Politics

પીએમ મોદીના ઉદ્યોગપતિવાળા નિવેદન પર કોંગ્રેસ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી

કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ પીએમ મોદી પર પલટવાર કરતા કહ્યું કે, “જે લોકો બેન્કિંગ ક્ષેત્રને બરબાદ કરીને એન્ટીગુઆ, લંડન જતા રહ્યા એમની જોડે ફોટો પડાવવા માટે પીએમ મોદીને જો કોઈ વાંધો નથી તો હું આ એમની વિવેક બુદ્ધિ પર છોડું છું.”

પીએમ મોદીના ઉદ્યોગપતિઓ સાથે સાર્વજનિક સ્થળો પર સાથે જવામાં દેખાવામાં વાંધો નથી કે ડરતો નથી વાળા નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, “પીએમને એવા લોકો સાથે ફોટો પદાવવામાં કોઈ સમસ્યા નથી જેમની પર બેન્ક સાથે છેતરપિંડી કરીને એન્ટીગુઆ અને લંડન ભાગી જવાનો આરોપ છે, તો હું પ્રધાનમંત્રી પદની સચ્ચાઈ અને પ્રતિષ્ઠા આવા ઉદ્યોગપતિઓને આપવાની જવાબદારી પ્રધાનમંત્રી મોદીની સમજશક્તિ પર છોડું છું.”

એમણે જણાવ્યું કે, “સવાલ મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓનો નથી, સવાલ એ છે કે તે કેવા અને કોણ છે!” તેમણે કહ્યું કે, “કોંગ્રેસ મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓની વિરોધી નથી પરંતુ પૂર્વગ્રહ પૂર્ણ મૂડીવાદીઓથી છે.” અમુક ચોક્કસ મૂડીવાદીઓની તરફેણ કરીને દેશને જે નુકશાની થાય છે તે તરફ મનીષ તિવારીએ ઈશારો કર્યો.

મનીષ તિવારીએ પીએમ મોદી દ્વારા પોતાની તુલના મહાત્મા ગાંધી સાથે કરી તેના પર જણાવ્યું કે, “આનાથી વધારે આશ્ચર્ય પમાડે તેવું બીજું કશું હોઇજ ના શકે કે પ્રધાનમંત્રીએ પોતાની તુલના મહાત્મા ગાંધી સાથે કરી!” એમણે જણાવ્યું કે, “એ ઉદ્યોગપતિઓ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સાથે હતા અને એમનું લક્ષ્ય ભારત દેશની આઝાદી હતું. એવા લોકો નોહતા કે જેમણે દેશના બેન્કિંગ ક્ષેત્રની સાથે છેતરપીંડી કરી હોય અને જનતાના લાખો કરોડો રૂપિયા લઈને ભાગી ગયા હોય!”

બીજી તરફ કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલે ટ્વિટ કરી જણાવ્યું કે, સરકારની નીતિ ઉદ્યોગને અનુકૂળ હોવી જોઈએ ના કે માત્ર અમુક ઉદ્યોગપતિઓ પ્રમાણે અનુકૂળ નીતિ હોવી જોઈએ. પીએમ એ ઉદ્યોગકારોના પક્ષમાં ઉભા રેહવું જોઈએ પણ અમુક ગણ્યા ગાંઠ્યાજ ઉદ્યોગકારોના હિત અહિત સાથે ઉભા રેહવું ના જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!