GujaratIndiaPolitics

રાહુલ ગાંધી વારંવાર ગુજરાત કેમ આવી રહ્યા છે એની પાછળનું સાચું કારણ આ છે !? જાણો!

ગુજરાત સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા દિલથી જોડાયેલી છે કારણ કે કોંગ્રેસના મહાન નેતાઓ ગુજરાતથી જ આવ્યા છે એટલે આજથી નહીં પણ શરૂઆતથી જ કોંગ્રેસમાં રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું અને ગુજરાતીઓનું મહત્વ વધારે રહ્યું છે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતે કોંગ્રેસને અખૂટ અને મહામુલું નેતૃત્વ પુરૂ પાડ્યું છે. ગુજરાતમાંથી હંમેશા કોંગ્રેસને હકારાત્મક પ્રતિસાદ જ મળ્યો છે હા છેલ્લા 15 થી 20 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી એ વાત ધ્યાને લેતા રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

ગત વિધાનસભા ચુંટણીમાં ગુજરાતની હવા માપીને રાહુલ ગાંધીએ ધુંઆધાર પ્રચાર કર્યો અને ગુજરાતની જનતાને રાહુલ ગાંધીની આ મહામૂલી મહેનતનું પરિણામ પણ આપ્યું, ગુજરાતમાં કોંગ્રેસને 20 વર્ષમાં સૌથી મજબૂત સ્થિતીમાં લાવીને.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના જબરદસ્ત દેખાવથી પ્રભાવિત થઈને રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ લોકસભામાં પણ સારો દેખાવ કરે અને દેશમાં બદલાવ આવે એ આશાએ ગુજરાત પર વધારે ફોકસ કરી રહ્યા છે.

22 લાખ સરકારી નોકરી
ફોટો: સોશિયલ મીડિયા

મીડિયા રિપોર્ટ અને તમામ સર્વે પ્રમાણે ગુજરાત લોકસભામાં મજબૂત સ્થિતિમાં છે તેમજ કોંગ્રેસના આંતરિક સર્વેમાં પણ પ્રતિષ્ઠાભરી સ્થિતીમાં આવી શકે એમ છે તે વાત ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી અને નેશનલ ટીમ ગુજરાત પર ફોકસ વધારી રહ્યા છે.

પ્રિયંકા ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ગુજરાતમાં 26 લોકસભા સીટ છે જેમાથી ગત લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ મળી નોહતી પરંતુ આ વખતે જનતાનો મૂડ અલગ છે અને કોંગ્રેસને ગુજરાતમાં સારી અને પ્રતિષ્ઠાભરી સીટો મળવાની આશા છે તે ધ્યાને લઈને રાહુલ ગાંધી દ્વારા ગુજરાત પર ફોકસ વધારી દેવામાં આવ્યું છે.

22 લાખ સરકારી નોકરી
ફોટો: સોશિયલ મીડિયા

રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા હિન્દી બેલ્ટ ગણાતા રાજ્યોમાં કોંગ્રેસની પ્રભાવી જીત અને મજબૂત સ્થિતીને ધ્યાને લઈને કોંગ્રેસ હવે ગુજરાતને જીતવાના પ્લાન ઘડી રહી છે વિધાનસભાના પરિણામ જોતા ગુજરાતની જનતા ફરી કોંગ્રેસ પર વિશ્વાસ કરી રહી છે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

લોકસભામાં સારા દેખાવના બહાને રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરી રહ્યા છે જેના કારણે આગામી ગુજરાત વિધાનસભામાં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા સ્થાને પહોંચી શકે. લોકસભામાં પ્રતિષ્ઠાભરી જીત મેળવવી તથા આગામી વિધાનસભામાં પણ ગુજરાતમાં સરકાર બનાવવા પ્લાન સાથે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત વારંવાર કરી રહયા છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષનેતા તરીકે પરેશ ધનાણીની નિમણૂક કરીને યુવાન નેતૃત્વનો સંદેશ આપ્યો છે તેમજ ગુજરાતમાં બનતી તમામ ઘટનાઓ બનાવો અને કોંગ્રેસના પગલાં વગેરે તમામ મુદ્દે રાહુલ ગાંધી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસેથી સમયાંતરે માહિતી પણ મેળવી રહ્યાં છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!