Religious

500 વર્ષ પછી સૂર્યગ્રહણ પર થઈ રહ્યો છે ચાર ગ્રહોનો અદભુત મહા સંયોગ! ત્રણ રાશિના લોકો માટે સુવર્ણકાળ!

જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ પર એક સાથે ચાર મોટા  ગ્રહોનો મહા સંયોગ રચવા જઈ રહ્યો છે. જે લગભગ પાંચસો વર્ષ બાદ બનવા જઈ રહ્યું છે. જેના કારણે કેટલીક રાશિઓ નસીબ આગળના તાળા ખુલી જશે.

આ વર્ષનું પરતઃમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થવા જઇ રહ્યું છે. આ જ દિવસે ચૈત્રી અમાસ પણ છે. જેન કારણે આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આદિવસે થનારું આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે.

આ દિવસે મીન રાશિમાં ગ્રહોનો રાજા સૂર્ય, બુદ્ધિ અને વેપાર આપનાર બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધન આપનાર શુક્ર મીન રાશિમાં સ્થિત થશે.  જેના કારણે મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે.  મતલબ કે સૂર્યગ્રહણના દિવસે ચતુર્ગ્રહી યોગ બનવાનો છે.

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.

મેષઃ સૂર્યગ્રહણ દરમિયાન ચાર ગ્રહોનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.  આ સમયે, તમને સમયાંતરે અણધાર્યા પૈસા મળશે અને આવનારા સમયમાં તમને શૈક્ષણિક સ્પર્ધામાં પણ સફળતા મળશે.

જે લોકો વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તેઓ આ સમયે સારો આર્થિક લાભ મેળવી શકે છે.  તેમજ બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે.  નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટની તકો છે.

તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.  તમને તમારા પિતા તરફથી પણ સહયોગ મળશે. રોકાયેલા નાણાં પાછા મળી શકે છે.

સિંહ રાશિઃ સૂર્યગ્રહણ પર બનેલા 4 ગ્રહોનો સંયોગ સિંહ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે.  આ સમયે તમારી દૈનિક આવકમાં વધારો થશે.  તેમજ આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. 

આ સમયે તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે.  તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે.  તમારા કામની પ્રશંસા થશે અને તમને ક્યાંકથી પેન્ડિંગ પૈસા મળી શકે છે.

ઉપરાંત, આ સમયે તમે કોઈ મિલકત અથવા વાહન ખરીદવાનું નક્કી કરી શકો છો.  આ સમયે તમને તમારી પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળી શકે છે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે.

ધનુ: સૂર્યગ્રહણના દિવસે ચાર ગ્રહોનો સંયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.  આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.  તમારું વ્યક્તિત્વ પણ સુધરશે.  આ સમયે તમારી આવકના નવા સ્ત્રોત બનશે.

તમને વેપારમાં નફો મળશે અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે.  તેમજ આ સમયે હિંમત અને બહાદુરીમાં વધારો થશે.  ત્યાં તમે નવા લોકો સાથે સંબંધો વિકસાવશો.  જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!