પણ કોરોના વાઇરસ બઉ ગંભીર નથી અને તે આરોગ્ય ઇમરજન્સી નથી તેમ જણાવેલું. પરંતુ જો એજ સમયે પગલાં ભર્યા હોત તો આજે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડેત નહીં. તેમજ વેકસીન બાબતે પણ રાહુલ ગાંધી એ ધ્યાન દોર્યું હતું કે સમાગર વિશ્વમાં ભારત પાસે શક્તિ અને ટેલેન્ટ છે જે વેકસીન બનાવશે એટલે સરકારે અત્યારથી જ વેકસીન કોને અને કેવીરીતે આપવી એની વ્યવસ્થા કરી લેવી જોઈએ પરંતુ આ સલાહ ઓણ ધ્યાને લીધી નહીં અને વેકસીન બન્યા બાદ વ્યૂહરચના ઘડવા સરકાર બેઠી જેના પરિણામે વેકસીનની અછત અને અફરાતફરી થઈ.

હજુ તાજેતરની જ વાત કરીએ તો રાહુલ ગાંધી એ દેશમાં વેક્સીનેશન ની કામગીરીને જોતા અને વેકસીનની શોટૅજ ને જોતા કહ્યું હતું કે રશિયન વેક્સીન સ્પૂટનીકને ઇમરજન્સી વેક્સીનેશન માટે મંજૂરી આપવી જોઈએ ત્યારે તેમના આ નિવેદન બાદ રવિ શંકર પ્રસાદ અને સ્મૃતિ ઈરાની દ્વારા રાહુલ ગાંધી ને પાર્ટ ટાઈમ પોલિટીશિયન અને ફૂલ ટાઈમ લોબીઇસ્ટ કહ્યા. મતલબ તેમને રશિયન વેક્સીનના દલાલ કહેવા બરાબર હતું. પરંતુ રાહુલ ગાંધી નું આ સજેશન રસ્કાર દ્વારા ત્રીજે દિવસે જ માની લેવામાં આવ્યું હતું અને સ્પુટનિક ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!