
ખેડૂતઆંદોલન ધીમે ધીમે વધારે અગ્રેસીવ બનતું જાય છે. ગઈ કાલે પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દ્વારા દિલ્લી ના લાલ કિલ્લા સુંધી ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવી હતી પરંતુ આ માર્ચ કોઈપણ કારણોસર હિંસક થઈ ગઈ હતી. જેમાં પોલોસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. અંતે આ અથડામણ વધી જાવા પામી હતી અને દિલ્લી પોલીસ દ્વારા હિંસક અથડામણ રોકવાના પ્રયાસો થયા હતા તો ખેડૂત નેતાઓ દ્વારા પણ અસામાજિક તત્વોને ઓળખી કાઢીને હિંસા ના કરવા ખેડૂતોને આહવાન કર્યું હતું.
બીજી તરફ દિલ્લી માં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમગ્ર દેશ માંથી સમર્થન મળી રહ્યું છે. મોદી સરકાર પર એક પછી એક રાજકીય પાર્ટીઓ કાયદાઓ રદ કરવા માટે દબાવ બનાવી રહી છે. પહેલા પંજાબની વર્ષોથી સાથી એવી શિરોમણી અકાલી દળ દ્વારા ભાજપને ઝટકો આપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે કેટલોક ક્ષેત્રીય પાર્ટીઓ પણ મેદાને આવી છે. અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવી રહી છે. ભાજપની હરિયાણાની સાથી અને જેમના સમર્થનના સહારે ભજઓની સરકાર હરિયાણામાં છે તેના મુખીયાએ ઓણ ભાજપને એમએસપી બાબતે દબાણ કર્યું છે.
તો બીજી તરફ હરિયાણાની ક્ષેત્રીય પાર્ટી અને જે પાર્ટીનો મુખ્ય મતદાર વર્ગ માત્ર ખેડૂત છે તે ઇન્ડિયાન નેશનલ લોકદળના એક માત્ર ધારાસભ્ય અભય ચૌટાલાએ દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અભય ચૌટાલાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ચંદીગઢમાં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સુપરત કર્યું. અભય ચૌટાલાએ કહ્યું કે કેન્દ્ર સરકારે આંદોલનનું નેતૃત્વ કરનારા ખેડૂત નેતાઓ સામે કેસ દાખલ કર્યા. ગઈકાલે દિલ્હી માં જે બન્યું તે કેન્દ્ર સરકારનું કાવતરું હતું.
જણાવીદઈએ કે ભારતીય રાષ્ટ્રીય લોકદળના નેતા અભય ચૌટાલાએ બે અઠવાડિયા પહેલા જાહેરાત કરી હતી કે જો પ્રજાસત્તાક દિવસ સુધી કૃષિ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે તો તેઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. નોંધપાત્ર વાત એ છે કે તેઓ તેમની પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજીનામા પાછળનું કારણ એ પણ છે કે ચૌટાલાની પાર્ટીનો મુખ્ય મતદાર ખેડૂત છે. આજે તેઓ રાજીનામા આપવા ટ્રેક્ટર પર એસેમ્બલી પહોંચ્યા હતા.
ઉત્તર ભારતના ઘણા પક્ષોની જેમ, ભારતીય રાષ્ટ્રીય લોક દળને પણ ખેડૂતોના આંદોલન ખુલ્લેઆમ ટેકો આપવા માટે દબાણ છે. આ અગાઉ વિધાનસભા સ્પીકરને લખેલા પત્રમાં અભય ચૌટાલાએ કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાની આકરી ટીકા કરી હતી. ચૌટાલાએ કહ્યું હતું કે સરકાર કાળા કાયદા લાવી છે. સરકાર સંસદમાં બિનલોકશાહી પદ્ધતિથી આ કાયદા પસાર કર્યા છે. ચૌટાલાએ તે સમયે લખ્યું હતું કે જો કેન્દ્ર 26 જાન્યુઆરી સુધીમાં કાયદો પાછો નહીં ખેંચે તો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે.
ચૌટાલાએ લખ્યું હતું કે 60 થી વધુ ખેડુતોનાં મોત બાદ પણ સરકાર કાળા કાયદા પાછી લેવા તૈયાર નથી. આ પહેલા હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાએ પણ પીએમ મોદીને પત્ર લખીને કેન્દ્રને આ કાયદાઓ પાછો ખેંચવા જણાવ્યું હતું.જણાવીદઈએ કે, ઓમ પ્રકાશ ચૌટાલાના પૌત્ર દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી એનડીએમાં સામેલ છે અને હરિયાણામાં સરકારનો ભાગ છે. દુષ્યંત ચૌટાલાએ એવો દાવો પણ કર્યો હતો કે જો તેઓ ખેડૂતોને એમએસપીની બાંહેધરી ન આપી શકે તો તેઓ ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. ભાજપ માટે ધીમે ધીમે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે.