
આજ કાલ ના માત્ર દેશમાં પરંતુ સમગ્ર દુનિયામાં પ્રદુષણનું પ્રમાણ વધી જવા પામ્યું છે. આપણાં પાડોશી દેશ ચાઇનમાં તો લોકો શુદ્ધ હવા હિમાલયની શુદ્ધ હવા ખરીદીને તેને શ્વાસમાં લેવા લાગ્યા છે જે કેટલાજ હજારો લાખો રૂપિયામાં વેચાઈ રહી છે પરંતુ આપણે ગુજરાત માં એવા કેટલાય સ્થળો છે જ્યાં વગર પૈસે શુદ્ધ તાજી હવા અને આહલાદક વાતાવરણનો લાભ માણી શકાય છે.

ગુજરાત માં એવા ઘણા સ્થળો છે જ્યાં આહલાદક વાતાવરણ અને તાજી હવા નો લુફત ઉઠાવી શકાય છે અને એ પણ મફતમાં માત્ર આવા જવાનો ખર્ચ થાય એટલું જ! ગુજરાત એ ચારે બાજુથી પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલું છે. અને ચોમાસાની ઋતુમાં એ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે એ જોવું એટલે સાક્ષાત સ્વર્ગના દર્શન કર્યા જેવું છે. ચારે બાજુ લીલોતરી અને હવામાં લહેરાતી લીલીછમ ચાદર.

ગુજરાત ના દરેક જિલ્લામાં આમ તો જોવાલાયક કઈંક ને કઈંક કુદરતી સૌંદર્ય, પ્રાચીન કળાનો બેનમુન નમૂનો, પ્રાચીન મંદિરો કે અન્ય સ્થાપત્ય કાળાનો ખજાનો છે જ પરંતુ સૌરાષ્ટ્રમાં જાણે કુદરતે ખોબલે ને ખોબલે સુંદરતા આપી ના હોય એવું વૈવિધ્યસભર કુદરતી સૌંદર્ય જે તને ક્યારેય ભુલી નહીં શકો. ઉપર આસમાની રંગે રંગાયેલું આકાશ નીચે લીલી ચાદર ઓઢેલી ધરતી અને આથમતા સૂરજનું કેસરી તેજ! આ દ્રશ્ય જોઈ બોલી ઉઠશે આહા! જિંદગી!

સૌરાષ્ટ્રમાં આવેલા ગીર સોમનાથ પંથકની ગીર મોટેભાગે લોકો સિંહ જોવા જાય છે અને સોમનાથ લોકો બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા જાય છે. પરંતુ રસ્તામાં આવતા કુદરસ્તી સ્થાનોને જોવાનું ચુકી જાય છે. ગિરની વાત કરીએ તો ગીરના જંગલમાં જો પોતાની ગાડી હોય તો મઝા જ અલગ છે. ગીરનું જંગલ માત્ર સાસણગીર સુંધીજ સીમિત નથી પરંતુ અમરેલી અને તેના અલગ અલગ જિલ્લાઓને પણ અડે છે.

અમરેલીનું ધારી પણ અખૂટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે. ધારી નેશનલ પાર્ક માં તમે સિંહ અચૂક જોવા મળશે અને સિંહ કરતાં તમને કુદરતી સૌંદર્ય જોવાની મઝાજ અલગ આવશે. જંગલમાં ફરવાની અને કુદરતી સૌંદર્ય સાથે સિંહની ત્રાડ સાંભળવાનો રોમાંચ જ અલગ છે. ધારીમાં કુદરતી સૌંદર્યમાં વધારો કરે એવા કેટલાય ફાર્મ હાઉસ પણ છે જે ભાડે મળી જશે. અલગજ પ્રકારની રચનાથી બનાવવામાં આવેલા છે આ ફરામ હાઉસ.

ધારીમાં આવેલા ફાર્મ હાઉસ ડુંગર પર બનાવવામાં આવેલા છે. ડુંગર ચડીને ઉપર પહોંચો ત્યારે ત્યાં રૂમ સાથે ઓપન સ્વિમિંગપુલ પણ બનાવવામાં આવેલા છે. જે તમને કુદરના ખોળે નાહવાનો અહેસાસ કરાવે છે. આ ઉપરાંત ત્યાં ધોધ પણ આવેલા છે. ખોડિયાર મંદિરની પાસે આવેલો ગલધરા ધોધ એ રમણીય સ્થળ છે. પડતા ધોધનો અવાજ આપને મદમસ્ત કરી મુકશે અને શાંત વાતાવરણ એમાં નશો ઉમેરવાનું કામ કરશે.

ધારીથી ઉના તરફ જતાં ગીર જંગલને પાર કરવું પડે છે. જો એમ પણ તમારી પાસે પોતાની કાર હોય તો મોજ પાડી જાય. ચારે તરફ લીલોતરી અને ઉપર આસમાની આકાશ ચારો તરફ જંગલના પ્રાણીઓ પક્ષીઓનો મધુર અવાજ. મોરની જોવા મળતી કળાઓ. અને હરણના ઝૂંડ તમને ઉત્તેજના સાથે એક અનોખી શાંતિનો અનુભવ પણ કરાવશે. એમાં પણ ધીમી ધારનો વરસાદ એ વાતાવરણને વધારે આહલાદક બનાવી દે છે.

ઉલ્લેખનીય છે કે, ગીર અને ધારી માટે લોકોને એવી ગ્રંથી છે કે માત્ર સિંહ જોવાના પણ એ કુવામાંના દેડકા જેવું છે. ગીર અને ધારી જબરદસ્ત કુદરતી સૌંદર્યના ખજાનાથી ભરેલું છે. અમે ચોક્કસ કહી શકીએ છીએ કે હો તમે આ પ્રવાસ કરશો તો તે તમારી લાઇફનો અવિસ્મરણીય પ્રવાસ હશે. શાંતિ આનંદ, ઉર્જા, રોમાંચ અને કુદરતના સાક્ષાત્કારનો અવિસ્મરણીય અનુભવ કરવા માટે અવશ્ય ગીર ધારીની મુલાકાત લો. જો અમારો આ લેખ ગમ્યો હોય તો અચૂક શેર કરજો આપણાં ગુજરાત ની ગૌરવ ગાથા.

ધરી થી ગીર જંગલના રસ્તે ઉના જવાનો રસ્તો રોમાંચક છે એકદમ શાંતિ આજુબાજુ લીલોતરી ઉપર આસમાની આકાશ અને પક્ષીઓનો કલબલાટ તેમજ સાવજો ની ત્રાડ તમને રોમાંચિત કરી મુકશે. કુદરતી સોંદર્યનો અખૂટ ખજાનો ચોમાંશાની ઋતુમાં જોવા મળે છે. સાસણ ગીર અને ધારી પંથકમાં તમને સાવજો સામાન્ય લોકોની જેમ ખેતરમાં ફરતા પણ જોવા મળી જશે પરંતુ તે જોખમી છે ક્યારેય આવું સાહસ કરવું નહિ અમારી સલાહ અને સુચન છે. જગલના પશુ પક્ષીઓ એમની મોજ મસ્તીમાં હોય છે તેમને ક્યારેય પણ હેરાન કરવા નહિ.

જો અમારો આ લેખ ગમ્યો હોય તો મિત્રો શેર લાઈક કોમેન્ટ જરૂર કરજો અને હા આવાજ વધારે જોવાલાયક સ્થળો રાજકીય વિશ્લેષણ અને જાણવા જેવું વાંચવા માટે અમારા પેજને પણ લાઈક શેર જરૂર કરજો.