GujaratSocial Media Buzz

અમિત ચાવડાએ આ ઉમદા કાર્ય કરીને જીતી લીધું દિલ, તમે પણ બોલી ઉઠશો હમારા પ્રેસિડેન્ટ ઐસા હો!!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આમ તો સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને અનેક પ્રમુખો જોયા છે. વધારે ઈતિહાસમાં ઊંડા ઉતરવા ના જઈએ તોયે છેલ્લા અમુક સમયની વાત કરીએ તો વર્તમાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડા ઘણી સાદગી સાથે કાર્યકરોથી લઈને સૌ મુલાકાતી સાથે વર્તન કરે છે.

અમિત ચાવડા

અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનતી વખતે પણ કાર્યકર તરીકે જ રહેવાની વાત કરી હતી, તેમાં સારી બાબત તે છે કે ખરેખર તેઓએ બોલેલું પાળ્યું છે અને આજેપણ સૌ કોઈ કોંગ્રેસ કાર્યકર સ્વીકારે છે કે પ્રમુખ હોવાનો કોઈ અહમ રાખ્યા વગર પ્રમુખ પદની ગરિમા સાથે સામાન્ય કાર્યકરની જેમ જ આજેપણ સૌ કોઈને મળે છે.

આમ તો તેમાં વ્યવહાર વર્તનની વાતથી વિશેષ તેમણે સોમવારે એવું કંઈક ઉમદા કાર્ય કર્યું કે જેના કારણે એક વ્યક્તિનું તેમણે દિલ જીતી લીધું છે. તારીખ ૬, ઓગસ્ટ ૨૦૧૮ ના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, રાજીવ ગાંધી ભવનના સ્ટાફ મેમ્બર તેવા સુરેન્દ્રસિંહ ચાવડા નામના કર્મચારી કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં ટાઈપીંગનું કામ કરે છે, તેમનો હતો જન્મદિવસ.

હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ૨૦ કર્મચારીઓનો સ્ટાફ છે, કોઈપણ કર્મચારીનો જન્મદિવસ હોય ત્યારે તેઓ મળીને તેમનો જન્મદિવસ કેક કાપીને ઉજવતા હોય છે. ત્યારે એકતરફ જે નેતાઓ એક લેવલ પર પહોંચ્યા પછી કાર્યકરોથી પણ એક અંતર રાખવા લાગતા હોય છે.

અમિત ચાવડા

તેવામાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સામેથી સ્ટાફ મેમ્બર્સને સામેથી કહ્યું હતું કે, જયારે તમે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતાં હોવ છો ત્યારે કેમ મને જાણ નથી કરતાં ?

ત્યારે સોમવારે GPCC ના કર્મચારી સુરેન્દ્રસિંહની જન્મદિવસની ઉજવણી પ્રદેશ કાર્યાલયના કોન્ફરન્સ રૂમમાં શરુ થઇ તેમાં અમિત ચાવડાએ આપેલી હાજરીથી સુરેન્દ્રસિંહ ઉપરાંત દરેક કર્મચારી અને કાર્યકરનું દિલ તેમણે જીતી લીધું છે.

અમિત ચાવડાએ તેમના વચ્ચે જઈને ઉજવણીમાં આપેલી હાજરીથી ફક્ત તે લોકોમાં આદર વધ્યો છે એટલું જ નહીં પરંતુ તેમની વચ્ચે સૌથી પ્રિય નેતા પણ બની ગયા છે.

અમિત ચાવડા

નાનામાં નાના વ્યક્તિના પણ દરેક પ્રસંગમાં હાજરી આપીને, સાથે ઉભા રહીને લોકોના દિલમાં વસી જતા સાચા અર્થના નેતા તરીકેની છાપ ધરાવતા અમિત ચાવડાએ GPCC માં વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેનાથી સામેના વ્યક્તિના સમગ્ર જીવનમાં યાદ રહી જાય તેવી છાપ છૂટી જતી હોય છે.

અમિત ચાવડા

ગુજરાતમાં કોંગ્રેસમાં જોવા મળતું હોય છે અને કહેવાતું પણ હોય છે કે, પક્ષમાં જેટલા છે કાર્યકરો એટલા નેતા છે. કોઈને નાનામાં નાનો હોદ્દો મળી જાય તો પણ તે મોટા જનનેતા બની ગયા હોવાના વ્હેમમાં આવી જતા હોય છે અને એક એવા એટીટ્યુડથી વર્તન કરવા લાગતા હોય છે.

અમિત ચાવડા

તેવામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખે પોતે જ જ્યારે જમીની વ્યક્તિ તરીકેનું વર્તન કર્યું છે ત્યારે અન્ય કાર્યકરો અને હોદ્દેદારોને પણ ઘણો મોટો સંદેશ મળી ગયો છે, તેમજ દેખાદેખીમાં ઉતરતા લોકોએ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડામાંથી આ બાબત શીખીને જરૂરથી જીવનમાં ઉતારવા જેવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!