સોનિયા ગાંધી ને ૧૪ માર્ચ, ૧૯૯૮ ના રોજ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ કોંગ્રેસ પાર્ટી માટે એવો સમય હતો જયારે કોંગ્રેસ સંપૂર્ણ પણે વિખેરાઈ ગઈ હતી અને લગભગ ભારત કોંગ્રેસ મુક્ત બની ચુક્યું હતું. દેશના માત્રને માત્ર ચાર રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચી હતી.

સોનિયા ગાંધી ના નેતૃત્વમાં પહેલી લોકસભા ચુંટણી ૧૯૯૮ માં હાર્યા બાદ સોનિયા ગાંધીએ વર્ષ ૨૦૦૪ આવતા સુંધી કોંગ્રેસને ફરી બેઠી કરવાના જબરદસ્ત પ્રયત્નો કર્યા. ગામથી લઈને દિલ્લી કોંગ્રેસ ઓફીસ સુંધી જબરદસ્ત સંગઠન અને દરેક કાર્યકરને સક્રિય કર્યા બાદ ૨૦૦૪ માં સોનિયા ગાંધી ના નેતૃત્વમાં બીજી લોકસભા ચુંટણી લડવામાં આવી અને કોંગ્રેસે અટલ બિહારી બાજપાઈની લોકપ્રિય સરકાર સામે જીત મેળવી જે ૨૦૧૪ સુંધી સતત ૧૦ વર્ષ મજબુતીથી સરકાર ચલાવી.

હવે વર્ષ ૨૦૧૪ માં હાર જોયા બાદ ૨૦૧૯ માં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચુંટણી લડાઈ રહી છે પરંતુ વ્યૂહરચનાની ગોઠવણ અને અનુભવ સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી કરતા વધારે છે માટે બંધ બારણે સોનિયા ગાંધી સરકાર બનાવવા માટેની રણનીતિને અંતર્ગત કોંગ્રેસ કોર કમિટી બેઠક બોલવવા તેમજ કોંગ્રેસના “કી પર્શન” ગણી શકાય એવા લોકો સાથે ચર્ચા વિમર્શ કરી રહ્યા છે.

સોનિયા ગાંધી દ્વારા વાય એસ આર કોંગ્રેસ અધ્યક્ષ જગન રેડ્ડી, તેલંગાનાના મુખ્યમંત્રી અને ટીઆરએસના વડા કેસીઆર રાવ સાથે સંપર્ક કરી ચુક્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી દ્વારા ૨૨ જેટલા વિપક્ષી નેતાઓને પત્ર લખવામાં આવ્યો છે અને તેમને ૨૩ મી એ ચુંટણી પરિણામના દિવસે દિલ્લીમાં યોજાવા જઈ રહેલી મીટીંગ માં હાજર રહેવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

સોનિયા ગાંધી દ્વારા થર્ડ ફ્રન્ટ તેમજ યુપીએની સહયોગી પાર્ટી તેમજ ગેર એનડીએના નેતાઓને પણ આ પત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત સોનિયા ગાંધી ના સલાહ અને સુચન દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ દ્વારા ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

થર્ડ ફ્રન્ટ માં શામેલ અને ગેર એનડીએ જેવી લોકલ પાર્ટીઓને એક સાથે આવવા અને ભાજપા એનડીએ વિરુદ્ધ એકજુટ થવા માટે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ પણ પ્રયત્ન કરી રહ્યા છે.

આ ઉપરાંત તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકેના વડા સ્ટાલીન પણ વિપક્ષી એકતા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને તમામ વિપક્ષી પાર્ટીને ભાજપ વિરુદ્ધ લામબંધ કરવા પ્રયત્નો કરી રહ્યા છે. થોડા સમય પહેલાજ તેલંગાના ના મુખ્યમંત્રી અને ટીઆરએસના વડા કેસીઆર રાવ તેમની સાથે મુલાકાત કરી ચુક્યા છે અને આ બાબતે ચર્ચા પણ કરી ચુક્યા છે.

સોનિયા ગાંધી દ્વારા થર્ડફ્રન્ટના નેતાઓનો સંપર્ક કરવો અને જો અને તોની રણનીતિ સફળ થાય તો ભાજપ એનડીએને સરકાર બનાવવી એ દિવાસ્વપ્ન સમાન બની રહેશે. કોંગ્રેસ માટે સોનિયા ગાંધી હમેશા આશાનું કિરણ રહ્યા છે વર્ષ ૧૯૯૮ ના જેવીજ પરિસ્થિતિ હાલ ૨૦૧૯માં છે અને સોનિયા ગાંધી ફરી સક્રિય થયા છે તે સાથે જ ભાજપ અને એનડીએના નેતાઓમાં ચિંતા નો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૧મી મે ના રોજ દિલ્લીમાં થર્ડ ફ્રન્ટના નેતાઓની એક અત્યંત મહત્વની બેઠક મળવા જઈ રહી છે તેમાં લગભગ ૨૨ જેટલી પાર્ટીઓ મળવા જઈ રહી છે અને સરકાર બનવવા અંગે મહત્વની ચર્ચા હાથ ધરવામાં આવશે તેવા એજન્ડા સાથે દિલ્લીમાં આ મીટીંગ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હાજર રહિ શકે છે.



