સુપ્રીમ કોર્ટ એ ઝારખંડ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા શરતી જામીન આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે અદાલતો નિયમિત અથવા આગોતરા જામીન મંજૂર કરે, ત્યારે તેને કોઈપણ રકમ જમા કરાવવાની શરતને આધીન રાખવી જોઈએ નહીં.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ની બેન્ચ નોંધ્યું કે હાઈકોર્ટે “અસાધારણ આદેશો” પસાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના ગજાનન દત્તાત્રય ગોરે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2025) ના ચુકાદાથી અજાણ છે. તે ચુકાદામાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું હતું કે: “જામીન અરજીઓ ગુણદોષ (merits) ના આધારે નક્કી થવી જોઈએ, આરોપીની ખાતરી પર નહીં.”
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે “તે ખૂબ જ કમનસીબ છે કે આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હોવા છતાં કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ની બેંચે નોંધ્યું કે હાઈકોર્ટે “અસાધારણ આદેશો” પસાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના ગજાનન દત્તાત્રય ગોરે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2025) ના ચુકાદાથી અજાણ છે. તે ચુકાદામાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું હતું કે: “જામીન અરજીઓ ગુણદોષ (merits) ના આધારે નક્કી થવી જોઈએ, આરોપીની ખાતરી પર નહીં.”
સુપ્રીમ કોર્ટ ની ખંડપીઠે નોંધ્યું હતું કે, “આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે. પરંતુ કોર્ટે ચોક્કસ રકમ જમા કરાવવાનો શરતી આદેશ પસાર કરીને પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
અંતે, કોર્ટે ધરપકડની સ્થિતિમાં તેઓને તપાસ અધિકારી દ્વારા લાદવામાં આવેલી શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
- આરોપીને કસ્ટડીમાં લેવાય ત્યારથી 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં ના આવે તો છોડી મુકવો પડશે : Supreme Court
- બિનનોંધાયેલ હક્કકમી દસ્તાવેજથી સ્થાવર મિલકતની માલિકી તબદીલ થઈ શકે નહીં: છત્તીસગઢ હાઈકોર્ટ
- ચેક આપનારના સરનામે મોકલાયેલી ચેક બાઉન્સ ની નોટિસ પરિવારના સભ્ય દ્વારા સ્વીકારવામાં આવી હોય તો પણ તેની બજવણી કાયદેસરની ગણાશે : સુપ્રીમ કોર્ટ
- Part Payments ની વિગત જાહેર ન કરી હોય અથવા ચેક પર તેની નોંધ ન કરી હોય, તો ચેક બાઉન્સ નો કેસ ટકી શકે નહીં: કેરળ હાઈકોર્ટ
- ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ

