New Year 2023 પર ઘરમાં લગાવો આ ફૂલ અને છોડ, રહેશે દેવી લક્ષ્મીની કૃપા!

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ગુલાબનું ફૂલ લગાવવું શુભ હોય છે. તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. New Year 2023 ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. New Year 2023 પર લોકો પોતાના ઘરે નવી વસ્તુઓ લાવવાની સાથે સાથે રોપા પણ લગાવે છે. ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કઈ દિશામાં લગાવવા જોઈએ. તેની સંપૂર્ણ માહિતી વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવા ઘણા છોડ છે, જેને લગાવવા પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર New Year 2023 કયો છોડ લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. દેવી લક્ષ્મીજી નો નિવાસ શુદ્ધ, સ્વચ્છ અને સુગંધિત જગ્યાઓ પર હોય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘર સ્વચ્છ શુદ્ધ અને સુગંધિત રાખવું.

તુલસીનો છોડ
વાસ્તુ અને જ્યોતિષમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ઘરમાં તુલસી લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ, તે દેવી લક્ષ્મીની કૃપા માનવામાં આવે છે.

જેડ છોડ
ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જેડના છોડને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘર કે ઓફિસમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. સાથે જ નસીબ પણ ખુલે તેવું માનવામાં આવે છે. તેને બાથરૂમમાં ક્યારેય ન રાખવો જોઈએ.
વાંસનો છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસનો છોડ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાંસના છોડને સારા સ્વાસ્થ્ય અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘર કે ઓફિસમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગુલાબ અને મેરીગોલ્ડ ફૂલ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુલાબ અને મેરીગોલ્ડના ફૂલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજામાં પણ આ ફૂલોનો વધુ ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલો લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ ફૂલોને ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવા શુભ માનવામાં આવે છે.