Gujarat

વિધાનસભા માં કોંગ્રેસનું હલ્લાબોલ! અંગ્રેજીમાં ભાષણ મુદ્દે ઘમાસાણ! વીડિયો વાઇરલ.

ગુજરાતમાં નવા મંત્રીમંડલ બાદ પ્રથમ વખત વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું. જે નવા મંત્રીઓની પરીક્ષા સમાન હતું પરંતુ નવા મંત્રીઓ વટ પાડવાના ચક્કરમાં કોંગ્રેસ ના સિનિયર નેતાઓ સામે ધોવાઈ ગયા હતા અને બોલવામાં કાચા પડી રહ્યા હતા. નીતિન પટેલ, પ્રદીપસિંહ જેવા સિનિયર નેતાઓ વિપક્ષ કોંગ્રેસના દરેક બોલ ને રમી શકતા હતા પરંતુ નવું મંત્રીમંડળ વિપક્ષના બોલ ને સમજવામાં જ મૂંઝાઈ જતા હતા. આવું જ કઇંક પહેલા દિવસે થયું અને બીજા દિવસે તો ભારે કરી નાખી. કોંગ્રેસ નેતાઓ દ્વારા ગુગલી ફેંકી ફેંકી ને નવા મંત્રીઓને હંફાવી નાખ્યા. દરેક મુદ્દે ઘેર્યા પરિણામે નવા મંત્રીઓનો વિધાનસભા ગૃહમાં મંત્રી બની બેસવાનો ઉત્સાહ અને ચમક ઝાંખી પડતી ગઈ.

કોંગ્રેસ દ્વારા પહેલાં તો સમગ્ર ભાજપ અને નવામંત્રીઓને કોરોના બાબતે ઘેર્યા, સહાય માટે કોંગ્રેસ દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યું. કોરોના મૃતકોના બોગસ આંકડા, ચાર લાખની સહાય મુદ્દે ભાજપ અને નવા મંત્રીઓને રીતસરના ઘેરી લીધા અને ગૃહમાં પીડિતોના હક માટે કોંગ્રેસ સભ્યો દ્વારા હલ્લા બોલ કર્યું. કોંગ્રેસના સભ્યોએ રામધૂન પણ બોલાવી. મુખ્યમંત્રી શ્રી ગૃહ છોડી ગયા ત્યારે કોંગ્રેસ સભ્યો દ્વારા ભાગ ગયા ભાઈ ભાગ ગયા, મુખ્યમંત્રી ભાગ ગયા ના નારાઓ લગાવ્યા હતા અને રીતસર ભાજપ અને નવા મંત્રીઓને પાણી પાણી કરી નાખ્યા હતા. અંતે સ્પીકર દ્વારા કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પ્રશ્ન કાળ સુંધી ગૃહની કામગીરી મોકૂફ કરવામાં આવી હતી.

ગુજરાત ભાજપ, મુખ્યમંત્રી રૂપાણી, પેટા ચૂંટણી, અમિત ચાવડા, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

આ ઊપરાંત નવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ ધનાણી દ્વારા નવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ને આડે હાથ લેવામાં આવ્યા હતા. અદાણી પોર્ટ પરથી ઝડપાયેલા હેરોઇન મુદ્દે હર્ષ સંઘવી લાજવાને બદલે ગાજતા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા હુરીયો બોલાવતા હર્ષ સંઘવીને પરસેવો છૂટી ગયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ ધડબડાટી બોલાઈ હતી અને નવા ગૃહમંત્રીને ગૃહમાં કેવીરીતે વર્તન કરવું તેની સલાહ આપી હતી. હેરોઇન ઝડપાયાને મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવી રીતે સરકારની ટીકા કરતા શરમ આવવી જોઈએ.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આજ છેલ્લા શબ્દ પકડીને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું, સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ માફિયાઓને સેફ પેસેજ મળી રહ્યો છે યુવાધન નશાની લતે ચડી રહ્યું છે ત્યારે તમે લાજવાને બદલે ગાજી રહ્યા છો? શરમ અમને નહીં તમને આવવી જોઈએ. આ દરમિયાન વિધાનસભા ગુહમાં કોંગ્રેસના એક સિનિય ધારાસભ્યની ટિપ્પણી બાદ હર્ષભાઈ એ થોડો અશિષ્ટ ભાષામાં જવાબ આપતા હર્ષ સંઘવી ને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ ગૃહમાં કેવી રીતે વર્તન કરવું અને એક ગૃહમંત્રી ને પોતાના હોદ્દાની ગરીમાં કેવી રીતે જાળવવી તે બાબતે આકરા શબ્દોમાં ટકોર કરી અને કહ્યું કે ગલીમાં ભાષણ કરતાં હોય એવી ભાષા ગૃહમાં વાપરવી ના જોઈએ, ગૃહની ગરીમાંનું ધ્યાન રાખવું જોઈએ. વિપક્ષી ઠપકા બાદ ભૂલનું ભાન થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી નરમ ઘેંશ જેવા થઈ ગયા.

અંગ્રેજી મુદ્દે પણ બબાલ થઈ. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા અંગ્રેજીમાં ભાષણ કરવામાં આવતાં વિવાદ વકર્યો હતો. સ્પીકર દ્વારા કહેવું પડ્યું કે બધાંયને સમજાય આવવું બોલો. વાત એમ છે કે કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા અંગ્રેજીમાં ભાષણ શરૂ કરવામાં આવતા સમગ્ર ગૃહ ચોંકી ગયું હતું. નીતિનભાઈ એ પણ નૌશાદ સોલંકીના અમુક શબ્દો બાબતે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સ્પીકર દ્વારા નૌશાદભાઈ ને જણાવવામાં આવ્યું હતું કે ગૃહના તમામ સભ્યોને સમજાય એવું બોલો ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આમ ગૃહમાં નવા મંત્રીઓ કાચા સાબિત થયા. દરેક મુદ્દે કોંગ્રેસ દ્વારા બરોબરના ઘેરવામાં આવ્યા પરિણામે મંત્રીઓ સિનિયર નેતાઓ સામે જોઇને જવાબ શોધતા થઈ ગયા હતા.

Show More

Related Articles

Back to top button