IndiaPolitics

લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!

રાહુલ ગાંધી દેશમાં એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યા છે. કોરોના મહામારીમાં ફસાયેલા નાગરિકોની મદદ હોય કે પછી સરકારને સલાહ આપવાની વાત હોય દરેકમાં રાહુલ ગાંધી દ્વારા નોબેલ પારિતોષિક વિજેતા તેમજ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા વિચારણા બાદ સરકારને સલાહ આપી રહ્યા છે પરંતુ તેમની તમામ પ્રવૃત્તિને રાજકિય રંગ આપીને સત્તાપક્ષ અવગણના કરી રહી છે પરંતુ તેમણે જે સલાહ આપી હતી તેનું સરકાર આડકતરી રીતે પાલન કરી રહી છે. રાહુલ ગાંધી દ્વારા સૌથી પહેલા કોરોના મહામારી સામે પગલાં લેવાનું કહ્યું હતું પરંતુ સરકાર દ્વાર મોડા પગલાં લેવામાં આવ્યા હતા તેમજ રાહુલ ગાંધી દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાનું કહ્યું હતું અને ગઈ કાલે જ પ્રધાનમંત્રી મોદી દ્વારા કેટલાક રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ, રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ બાદ મનમોહનસિંહ પણ મોદી સરકારની નીતિ સામે વિરોધ નોંધાવીને તેમને જનનીતિ ઘડવા માટે જણાવી ચુક્યા છે. મનમોહનસિંહ પણ સમયે સમયે મોદી સરકારના કાન આમળી રહ્યા છે. મકનમોહનસિંહ દ્વારા ગઈ કાલે જ મોદી સરકારને દેશમાં આર્થિક સુધારાઓ કરવા માટે થોડીક સલાહ આપવામાં આવી હતી. તેમણે ત્રણ સલાહ આપતાંજણાવ્યું હતું કે, ૧) મોદી સરકાર સુનિશ્ચિત કરે કે લોકોની રોજગારી સુરક્ષિત રહે તેમજ રોકડ રકમ દ્વારા લોકોને ખર્ચ કરવા પૈસા પહોંચાડવામાં આવે. ૨) સરકાર દ્વારા ઉદ્યોગ ધંધાને બેઠા કરવા માટે ક્રેડિટ ગેરંટી પ્રોગ્રામ ચલાવવામાં આવે. ૩) નાણાંકીય સેક્ટરમાં સંસ્થાગત સ્વાયત્તતા અને પ્રક્રિયાઓની મદદથી સુધારો લાવવાનો રહેશે.

રાહુલ ગાંધી, મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

તો આ પહેલા પણ દેશના પૂર્વ નાણાંમંત્રી અને ગૃહમંત્રી પી. ચિદમ્બરમ દ્વારા મોદી સરકારને અનેકવાર સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ પણ મોટી આશંકા વ્યકત કરી છે. કોરોના મહામારીને કારણે દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો છે. આ ઊપરાંત તેમણે જણાવ્યું છે કે સરકારે આર્થિક પ્રવૃત્તિઓને પાટા પર લાવવી જોઇએ અને લોકોએ કોરોના સાથે જીવવા માટે તૈયાર થઇ જવું જોઇએ. તેમજ સરકારે કેટલીક સાવચેતી સાથે દેશના અર્થતંત્રના દરેક સેકટરના દરેક એકમને પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધવાની મંજૂરી આપવી જોઇએ.

ચિદમ્બરમ, રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ ગાંધી શરૂઆતથી જ કહેતા આવ્યા હતા કે લોકોને ડાયરેકટ કેશ મારફતે તેમના ખાતાંમાં સરકારે રોકડ રકમ અપવી જોઈએ અને લોકોને માં મહામારી સાથે મહામંદીમાંથી બહાર લાવવા માટે મદદ કરવી જોઈએ પરંતુ સરકારના કેટલાક નેતાઓ દ્વારા રાહુલ ગાંધીની દરેક વાતને હાશયસ્પદ બનાવવામાં આવે છે અને તેમની અવગણવા કરવામાં આવે છે પરંતુ આડકતરી રીતે મોદી સરકાર કેટલાક સૂચનો તો વિપક્ષના નેતાઓના માને છે. જેમાં પી. ચિદમ્બરમના 9 સુત્રીય કાર્યક્રમની વાત હોય કે રાહુલ ગાંધી ના કોરોના ટેસ્ટિંગ વધારવાની વાત હોય.

રાહુલ ગાંધીની વાતને વધારે બળ ત્યારે મળ્યું જ્યારે ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ પણ કોરોના મહામારીને કારણે દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો. રાહુલ ગાંધી દ્વારા ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ ના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે મોદી હૈ તો મુમકીન હૈ. રાહુલ ગાંધી દ્વારા રઘુરામ રાજન, અમર્ત્ય સેન, મનમોહનસિંહ અને પી. ચિદમ્બરમ જેવા અર્થશાસ્ત્રીઓ પાસેથી દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટેના સલાહ સૂચનો સરકાર સુંધી પહોંચાડવામાં આવી રહ્યા છે પરંતુ તેના પર રાજનીતિ થાય છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!