Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

હાર્દિક પટેલે મમતા બેનરજી આયોજિત વિપક્ષી રેલીમાં કર્યું ધુંઆધાર ભાષણ! જાણો શું કહ્યું!

jansad by jansad
January 24, 2019
in Gujarat, India, Politics
0
મમતા બેનરજી

ફોટો: સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકસભા ચુંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એ રાજકીય માહોલમાં ગરમાગરમી લાવી દીધી છે. રાજનૈતિક ગલીઓમાં યુવાન નેતાઓ છવાઈ ગયા અને ચારે બાજુ એમના સાથ અને સમર્થન માટેની વાતો ચાલી રહી છે.

કલકત્તામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા વિપક્ષી એકતા માટે એક રેલીનું આયોજન કરવાં આવ્યું હતું. જેમાં ભારતની 20 સૌથી મોટી પાર્ટીઓના નેતાઓ આવ્યા હતા અને મોદી સરકારની નીતિરિતીની આકરી ટીકાઓ કરી હતી.

મમતા બેનરજી ની આ રેલીમાં ત્રણ યુવાનોએ સૌનું ધ્યાન ખેંચ્યું અને એમની ઉર્જા શક્તિએ અન્ય યુવાનોમાં જોશ અને જુસ્સો ભરવાનું કામ કર્યું. આ ત્રણ યુવાન નેતાઓ એટલે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને જયંત ચૌધરી. પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલને આ રેલીમાં સૌથી પહેલા બોલવાનો મોકો મળ્યો. ત્રણેય યુવાનોએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને આડે હાથ લઈને સરકારને વિભિન્ન મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો.

હાર્દિક પટેલે કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝે ગોરાઓ વિરુદ્ધ લડાઈ કરવાની અપીલ કરી હતી અને આપણે અમે ચોરો સામે લડી રહ્યા છીએ. પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંયિકારી નેતાએ મોદી સરકારને જનવીરોધી નીતિઓ ના બહાને આડે હાથ લીધા અને જનમેદની સમક્ષ ઈશારો કરીને કહ્યું કે આ સંકેત છે કે ભાજપ સત્તા ગુમાવી રહી છે. અંતે હાર્દિક પટેલે વિપક્ષને એક કરવાના તેમજ જુદાજુદા ક્ષેત્રીય દળોને એક મંચ પર સાથે લાવવા માટેના મમતા બેનરજી ના પ્રયાસનો આભાર માન્યો હતો.

હાર્દિક પટેલનું ભાષણ એટલે મહત્વનું અને અગત્યનું માનવામાં આવતું હતું કે વગર કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ કે કોઈ સપોર્ટ વગર યુવાન ક્રાંતિકારી નેતાએ તેની આગવી છાપ ઉભી કરી અને પોતાના તથા યુવાનોના હકની લડાઈ લડી સમાજ તથા દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી. આખાય દેશના લોકોની સામે ભાષણ આપીને હાર્દિકે પોતાની કાબેલિયત સાબિત કરી અને ભવિષ્યના મોટા નેતા તરીકે ઉભરી આવ્યા.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા વિપક્ષી એકતા માટે એક રેલીનું કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા નેતાઓ મોખરે રહ્યા હતા અને ક્ષેત્રીય દળો એકસાથે એક જ મંચ પર હોય તેવું પ્રથમ વખત બન્યું છે. જેમાં ડીએમકેના નેતા સ્ટારલીન, સપા નેતા અખિલેશ યાદવ, આપ નેતા અરવિંદ કેજરીવાલ, આરાએલડી નેતા જયંત ચૌધરી, જેડીએસ નેતા કુમાર સ્વામી, જમ્મુ કાશ્મીરથી ઓમર અબ્દુલ્લાહ સહિત અનેક નેતાઓ હજાર રહ્યા હતા.

Tags: jansadMamata benarjeeપશ્ચિમ બંગાળહાર્દિક પટેલ
Previous Post

હાર્દિક પટેલે સીએમ વિજય રૂપાણી ની હા માં હા મિલાવી અને સાધ્યું પીએમ મોદી પર નિશાન!

Next Post

હાર્દિક પટેલ વિષે ફેલાવવામાં આવી રહી છે અફવાહ, જાણો શું છે હકીકત!

jansad

jansad

Next Post
હાર્દિક પટેલ

હાર્દિક પટેલ વિષે ફેલાવવામાં આવી રહી છે અફવાહ, જાણો શું છે હકીકત!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.