Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court

આગોતરા જામીન બાબતે દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા એક મહત્વનું જજમેન્ટ આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાન ની બેંચે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ પાસે આરોપીને ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા કહેવાનો કોઈ અધિકાર નથી.
Justice J.B. Pardiwala અને Justice Ujjal Bhuyan ની બેંચે અવલોકન કર્યું કે, “જો કોર્ટ anticipatory bail નામંજૂર કરવા માંગે તો તે કરી શકે, પરંતુ કોર્ટ આરોપીને હવે સરેન્ડર કરવા કહેવાનો અધિકાર ધરાવતી નથી”
Justice J.B. Pardiwala અને Justice Ujjal Bhuyan ની બેન્ચ એક એવા વ્યક્તિની અરજી સાંભળી રહી હતી, જે સામે છેતરપિંડી અને કૌભાંડના આરોપો હતા અને જેને લઈને ઝારખંડ હાઈકોર્ટએ anticipatory bail અરજી નામંજૂર કરી હતી અને તેને સરેન્ડર કરીને regular bail લેવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આવો આદેશ સંપૂર્ણપણે જુરિસ્ડિક્શન બહાર (without jurisdiction) છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે anticipatory bail નામંજૂર કરવામાં આવે તો તે કરી શકાય, પરંતુ આરોપીને સરેન્ડર કરવા માટે મજબૂર કરી શકાતો નથી.
સુપ્રીમ કોર્ટએ સમજાવ્યું કે જ્યારે મેજિસ્ટ્રેટ cognizance લે છે અને process જારી કરે છે, ત્યારે સામાન્ય રીતે સમન્સ જારી થાય છે અને આરોપીને માત્ર કોર્ટમાં હાજર રહીને કાર્યવાહીનો ભાગ બનવું જરૂરી છે.
CrPCની કલમ 87નો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે સમન્સની જગ્યાએ અથવા તેની સાથે વોરંટ ફક્ત ત્યારે જ જારી થઈ શકે:
- જો કોર્ટને લાગે કે આરોપી ફરાર થઈ શકે છે અથવા સમન્સનું પાલન નહીં કરે, અથવા
- જો સમન્સ મળ્યા પછી પણ યોગ્ય કારણ વગર હાજર રહેતો નથી
કોર્ટએ વધુમાં જણાવ્યું કે પ્રાઇવેટ ફરિયાદના કેસમાં પોલીસ પાસે આરોપીને ધરપકડ કરવાની સત્તા નથી, જ્યાં સુધી કોર્ટ દ્વારા non-bailable warrant જારી ન કરવામાં આવે. ઉપરાંત, CrPCની કલમ 202 હેઠળ તપાસ દરમિયાન પણ પોલીસ આરોપીને ધરપકડ કરી શકતી નથી.
સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કર્યું કે anticipatory bail નામંજૂર કરવામાં આવે તો તે કરી શકાય, પરંતુ આરોપીને સરેન્ડર કરવા માટે મજબૂર કરી શકાતો નથી. સર્વોચ્ચ અદાલતે આપેલા આચુકડાને જામીન માટે મહત્વનો ગણવામાં આવી રહ્યો છે
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ
- Anticipatory bail નામંજૂર કરતી વખતે કોર્ટ આરોપીને Surrender કરવાનો આદેશ આપી શકે નહીં : Supreme Court
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ