IndiaPolitics

ભેંસની ચોરી બાબતે હંગામો મુખ્યમંત્રી ના આદેશ બાદ FIR નોંધાઈ!!

હલ્દવાની શહેરમાં ભેંસ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ માટે પણ પોલીસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશની રાહ જોવી પડી હતી. આ મામલો લગભગ 8 મહિના જૂનો છે. હલ્દવાની શહેરમાં ભેંસ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ માટે પણ પોલીસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશની રાહ જોવી પડી હતી. આ મામલો લગભગ 8 મહિના જૂનો છે. મળતી માહિતી મુજબ, હલ્દવાણીના હાથીખાલ અર્જુનપુર ગામની રહેવાસી ખાસ્તી દેવીની બે ભેંસ 21 જાન્યુઆરી 2022ના રોજ ચોરાઈ ગઈ હતી. જે બાબતે પોલીસ સ્ટેશન થી માંડીને ઉચ્ચ અધિકારીઓનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ ભેંસ ચોરી બાબતે કોઈ પણ પ્રકારની મદદ મળી નોહતી. અંતે મામલો મુખ્યમંત્રી સુંધી પહોંચ્યો હતો.

ખાસ્તી દેવીની આર્થિક સ્થિતિ સારી નથી અને પરિવાર માત્ર દૂધ અને અન્ય વસ્તુઓ પર નિર્ભર છે. ઘરની સ્થિતિ સુધારવા માટે તેણે લોન પર બે ભેંસો ખરીદી હતી, પરંતુ પરિસ્થિતિ સારી હતી ત્યાં સુધીમાં તેની ગૌશાળામાં બાંધેલી બે દુધાળા ભેંસો ચોરાઈ ગઈ હતી. ભેંસની ચોરી બાદ ભેંસોના મલિક મંડી પોલીસ ચોકી પર ગયા હતાં પરંતુ પોલીસે આ બાબતને હળવાશથી લીધી હતી અને કેસ નોંધ્યો ન હતો. અને ગને તેમ કરીને ફરિયાદીને રવાના કર્યાં હતાં. આ પછી ફરિયાદી એ આ અંગે અધિકારીઓનો પણ સંપર્ક કર્યો, પરંતુ અધિકારીઓ તરફથી પણ કોઈ મદદ ન મળી ના હતી. ક્યાંયથઈ કોઈ મદદ ના મળતાં આ મામલો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સુધી પહોંચ્યો જે બાદ રાજ્યની પોલીસ હરકત માં આવી ગઈ હતી અને ફરિયાદીને બોલાવીને હકીકત જાણી હતી. હકીકત જાણ્યા બાદ મુખ્યમંત્રીને રિપોર્ટ કર્યો હતો અને મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નોંધવામાં આદેશ આપવામાં આવ્યા હતા.

સીએમ પુષ્કર સિંહ ધામીએ આ મામલામાં એફઆઈઆર નોંધવાની સૂચના આપી છે. જે બાદ પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધ્યો છે. કોતવાલીમાં ભેંસ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો આમ તો 8 મહિના જેટલો જૂનો છે. પોલીસ દ્વારા આ બાબત હળવાશથી લેવામાં આવી હતી પરંતુ મામલો છેક મુખ્યમંત્રી સુંધી પહોંચી ગયો હતો અને અંતે મુખ્યમંત્રી દ્વારા મામલાની ગંભીરતા સમજતા ફરિયાદ નોંધવાના આદેશો આપ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા આદેશ મળતાની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને અંતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!