ભાષણ અને ફેશન મામલે રાહુલ ગાંધી બની રહ્યા છે યુવાનોમાં પ્રિય! જાણો કેમ?

હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ભાષણ અને ફેશનના કારણે ચર્ચામાં છે. લોકસભા હોય કે પ્રેસકોન્ફરન્સ રાહુલ ગાંધી મોદી સરકારને આડે હાથ લઇ રહ્યા છે ચારે બાજુ તેમના આક્રમક તેવરના ચર્ચા છે.
રાહુલ ગાંધી હાલ આક્રમક મુડમાં દેખાઈ રહ્યા છે દરેક મુદ્દે સરકારને રાતા પાણીએ રોવડાવીને દિવસે તારા બતવી રહયા છે. રાફેલ હોય કે ડિમોનેટાઈઝેશન રાહુલ ગાંધી મોદી સરકાર પર હાવી થઈ રહ્યા છે. રાહુલ ગાંધીના ભાષણ પણ હવે ચર્ચાનો વિષય બની ગયા છે. આક્રમકતા અને ટુ ધ પોઇન્ટ એ રાહુલના ભાષણની મુખ્ય વિશેષતા છે.

ભાષણ તો ઠીક હવે રાહુલ ગાંધીના પહેરવેશ પણ ચર્ચાનો વિષય બની છે. હા અત્યારે નેતાઓથી માંડીને યુવાનો સુંધી રાહુલ જેકેટનો ક્રેઝ છે. રાહુલ ગાંધી જે જેકેટ પહેરી રહ્યા છે તે ક્યારેક બ્લેક તો ક્યારેક મિલિટરી ગ્રીન તો ક્યારેક બ્લુ હોય છે. આ જેકેટે હાલમાં માર્કેટમાં ધૂમ મચાવી છે. આ જેકેટને હવે લોકો રાહુલ જેકેટ પણ કહે છે. નેતાઓની વાત કરીએ તો મધ્યપ્રદેશના જ્યોતિરાદીત્યા સિંધિયા, રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઇલોટ, હરિયાણાના દીપેન્દ્ર સિંહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા થી માંડીને તમામ નેતાઓ અને ખાસ તો યુવાનો પણ આ રાહુલ જેકેટમાં દેખાઈ રહ્યા છે.

પહેલા એવો પણ સમય હતો કે રાહુલ ગાંધીને મીડિયામાં ક્યાય સ્થાન મળતું નોહતું અને હવે એવો સમય છે કે મીડિયા વાળા રાહુલ ગાંધીને સ્થાન આપવાનું ચુકતા નથી. કારણ રાહુલ ગાંધીની યુવાનોમાં વધતી લોકપ્રિયતા અને તેમની આક્રમકતા. જમીનથી જોડાયેલા મુદ્દાને આક્રમકતાથી સરકાર સમક્ષ મુકવા તેમજ જે બોલે એ કરી બતાવવાની ક્ષમતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં જનતાને જે વાયદાઓ કર્યા હટા તેને નિયત સમય પહેલા જ પૂર્ણ કરી બતાવ્યા આ કાર્યપદ્ધતિએ તેમની ઈમેજ મેકોવર કરી નાખી.

મધ્યપ્રદેશ અને છતીસગઢ ભાજપના ગઢ કિલ્લા ગણવામાં આવતા હતા જેને ધ્વસ્ત કરીને યુવાનો તેમજ પાર્ટી કાર્યકર્તાઓમાં નવા જોશ અને ઉમંગનો સંચાર કરીને રાહુલ ગાંધીએ પોતાની કાબેલિયત અને પાર્ટી અધ્યક્ષ તરીકેની ક્ષમતા બતાવી દીધી. જે ભાજપ રાહુલ ગાંધી પર નિષ્ફળ અધ્યક્ષ નો દાવ રમતી હતી એજ ભાજપને રાહુલ ગાંધીએ તેમનાજ ગઢમાં ચારેખાને ચિત કરી નાખી.

ઉલ્લેખનીય છે કે હવે લોકસભાને માત્રને માત્ર ૮૦ થી ૯૫ દિવસો બાકી રહ્યા છે અને રાહુલ ગાંધીના તીખા તેવર મોદી સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. ખેડૂતોના દેવામાફીના પગલે રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી કરતા બેહતર બનાવી દીધા છે કારણકે જે મોદી સરકાર દેશમાં સાડા ચાર વર્ષમાં ના કરી શકી તે રાહુલ ગાંધીએ રાજસ્થાન મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ૨૪ કલાક માં કરી બતાવ્યું.