GujaratPolitics

ગુજરાત કોંગ્રેસ માં ભૂકંપથી હાઈકમાંડમાં હડકંપ! જાણો!

દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં રાજ્યસભાની 3 સીટ માટે ઘમાસાણ મચ્યું છે અને સરકાર પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ચુકી છે. કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના યુવા નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડી દેવામાં આવી છે. ત્યારે મધ્યપ્રદેશમાં સરકાર સામે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કમલનાથ સરકાર બચાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય હલચલો તેજ થતી જઇ રહી છે. ગુજરાત કોંગ્રેસ માં પણ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાનસભામાં આંકડા પ્રમાણે બે બેઠક ભાજપને ફાળે તો બે બેઠક કોંગ્રેસના ફાળે જાય એમ છે. આ પહેલા ત્રણ બેઠક ભાજપ પાસે હતી એટલે ભાજપને એક બેઠકનું નુકશાન થાય તેમ છે. જે ભાજપ પચાવી શકે તેમ નથી એટલે કોઈ તોડજોડ થઈ શકે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ માં બંને બેઠક લઈને હવે પિચર ક્લિયર થઈ ગયું છે. કોંગ્રેસ દ્વારા મોદી રાત્રે શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીના નામ પર મહોર મારી દેવામાં આવી છે. સૂત્રો મુજબ રાજ્યસભાની બેઠકને લઇને ગુજરાત કોંગ્રેસ માં ખેંચતાણ જોવા મળી હતી અને તેના રેલા હાઈકમાંડ સુંધી પહોંચ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

રાજીવ શુક્લાના નામની જાહેરાત કરવા જય રહેલી કોંગ્રેસ દ્વારા મોટા વિરોધનો સામનો કરવાની નોબત આવીને ઉભી હતી. 32 જેટલા ધારાસભ્યો દ્વારા બળવો કરવાના એંધાણ આવતાં ગુજરાત કોંગ્રેસ દોડતું થઈ ગયું હતું અને હાઈકમાંડને રજુઆત કરવામાં આવી હતી. 32 જેટલા ધારાસભ્યોએ એક જ સુરમાં કહ્યું કે બંને સીટ પર ગુજરાતના નેતાઓને ટિકિટ આપવામાં આવે બહારના નેતાઓને ટિકિટ આપવામાં આવશે તો ધારાસભ્યો દ્વારા વોટ કરવામાં આવશે નહીં. ધારાસભ્યોને આ વલણ ને કારણે દિલ્લી હાઈકમાંડમાં હડકંપ મચી જવા પામ્યો હતો. તાત્કાલિક ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી.

ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

અંતે કોંગ્રેસ હાઈકમાંડ દ્વારા રાજીવ શુક્લાને ટિકિટ ના આપીને ભરત સોલંકી અને શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર બનાવવા લડ્યા હતા. જો કે રાજીવ શુક્લા દ્વારા ગુજરાત કોંગ્રેસ નો વિરોધને ભાંપી લઈને પોતેજ બેકઆઉટ કર્યું હતું અને સોનિયા ગાંધી તેમજ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલને જણાવ્યું હતું કે, ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ આભાર પરંતુ સંગઠન મજબુત કરવા માટે તેઓને તક આઓવામાં આવે અને ગુજરાત માંથી રાજ્યસભા માટે તેમના સિવાય અન્ય કોઈને ઉમેદવાર બનાવવામાં આવે. અને હાઈકમાંડ દ્વારા રાજીવ શુક્લાની વાત ધ્યાને લઈને ગુજરાત માંથી ગુજરાતીઓને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા.

ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ જો ગુજરાતમાંથી ગુજરાતી ઉમેદવાર ના બનાવવામાં આવ્યા હોત તો ગુજરાત કોંગ્રેસ ના 32 જેટલા ધારાસભ્યો બળવો કરવાના મૂડમાં હતાં જેનો ફાયદો એકયા બીજી રીતે ભાજપને થાત. કેટલાક ટીખળી લોકો દ્વારા એવા ન્યુઝ ફેલાવવામાં આવ્યા હતાં કે ભાજપ પોતાના ત્રીજા ઉમેદવાર તરીકે ભરત સોલંકીને મેદાને ઉતારશે જો કોંગ્રેસ ભરત સોલંકીને ટિકિટ ના આપે તો. જો આવુ થાત તો ગુજરાત પણ મધ્યપ્રદેશના માર્ગે આગળ વધેત. પરંતુ આ મોટા ખતરાને ભાંપી જઈને કોંગ્રેસ હાઈકમાંડ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા અને આ વિરોધનો અંત લાવવામાં આવ્યો.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હજુ ટ્વિસ્ટ પૂરો નથી થયો કરણ કે હજુ રાજ્યસભા ચૂંટણી બાકી છે. ભાજપ દ્વારા બે નામ જાહેર કરવામાં આવુએ છે કોંગ્રેસ દ્વારા પણ બે નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભાજપ ત્રીજો ઉમેદવાર પણ જાહેર કરી શકે છે. અને શાંત વાતાવરણમાં પથ્થર ફેંકી શકે છે. કારણ કે હજુ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓમાં અસંતોષની લાગણી છે અને તેને ભાજપના કેટલાક નેતાઓ દ્વારા ધીમી આંચે પકવવામાં આવી રહી છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

ગુજરાત કોંગ્રેસ, gujarat congress

કોંગ્રેસને બે બેઠક માટે 74 ધારાસભ્યો જોઈએ જેમાં કોંગ્રેસ પાસે 73+ 1 અપક્ષ+ 2 બિટીપી ના ધારાસભ્યો છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 111 ધારાસભ્યો જોઈએ જેમાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. એટલે ભાજપ 2 જ બેઠક જીતી શકે તેમ છે. ત્રણ બેઠક જીતવા ભાજપને 8-9 ધારાસભ્યોનું સમર્થન જોઈએ પરંતુ હાલના સમયમાં આ શક્ય થઈ શકે તેમ નથી અને ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવે તેમ છે. તો કોંગ્રેસને એક બેઠકનો ચોખ્ખો ફાયદો થાય તેમ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!