‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઠરાવ્યું કે, જન્મનું પ્રમાણપત્ર એ ઉચ્ચ પુરાવાકીય મૂલ્ય ધરાવતો વૈધાનિક દસ્તાવેજ છે અને માત્ર ટેકનિકલ કારણોસર શૈક્ષણિક રેકોર્ડમાં સુધારાની વિનંતીને નકારી શકાય નહીં.
જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની અદાલતે અરજદારના પિતાના નામમાં રહેલી ક્લાર્કકીય ભૂલને સુધારવા માટે અરજદારની તરફેણમાં આદેશ આપ્યો હતો.
પિતા અને પુત્રીને નામ પાછળ “ભાઈ” ના બદલે “કુમાર” કરવા માટે ૩૨ મહિના એટલે કે અઢી વર્ષનો સમય વ્યતિત કરવો પડ્યો હતો અને કાનૂની લડત આપવી પડી હતી.
મહત્વના કાયદાકીય મુદ્દાઓ
જન્મ પ્રમાણપત્રનું મૂલ્ય: કોર્ટે સ્વીકાર્યું કે જન્મનું પ્રમાણપત્ર એ ‘રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ, 1969’ હેઠળ જારી કરાયેલ એક વૈધાનિક દસ્તાવેજ છે જેનું પુરાવા તરીકેનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે.
નિયમ 12(A)નું અર્થઘટન: ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયમો, 1974’ ના નિયમ 12(A) ને જડ રીતે લાગુ ન કરી શકાય. જો દસ્તાવેજો સાચા હોય, તો ટેકનિકલ કારણોસર સુધારો નકારવો જોઈએ નહીં.
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (SLC): શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અગાઉના રેકોર્ડ પર આધારિત હોય છે. જો તેમાં કોઈ કારકુની ભૂલ (Clerical Error) હોય, તો તેને સત્તાધિકારી દ્વારા સુધારી શકાય છે.
કોર્ટના મહત્વના અવલોકનો
ભૂલનો પ્રકાર: કોર્ટે અવલોકન કર્યું કે અરજદારના પિતાના નામમાં “દિનેશભાઈ” ને બદલે “દિનેશકુમાર” લખાવું એ માત્ર એક કારકુની અને અજાણતા થયેલી ભૂલ છે.
પુરાવાઓની સુસંગતતા: અરજદારના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ જેવા તમામ સરકારી દસ્તાવેજોમાં પિતાનું નામ “દિનેશકુમાર” સ્પષ્ટપણે નોંધાયેલું છે.
વહીવટી તંત્રનો અભિગમ: કોર્ટે નોંધ્યું કે સત્તાધિકારીઓએ હાઇપર-ટેકનિકલ આધારો પર અરજી નકારી કાઢી હતી, જે અયોગ્ય છે. સત્તાધિકારીઓએ આવા કિસ્સાઓમાં વ્યવહારુ (Pragmatic) અભિગમ અપનાવવો જોઈએ.
બોર્ડ બદલવાની સ્થિતિ: અરજદારે ગુજરાત બોર્ડમાંથી CBSE માં પ્રવેશ મેળવ્યો હોવાથી, શાળા મારફતે અરજી મોકલવાની પ્રક્રિયા અવ્યવહારુ બની હતી, જે બાબતને સત્તાધિકારીએ ધ્યાને લેવી જોઈતી હતી.
અંતિમ નિર્ણય
પિટિશન મંજૂર: ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની પિટિશન મંજૂર કરવામાં આવી અને કહ્યું આ ઓર્ડર મળ્યાના 6 અઠવાડિયાની અંદર નવું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત રેકોર્ડ્સમાં ફેરફાર કરી આપવો.
મુખ્ય સિદ્ધાંત“જ્યારે સત્તાવાર દસ્તાવેજો (જેમ કે જન્મ પ્રમાણપત્ર) સાચા હોય, ત્યારે માત્ર પ્રક્રિયાત્મક ખામીઓના આધારે વ્યક્તિને ન્યાયથી વંચિત રાખી શકાય નહીં.”
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ