GujaratSurat

સુરત આગકાંડ: ધરપકડ બાદ હાર્દિક પટેલનું આવ્યું પ્રથમ નિવેદન! જાણો!

સુરત ના જકાતનાકા વિસ્તારમાં ચાલતા એક ટ્યુશન કલાસીસમાં ગોઝારી આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ૨૨ જેટલા બાળકોના મોત નીપજ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

આ બાબતે રાજય સરકારે કોઈ નક્કર પગલા ના ભરતા પાટીદાર અનામત અંદોલનથી ઉભરી આવેલા અને હાલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા આ મુદ્દે સરકાર સામે બાયોં ચડાવી હતી અને સુરત માં બનેલી ગોઝારી ઘટનાના પીડિતોને તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

આજે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગેરકાયદે ઇમારતો બાંધવા માટે વહીવટી તંત્રની પરવાનગીની કોઈ જરૂર નથી, પરંતુ અન્યાય સામે ઉપવાસ કરવા માટે પરવાનગી લેવાની જરૂર છે. ગેરકાયદેસર બિલ્ડિંગના નિર્માણને કારણે કોઈ પણ મૃત્યુ પામશે તો કઈ નહિ, પરંતુ મૃત્યુ પામેલાઓ માટે ન્યાય માંગવાવાળા લોકો માટે લડત લડનારને જેલ માં મોકલવામાં આવે છે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

સુરત ની લોકમાંગણી પણ હતી કે જવાબદારો સામે તાત્કાલિક પગલા ભરવા પરંતુ સરકાર અને તંત્ર નિષ્ફળ નીવડતા હાર્દિક પટેલ મેદાને પડ્યા હતા અને પીડિતોને તાત્કાલિક ન્યાય અને જવાબદાર તંત્ર સામે ૧૨ કલાક માં પગલા ભરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા સરકારને જબદારો સામે પગલા ભરવા માટે આપવામાં આવેં ૧૨ કલાકનું અલ્ટીમેટમ પૂરું થાય તે પહેલાજ હાર્દિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમની અટકાયત કરવામાં આવી હતી.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

ગઈકાલે હાર્દિક પટેલ દ્વારા તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું કે, સુરતમાં આગની ઘટનામાં સ્વર્ગીય બાળકોના પરિવારને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું સુરતના મેયરનું રાજીનામું લેવામાં આવે અને ગેરકાનૂની બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપનાર અધિકારી અને સમય પર ઘટના સ્થળ ન પહોંચાડનારા ફાયર ફાયર બ્રિગેડના અધિકારીઓ પર કેસ કરવામાં આવે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આ ૧૨ કલાકનું અલ્ટીમેટમ પતે તે પહેલા જ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડની માહિતી હાર્દિક પટેલ દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલે તેમની સોસીયલ મીડયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર સુરતના બનેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને ન્યાય આપવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. અને પીડિતોને ન્યાય મળે તે માટે, હું આજે ઉપવાસ કરવા જઇ રહ્યો હતો, પરંતુ ભાજપ સરકારે તેમની નિષ્ફળતાને છુપાવવા માટે મારી ધરપકડ કરીને મને કસ્ટડીમાં લઈ લીધો છે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

હાલ પણ હાર્દિક પટેલ દ્વારા બીજી એક અન્ય પોસ્ટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત આગકાંડમાં મુર્યું પામેલા બાળકોના પરિવારો માટે ન્યાય મેળવવા ઉપવાસ કરવા જઇ રહ્યો હતો, પરંતુ છેલ્લા સાત કલાકથી પોલીસે મને અટકાયતમાં રાખ્યો છે, થોડીવારમાં મને સુરતથી ચાલીસ કિલોમીટર દૂર મુક્ત કરવામાં આવશે. ભાજપનું વહીવટી તંત્ર નાના બાળકો આ સાથે ખિલવાડ કરી રહ્યું છે. હજુ પણ ગુજરાતની જનતા તમાશો જુએ છે. જાગો, મારા ગુજરાતી ભાઈ. જેવો સંદેશો તેમણે આપ્યો છે.

સુરત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ૨૪મી તારીખે સુરતના જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા ટ્યુશન કલાસીસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લગતા વિદ્યાર્થીઓમાં નાસ ભાગ મચી હતી જેમાંથી કેટલાકે બચવા માટે બારી માંથી છલાંગ લગાવી હતી. આ અગ્નિકાંડમાં ૨૨ જેટલા બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ લોકલાગણી હતી કે બેજવાબદાર તંત્ર સામે પગલા ભરવામાં આવે પરંતુ સરકારની નિષ્ફળતા છતી થઇ હતી અને જનતામાં રોષ ફાટી નીકળ્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!