IndiaPolitics

તો શું મહારાષ્ટ્રમાં શરદ પવાર નો પાવર ઘટાડવાની ભાજપની મોટી રાજરમત છે??

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર પડી ગઈ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. સત્તાધારી પક્ષ શિવસેના ના જ 40 જેટલા ધારાસભ્યો બાગી બની ગયા છે અને શિવસેના ને કોરને મૂકીને પીટ જ શિવસેના છે એવું બતાવી ભાજપ ના સહારે એકનાથ શિંદે મુખ્યમંત્રી બની ગયા. આ સમગ્ર ઘટના દરમ્યાન શરદ પવાર ની ભૂમિક પાર સૌની નજર ટકેલી હતી. પરંતુ આ તમામ ઘટના શરદ પવાર જયારે મહારાષ્ટ્રમાં નોહતા ત્યારે થઇ હતી. છતાં પણ મહારાષ્ટ્ર સરકાર પર આવી પડેલ રાજકીય સંકટમાં એનસીપી પ્રમુખ શરદ પવારની ભૂમિકા પર પણ બધાની નજર હતી. પરંતુ ગુરુવારે એકનાથ શિંદેના શપથવિધિની સાથે જ પવારની ભૂમિકાનો પણ અંત આવી ગયો છે.

શરદ પવાર,રાજ્યસભા
ફોટો: સોશિયલ મીડિયા

મહારાષ્ટ્રમાં સરકાર બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે અને આખરે પવારના તમામ દાવાથી માંડીને વાયદા નિષ્ફળ સાબિત થયા. રાજકીય સંકટ એટલું ગગેરું બની ગયું કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. એટલું જ નહીં હવે મહારાષ્ટ્રમાં પવાર નો પાવર ઓછો કરવા ભાજપે કમર કસી લીધી છે. સત્તા જતા જ પવારને આવકવેરા વિભાગની નોટિસ પણ મળી ગઈ છે અને હવે એકનાથ ના સહારે ભાજપ એનસીપી પ્રમુખ શરદ પવારના ગઢ સાતારા પર પણ પોતાની નજર જમાવી છે. ભાજપ સતારામાં પોતાને મજબૂત કરવા માથામણકરી રહ્યું છે. શરદ પવારે મહારાષ્ટ્રના રાજકીય સંકટ બાબતે કેટલાય નિવેદનો આપેલા પરંતુ શિવસેના ના બાગી વિધાયકોના પેટનું પાણી હલ્યું નહીં.

ભાજપ, મહા વિકાસ અઘાડી, ઉદ્ધવ ઠાકરે
ફોટો સોશિયલ મીડિયા

એનસીપી પ્રમુખ શરદ પવારે ૨૩ જૂને દાવો કર્યો હતો કે તેમની ગઠબંધન સરકાર આ રાજકીય સંકટમાંથી ઊગરી જશે. અમે મહારાષ્ટ્રમાં આવી સ્થિતિ ઘણી વાર જોઈએ. મારા અનુભવથી હું કરી શકું છું કે અમે આ સંકટને હરાવી દઈશું અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આ સરકાર સરળતાથી ચાલશે. અમે છેલ્લે સુધી સમર્થન કરીશું. બળવાખોર ધારાસભ્યોના નવા ગઠબંધનનું ખાસ મહત્ત્વ નથી. પરંતુ અંતે સરકાર પડી ગઈ અને ભાજપના સમર્થન સાથે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રી બની ગયા. સત્તા બહાર જતાં જ શરદ પવાર ને ઈન્કમટેક્સની નોટિસ મળી ગઈ છે. આ બાબતે પણ શરદ પવારે જાહેરમાં ભાજપને દોષી કહી. NCP ચીફ શરદ પવારે કેન્દ્ર પર તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો અને કહ્યું- ‘આજકાલ ED અને કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે અને તેના પરિણામો દેખાઈ રહ્યા છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

શરદ પવારે કહ્યું કે, વિધાનસભાના ઘણા સભ્યોનું કહેવું છે કે તેમને તપાસની નોટિસ મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું છે કે તેમને ચૂંટણી સોગંદનામા અંગે આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. પવારે ગઈ કાલે પુણેમાં આ વાત કહી. પવારે ભાજપ સરકાર હેઠળ કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ વિશે પણ વાત કરી હતી અને દાવો કર્યો હતો કે તેમને 2004, 2009 અને 2014માં તેમના ચૂંટણી સોગંદનામાના સંદર્ભમાં આવકવેરા વિભાગ તરફથી નોટિસો મળી હતી. બાદમાં ટ્વીટ કરીને પવારે આઈટી તરફથી નોટિસની જાણકારી પણ આપી હતી. તેણે લખ્યું, ‘મેં 2009માં લોકસભા માટે ચૂંટણી લડી હતી.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

પવારે જણાવ્યું હતું કે, વર્ષ 2009 પછી હું 2014ની રાજ્યસભાની ચૂંટણીમાં ઊભો રહ્યો. અને હવે મને 2020ની રાજ્યસભાની ચૂંટણી માટેના સોગંદનામા અંગે પણ નોટિસ મળી છે. સદભાગ્યે મારી પાસે તેની બધી માહિતી ક્રમમાં છે. કેન્દ્ર પર તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતા પવારે લખ્યું, “આજકાલ ED અને કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે અને તેના પરિણામો દેખાઈ રહ્યા છે.” વિધાનસભાના ઘણા સભ્યોનું કહેવું છે કે તેમને તપાસની નોટિસ મળી છે. આ નવી પદ્ધતિ શરૂ થઈ છે. અમે પાંચ વર્ષ પહેલા EDનું નામ પણ જાણતા ન હતા. આજે પણ ગામડાઓમાં લોકો મજાકમાં કહે છે કે તમારી પાછળ ED હોવી જ જોઈએ.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

પવારે વધુમાં કહ્યું કે આ સિસ્ટમનો ઉપયોગ અલગ-અલગ રાજકીય વિચારો ધરાવતા લોકો માટે થાય છે. તેણે આગળ લખ્યું, ‘મને પણ આવકવેરા તરફથી આવો જ એક પ્રેમ પત્ર મળ્યો છે. તેઓ હવે 2004ની લોકસભા ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં રહેલી માહિતીની ચકાસણી કરી રહ્યા છે. તેથી મને માહિતી આપવામાં ચિંતા નથી. પવારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના દાવાને પણ નકારી કાઢ્યો હતો કે શિવસેનાનું એનસીપી અને કોંગ્રેસ સાથેનું જોડાણ તેમના બળવાનું પ્રાથમિક કારણ હતું. તેમણે કહ્યું, “આ આરોપ પાયાવિહોણા છે. એનસીપી અને કોંગ્રેસ સાથે તેને કોઈ લેવાદેવા નથી. લોકોને કંઈક કહેવું છે (બહાના તરીકે), તેથી એનસીપી અને કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!