BusinessIndiaLife Style

નીતા અંબાણી ના સ્ટાફે કહ્યું બસના લીધે મોડું થયું… નીતા અંબાણીએ કહ્યું આવું!

ભારતના સૌથી મોટા બીઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ના માથે અંબાણી સ્કૂલ, હોસ્પિટલ અને આઈપીએલ ટીમની જવાબદારી છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિની પત્ની નીતાએ પણ બિઝનેસ જગતમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. નીતા અંબાણીનું નામ વિશ્વની તાકાતવાન મહિલાઓમાં શામેલ છે.

ફોટો સોશિયલ મીડિયા

કોઈપણ સામાન્ય માણસ માટે પરિવાર અને આટલા મોટા વ્યવસાય વચ્ચે સંતુલન બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તે જ સમયે, નીતા અંબાણી આ બધું ખૂબ સારી રીતે સંચાલિત કરે છે. કૈંક આવી જ રીતે ધીરુભાઈ અંબાની અને તેમના પત્નીએ વર્ષો પહેલા રિલાયન્સ ની સ્થાપના કરી ત્યારે સંઘર્ષ કરેલો.

ફોટો સોશિયલ મીડિયા

હાલમાં નીતા અંબાણી નો એક બીદીયો વિરલ થઇ રહ્યો છે અને આ તેમનો એક ઈન્ટરવ્યું નો વિડીયો છે. આ ઈન્ટરવ્યું તેમણે ફેમિના ને આપેલો છે. ફેમિનાને આપેલા ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે તે કેવી રીતે કામ અને પરિવાર બન્નેને મેનેજ કરે છે.

ફોટો સોશિયલ મીડિયા

ફેમિના ને આપેલા ઇન્ટરવ્યુંમાં નીતા અંબાણી તેમના ઘર પરિવાર સાથે બીઝનેસ મેનેજ કરવાની પણ વાત ખુલીને કરી રહ્યા છે. નીતા અંબાણીના જણાવ્યા પ્રમાણે, તે ક્યારેય પોતાના ઘરે તેમના બિઝનેસ વર્કને લાવતી નથી. તે માને છે કે ઑફિસમાં ઓફિસનું કામ હોવું જોઈએ અને ઘરમાં ઘરનું કામ કરવું જોઈએ.

ફોટો સોશિયલ મીડિયા

નીતા અંબાણી કહે છે કે, આખો પરિવાર સુનિશ્ચિત કરે છે કે, ઓછામાં ઓછું એકવાર તો સાથે બેસીને જમવું જ જોઈએ. નીતાના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીને રાત્રે ઘરે આવવામાં ભલે ગમે તેટલું મોડું થાય, પણ તેઓ રાત્રિભોજન તો સાથે જ કરે છે.

ફોટો સોશિયલ મીડિયા

નીતા અંબાણી કહે છે કે તેમની શાળાના શિક્ષિકો હોય, બાળક હોય કે હોસ્પિટલના ડૉકટર હોય કે દર્દી. તે બધા લોકો સાથે વાતો કરવામાં ખૂબ મજા આવે છે. તે ઘણીવાર આ બધા લોકો સાથે વાતો પણ કરે છે.

ફોટો સોશિયલ મીડિયા

નીતા અંબાણી એ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે જ્યારે તેમના સ્ટાફમાં કોઈ વ્યક્તિ મોડા કામ પર આવે છે અને પૂછતાં તે કહે છે કે, બસથી આવતા મોડુ થઈ ગયું. ત્યારે તે આ સમસ્યાને સમજે છે. નીતા અંબાણીએ પણ બસોમાં ઘણી મુસાફરી કરી છે અને તે સમજી શકે છે કે આને કારણે કોઈને પણ મોડું થઈ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!