મધ્યપ્રદેશમાં ભાજપને જબરદસ્ત ઝટકો, પંચમઢી પરિષદની ચુંટણીમાં ભાજપના સુપડા સાફ, ૭ માંથી ૬ સીટ કોંગ્રેસે કરી કબ્જે ભાજપને ૧ થી સંતોષ માનવો પડ્યો.
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક પછી એક માઠા સમાચાર આવતા જાય છે. પંચમઢી છાવણી પરિષદની ચુંટણીમાં કોંગ્રેસે ૭ માંથી ૬ સીટ જીતી લીધી છે. આની પહેલા ભાજપ પાસે ૫ સીટો હતી.
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડયો છે અને આમ જોઈએ તો ભાજપ માટે મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી કપરા ચઢાણ સમાન સાબિત થશે. ધીમે ધીમે ભાજપ મધ્યપ્રદેશમાં પોતાની જમીન ખોઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. પંચમઢી પાલિકા ચુંટણીમાં કોંગ્રેસ ૨૩ વર્ષ પછી ૭ સીટ માંથી ૬ સીટ મેળવી શકી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ૧ જ સીટ આવી છે.
વિધાનસભા ચુંટણી પહેલા થયેલા પંચમઢી પાલિકાના ઇલેક્શનના રુઝાન ભાજપ માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. પંચમઢી છાવણી પરિષદમાં રવિવારે થયેલી ચુંટણીમાં બધાય ૭ વોર્ડમાં ચુંટણી યોજાઈ હતી જેનું પરિણામ મોડી રાત્રે આવ્યું હતું. પરિણામ પ્રમાણે કોંગ્રેસને ૬ સીટ પર જીત મળી હતી જ્યારે ભાજપને ૧ સીટથી સંતોષ માનવો પડ્યો હતો. અહીંયા બે વર્ષ પહેલાં ચુંટણી થઈ હતી ત્યાર પહેલા સૈન્યની સમિતિજ છાવણી પરિષદનું સંચાલન કરતી હતી. છાવણી પરિષદમાં અધ્યક્ષ સેનાના અધિકારી જ રહેત હતા.
૧૭મી મેં ૨૦૧૫ માં થયેલી ચુંટણીમાં બીજેપીને પાંચ વોર્ડમાં જીત મળી હતી. પરંતુ આ વખતે થયેલી ચુંટણીના પરિણામે ભાજપ નેતાઓને ચિંતામાં નાખી દીધા છે કરણ કે, આ ચુંટણીમાં ભાજપના નેતાઓએ પોતાની બધીજ તાકાત લગાડી ધીધી હતી.