વાહનોની HRPS નંબર પ્લેટની મર્યાદાને લઈને આવ્યા ખુબજ મહત્વના સમાચાર
રાજ્ય સરકારે હાઈસિક્યોરિટી નંબર પ્લેટની કામગીરીને રીવ્યુ કરી છે અને મુદતમાં ફરી એક વખત વધારો કર્યો છે. જૂના વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવાવની મુદત હોવી સરકારે 31 ડિસેમ્બર 2018 સુધી લંબાવી દીધી છે. આરટીઓ પર વધતા ઘસારા અને લોકોને પડતી હાલંકી ના કારણે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દર મહિને 12 લાખ જેટલા વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાડવામાં આવે છે અને લગભગ એક કરોડ જેટલા રજિસ્ટર વાહનો માં હજુ હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે. તે જોતા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે 5 જાન્યુઆરી નક્કી કરી હતી પરંતુ ત્યારબાદ સરકારે જાન્યુઆરી માં 15 ફેબ્રુઆરી આખરની તારીખ રાખી હતી પરંતુ ફેબ્રુઆરીમાં પણ આ કામ ન થઈ શકતા 31 માર્ચ નક્કી કરી, ત્યારબાદ 30 એપ્રિલ અને ત્યારબાદ ફરી રીવ્યુ કરીને 31 જુલાઈ આખર મુદત કરી હતી ત્યાર બાદ પણ રીવ્યુ કરી અને ફરીથી 31 ઓગસ્ટ સુધીની મુદત લંબાવી હતી. પરંતુ હજુ કામ થઈ શક્યું નથી એટલે મુદતને લંબાવીને ડિસેમ્બર સુંધી પછી ઠેલવામાં આવી છે. હાઈસિક્યોરિટી નંબર પ્લેટ બદલવા આવતા વાહનો ધીમે ધીમે વધી રહ્યાં છે અને આરટીઓ માં રશ વધતો જાય છે ત્યારે સમય મર્યાદામાં તમામ વાહનોમાં નંબર પ્લેટ બદલી શકાય તેમ ન હોવાથી સરકારે વધુ એક વખત સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર સુધી લંબાવી છે અને જનતાને રાહત આપી છે જેથી કરીને આરટીઓ પર ઘસારો ઓછો થાય અને લોકોને હલાકીનો ભોગ ના બનવું પડે.



