IndiaWorld

પાકિસ્તાને પરમાણુ યુદ્ધની ધમકી આપી LOC પર ખડકી સેના! જાણો ભારત ની તૈયારી!

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ચારેબાજુથી પાકિસ્તાન પ્રધાનમંતત્રી પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ અમેરિકા સહિત સમગ્ર વિશ્વના દેશો ભારતના સમર્થનમાં છે એક માત્ર ચાઇના ને છોડીને. ભારતનો વિરોધ કરવા પાકિસ્તાન વિશ્વ લેવલે હવાતિયાં મારી રહ્યું છે પરંતુ કશું ઉપજે તેમ દેખાઈ રહ્યું નથી. યુનાઇટેડ નેશનથી ઓણ પાકિસ્તાન ખાલી હાથે પાછું ફર્યું છે. તો અમેરિકા રશિયા જેવા દેશોએ પાકિસ્તાનને સમર્થન આપવાની જગ્યાએ આતંકવાદને ડામવાની વાત કરી નાખી.

પાકિસ્તાન
ફોટો: સોસીયલ મીડિયા (Photo by THOMAS PETER / POOL / AFP)

પાકિસ્તાન દ્વારા ભારતને કાશ્મીર મુદ્દે ઘેરવા અને દબાબવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા જેમાં પકીસ્તાને ભારત માટે પોતાનું એસ્પેસ બંધ કરવાની ધમકી આપી, પાકિસ્તાન દ્વાર ભારત સાથેની તમામ બોર્ડરને શીલ કરવાની પણ ચેતવણી આપવામાં આવી તેમજ પાકિસ્તાન દ્વાર વાઘાબોર્ડર પણ શીલ કરવાની ચેતવણી આપવામાં આવી. સાથે સાથે પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા ભારત સાથે તમામ રાજનૈતિક સંબંધો પણ ખતમ કરવાની વાત ઉચ્ચારવામા આવી અને દ્વીપક્ષી મંત્રના પણ બંધ કારીદેવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. તેમજ અતિ મહત્વની એવી સમજોતા એકપ્રેસ પણ બંધ કરી દેવામાં આવી.

પાકિસ્તાન
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનની ધમકીની ઐસી કઈ તૈસી કરીને ભારતે આ તમામ ધમકીની અવગણીને જમ્મુ કાશ્મીરમાં શાંતિના જે પાગલ લેવામાં આવી રહ્યા છે તે લીધા અને વૈશ્વિક ફલક પાર પાકિસ્તાનને આતંકી દેશ અને અશાંતિ ફેલાવનારા દેશની છાપ ઉભી કરી નાખી. આમતો પાકિસ્તાનની આ છાપ પહેલાંથી હતીજ તેના કાળા કામોને લીધે જે છબી વધારે ખરડાઈ ગઈ. ગઈ કાલે પાકિસ્તાન પ્રધાનમંતત્રી દવારા પાકિસ્તાનની જનતાને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ પાકિસ્તાનની જનતાને મૂર્ખ બનાવવાના પ્રયત્નો કર્યા.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાન પ્રધાનમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને વૈશ્વિક મુદ્દો બનાવી લેવામાં આવ્યો છે જે વર્ષો બાદ આંતરરાષ્ટ્રીય લેવલે ચર્ચામાં છે. જેને વર્ષોબાદ યુનાઇટેડ નેશનમાં ચર્ચા સ્થાને જગ્યા માલી તેમજ આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ચર્ચાનો ભાગ બન્યું. આ ઉપરાંત પાકિસ્તાન પ્રધાનમંત્રીએ ભારતને પરમાણુ યુદ્ધની પણ ચેતવણી આપી અને ધમકી આપતાં કહ્યું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન કોઈપણ હદ પાર જઇ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોઈન વિજેતા બનશે એ નક્કી નથી કારણકે બંને દેશો પાસે પરમાણુ હથિયાર છે કોઈ વિજેતાબની શકશે નહીં.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં તેમણે કહ્યું કે આ તમામની જવાબદારી વિશ્વના સુપરપાવર દેશોનો રહશે તેઓ અમને સમર્થન આપે કે ના આપે પાકિસ્તાન છેલ્લી હદ સુંધી જશે. બીજી તરફ પાકિસ્તાન અને ચાઇના દ્વારા એરિયલ એકરસાઈઝ કરવામાં આવી રહી છે જેના પાર ભારતીય વાયુ સેના દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભારત પાસે પણ પરમાણુ હથિયાર છે અને હમણાંજ રક્ષામંત્રી દ્વારા ભારતની પરમાણુ નીતિ બદલવાની વાત પણ કરવામાં આવી છે. જેમાં ભારત ક્યારેય પહેલા પરમાણુ હુમલો નહીં કરે તેવી નીતિ બદલીને ભારત પોતાની રક્ષા માટે જરૂર પડ્યે પહેલા પરમાણુ હુમલો કરી શકશેનો બદલાવ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા અવારનવાર ધમકીઓ આપવમાં આવી રહી છે જેના કારણે ભારતે તેની દરેક સરહદ પર એલર્ટ અને ત્રણેય પાંખને સ્ટેન્ડટુ માં રાખવામાં આવી છે. ભારતીય સૈન્ય કોઈપણ કાર્યવાહી માટે સજ્જ છે અને પાકિસ્તાનની નાપાક હરકત માટે પાકિસ્તાનને તેનીજ ભાષામાં મુહતોડ જવાબ આપવા માટે ભારતની સૈન્યની ત્રણેય પાંખ આર્મી, નેવી અને વાયુ સેના સંપૂર્ણ પણે તૈયાર છે. પાકિસ્તાન દ્વારા ૧૦૦૦ SSGકમાન્ડો LOC પર ખડકી દેવામાં આવ્યા છે. જેના પર ભારતીય સેનાની ત્રણેય પાંખની નજર છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!