Politics

રાહુલ ગાંધીએ મોદી સરકારની કાઢી ઝાટકણી અને કરી આકરી ટીકા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતર્યા આરટીઆઇ એક્ટના બચાવમાં

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢી અને આકરી ટીકા કરતા જણાવ્યું કે દરેક ભારતીયને સાચું જાણવાનો અધિકાર છે. ભાજપ લોકોથી સત્ય છુપાવવામાં વિશ્વાસ રાખે છે અને તેમની માન્યતા એ છે કે જનતા સત્તા પર રહેલા વ્યક્તિઓને સવાલ ન કરે.

રાહુલ ગાંધીએ આરટીઆઈ બિલમાં સૂચિત સુધારાની ટીકા કરી હતી અને મોદી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને આરટીઆઇ એક્ટ (માહિતી મેળવવાનો અધિકાર) ને બચાવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જે રીતે આર.ટી.આઈ કાયદાને બદલવાનો પ્રયત્ન થઇ રહ્યો છે તેનાથી આ કાયદો નકામો બની જશે.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

તેમણે ટ્વિટ કર્યું, “દરેક ભારતીયને સત્ય જાણવાનો અધિકાર છે ભાજપ લોકોથી સત્ય છુપાવાવમાં વિશ્વાસ રાખે છે અને તેમની માન્યતા એ છે કે જનતા સત્તા પર રહેલા વ્યક્તિને પ્રશ્ન ન કરે. આરટીઆઇમાં જે પ્રમાણે બદલાવ કરવાની વાત થઇ રહી છે તે પ્રમાણે કાયદો નિરર્થક બની જશે. દરેક ભારતીયએ આ ફેરફારોનો વિરોધ કરવો જોઇએ.”

કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે તે માહિતી અધિકાર (આરટીઆઈ) અધિનિયમ , ૨૦૦૫ માં સુધારો કરવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે અને સરકાર તેને રાજ્ય સભામાં રજૂ કરશે. સરકારે આરટીઆઇ કાયદાના વિભાગ ૩ માં સુધારો કરવાની દરખાસ્ત કરી છે, જે કેન્દ્ર અને રાજ્યના મુખ્ય માહિતી કમિશનરોની સાથે સાથે અન્ય માહિતી આયુક્તની રેંક, પગાર ભથ્થા, એલાઉન્સ અને કાર્યકાળનો સાથે સંબંધિત છે, સૂચિત સુધારા મુજબ, સી.આઈ.સી. અને માહિતી કમિશનરો માટે પગાર, ભથ્થાં અને સેવાની શરતો એ જ રીતે હશે કે જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.

વિરોધ પક્ષ કહે છે કે, તે કેન્દ્ર સરકારના આરટીઆઈ એક્ટને નબળો કરવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરશે. ઘણા આરટીઆઈ કાર્યકર્તાઓએ આ સુધારાનો વિરોધ કર્યો છે અને કહ્યું કે, આ સુધારાનો હેતુ માહિતી આયુક્તના પદ અને પાવરને ઘટાડવાનો છે.

ઉલ્લેખનીય છે કે, જયારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે યુપીએના ચેરપર્શન શ્રીમતી સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ માહિતી અધિકાર (આરટીઆઈ) અધિનિયમ, ૨૦૦૫ ઘડી કાઢીને તેને લોકસભા રાજ્યસભામાં પાસ કરીને કાયદાનું રૂપ આપવામાં આવ્યું હતું. જેનાથી સામાન્ય વ્યક્તિ પણ નજીવી ફી રૂપિયા ૨૦ નો સ્ટેમ્પ કે કોર્ટફી સ્ટેમ્પ કોઈપણ સામાન્ય કાગળ પર લગાડીને સરકારી કચેરી પાસે માહિતી માંગી શકે છે. આ કાયદા દ્વારા સામાન્ય વ્યક્તિને જાણવાનો અધિકાર આપવામાં આવ્યો હતો જેની જોગવાઈ ભારતીય બંધારણમાં પણ કરવામાં આવેલી છે જે કાયદા નો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટ્રાચાર નાબુદી છે અને તેના ઉપયોગ દ્વારા કેટલાય આર.ટી.આઈ એક્ટીવીસ્ટ દ્વરા ભ્રષ્ટ્રાચારના ખુલાસા પણ થયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!