GujaratIndiaPolitics

રાહુલ ગાંધીએ અમિત શાહની પ્રશંશા કરીને આપ્યા અભિનંદન

ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહને અભિનંદન આપતા કહ્યું કે, જે ડીમોનેટાઈઝેશને લાખો ભારતીયોની જિંદગી તબાહ કરી નાખી એજ ડીમોનેટાઈઝેશન વખતે આપ અમિત શાહજી જે અમદાવાદ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ના ડિરેક્ટર હતા તે બેંકે માત્ર 5 દિવસ માં ₹750 કરોડની 500 અને 1000ની નોટો સ્વીકારી હતી અને જૂની નોટ ને નવી નોટમાં બદલી આપી હતી. આટલા ટૂંકા ગાળામાં તમારી બેંકે આ સિદ્ધિ હાંસલ કરીને પ્રથમ ઇનામ જીતી લીધું છે. તમારી આ સિદ્ધિ ને સલામ કરું છું.

આર ટી આઈ દ્વારા મંગવામાં આવી હતી માહિતી

સમાચાર એજન્સી આઈએએનએસ મુજબ, એક આર ટી આઈ દ્વારા મંગવામાં આવેલી માહિતી માં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ જે સહકારી બેંકના ડિરેક્ટર છે એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક નોટબંધી દરમિયાન સૌથી વધારે 500 અને 1000ની પ્રતિબંધિત નોટ જમા કરવાવાળી જિલ્લા સહકારી બેંક હતી.

માત્ર પાંચ જ દિવસની અંદર ₹750 કરોડની પ્રતિબંધિત નોટ થઈ જમા

સમાચાર એજન્સી આઈએએનએસ મુજબ, મુંબઈના એક આરટીઆઈ કાર્યકર્તા મનોરંજન એસ. રોયને જાણકારી મળી કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકને પ્રધાનમંત્રી નરેદ્ર મોદીની નોટબંધીના એલાન કરવાના માત્ર પાંચ જ દિવસની અંદર 745.59 કરોડ રૂપિયાની પ્રતિબંધિત નોટ મળી હતી.

નોટબંધીના એલાનના પાંચ દિવસ પછી એટલે કે 14મી નવેમ્બર, 2016એ દરેક જિલ્લા સહકારી બેંકોને પ્રતિબંધિત નોટ સ્વીકારવાની મનાઈ ફરમાવવામાં આવી હતી કરણ કે એવી શંકા હતી કે સહકારી બેંકો દ્વારા કાળા નાણાં ને સફેદ કરવામાં આવી શકે છે.

એડીસી બેંકની વેબસાઈટ અનુસાર એ સમયે અમિત શાહ બેંક ના ડિરેક્ટર હતા અને ઘણા વર્ષોથી તેઓ આ પદ પર હતા અને વર્ષ 2000 માં અમિત શાહ એડીસી બેંકના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

એડીસી બેંકની પાસે માર્ચ 2017 માં કુલ ₹5050 કરોડ જમા હતા અને નાણાંકીય વર્ષ 2017-2018 માં બેંકનો શુદ્ધ નફો ₹14.31 કરોડ રહ્યો હતો.

ગુજરાત સરકારમાં મંત્રી જયેશ રાદડિયા જે બેંક ના અધક્ષ છે તે બેંકમાં ₹693 કરોડ રૂપિયાની પ્રતિબંધિત નોટ થઇ હતી જમા

એડીસી બેંક બાદ રાજકોટ જિલ્લા સહકારી બેંક સૌથી વધારે પ્રતિબંધિત નોટ જમા કરવાવાળી બેંક બની છે. જેના અધ્યક્ષ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકે ₹693.19 કરોડ રૂપિયાની પ્રતિબંધિત નોટ જમા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!