World

ભ્રષ્ટ્રાચારના કેસમાં નવાઝ શરીફને ૧૦ વર્ષ અને પુત્રી મરીયમ નવાઝને ૭ વર્ષની કેદ સાથે જંગી રકમનો દંડ ફટકારતી પાકિસ્તાની કોર્ટ

ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરિફ, તેમની પુત્રી મરીયમ નવાઝ અને જમાઈ કેપ્ટન સફદરને હાઈ પ્રોફાઈલ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરિફ, તેમની પુત્રી મરીયમ નવાઝ અને જમાઈ કેપ્ટન સફદરને હાઈ પ્રોફાઈલ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી પાકિસ્તાની અદાલતે શુક્રવારે નવાજને ૧૦ વર્ષની જેલ અને ૭૨ કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો હતો. નવાજ શરીફની પુત્રી મરીયમને ૭ વર્ષની સજા સાથે રૂપિયા ૧૮ કરોડનો દંડ કર્યો છે તેમજ મરિયમ ના પતિ સફદરને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસ એવનફેલ્ડ, લંડનમાં સ્થિત ૪ ફ્લેટ્સ સાથે જોડાયેલ છે. જે નવાજ શરીફે ભ્રષ્ટ્રાચાર ના નાણાથી ખરીદ્ય હોવાનું પાકિસ્તાની મીડીયાએ પુષ્ટિ કરી છે. વધુમાં  પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે નવાઝે ૧૯૯૩ માં આ ફ્લેટ ખરીદ્યો હતો અને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબીએ) એ આક્ષેપ કર્યો હતો કે નવાજ શરીફ દ્વારા ભ્રષ્ટાચાર ભંડોળમાંથી આ ફ્લેટ્સ ખરીદવામાં આવ્યા હતા. અદાલતે નવાજને દોષિત ઠરાવી સજા ફટકારીને કહ્યું કે બ્રિટીશ સરકારે ફ્લેટ્સ જપ્ત કરી લેવા જોઈએ.

ગત વર્ષે ગઈ હતી નવાજની ખુરશી

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઈ માં, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પનામા પેપર લિક કેસમાં નવાઝ શરિફને ભ્રષ્ટાચારના આરોપ માં દોષિત ગણીને તેમને આજીવન ચૂંટણી લડવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ ચુકાદા બાદ નવાજ શરીફે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને હવે ચૂંટણી પંચે નવાજ શરીફની પુત્રી મરીયમ પર પણ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જીઓ ન્યૂઝના જણાવ્યા મુજબ, કમિશનએ જણાવ્યું હતું કે મરીયમનું નામ બેલેટ પેપર પરથી તાત્કાલિક દૂર કરવામાં આવે તેમજ તેમના પતિ સફદર પર પણ ચુંટણી લડવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ૩૪૨ બેઠકો છે અને ૨૭૨ બેઠકો પર આગામી ૨૫મી જુલાઇએ ચૂંટણી યોજાનાર છે એ પહેલા પાકિસ્તાન માં રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે.

સીધો ફાયદો ઇમરાન ખાનને

આવી પરીસ્થીતીમાં આનો સીધો ફાયદો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનને અને તેમની પાર્ટી પાકિસ્તાન તહેરીકે-ઈ-ઇન્સાફને સીધો ફાયદો થશે અને પાકિસ્તાનમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવવની સંભાવના છે. વીત્યા એક વર્ષમાં જોવા જઈએ તો ઇમરાનની લોકપ્રિયતામાં ૮ ટકાનો વધારો થયો છે. અને પાકિસ્તાન માં પોતાની લોકપ્રિયતા સ્થાપિત કરવાનો બીજો એક મોકો પણ ઇમરાન ને મળી રહ્યો છે હવે જોવાનું એ છે કે શું ઇમરાન આ તકને ઝડપી શકશે અને પાકિસ્તાની જનતા શું ઇમરાન પર વિશ્વાસ કરીને સત્તાની ચાવી સોંપશે?

Related Articles

Back to top button
આજનું રાશિફળ!