ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા
ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારો – પ્રજા માટે રાહત કાર્ય કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી. ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે હાજારો પરિવાર અસર પામ્યા છે. શ્રમિકો, ખાસ કરીને રોજનું રોજ કમાતા પરિવારો-બાળકો, મહિલાઓ મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે ગુજરાતની પ્રજાને રાહત મળે તે માટે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા રાહત કાર્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.
સરકારની લાપરવાહી અને નિષ્ફળતાનો ભોગ જનતા બની રહી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની પ્રજાની જાન-માલ હાનિનો ભોગ બની રહી છે. સતત પડેલા વરસાદને લીધે રાજ્યમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સેંકડો લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા છે. ભારે વરસાદને પગલે ખેતરો ધોવાઇ ગયા છે. ખેડૂતોને કરોડોના નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા જનજીવન ઠપ થઇ ગયું છે. સરકારની સદંતર લાપરવાહી અને નિષ્ફળતાને લીધે ગુજરાતની પ્રજા અતીવરસાદની પરિસ્થિતિનો ભોગ બની રહી છે અિત ભારે વરસાદની આગાહી હોવા છતા, રાજ્ય સરકાર દ્વારા કોઈ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી નહિ. અને પરીરણામે રાજ્યના ૨૮ લોકોના જાન, સરકારની બેપરવાહીને કારણે હોમાઈ ગયા.
સમગ્ર ગુજરાતમાં શરુ કરવામાં આવ્યા કંટ્રોલ રૂમ
સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં પ્રજાને આવી ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂરી સહાયતા કરવામાં હમેશા પ્રજાની પડખે રહેવાની ભાવના સાથે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા અસરગ્રસ્તોને સહાય કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે. અને રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા છે.




