IndiaPoliticsWorld

પાકિસ્તાન પ્રધાનમંત્રીના પુલવામાં જેવા હુમલાના ધમકી ભર્યા નિવેદન બાદ ભારતીય સેનાનો જડબાતોડ જવાબ! જાણો!

ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરમાં ભારત સરકાર દ્વાર આર્ટિકલ 370 રદ કરીને જમ્મુ કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને પાકિસ્તાન દ્વારા ભારત માટે ધમકી ભર્યા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાનથી લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી સુંધી તમામ નેતાઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે ભારત વિશ્વમાં અને જમ્મુ કાશ્મીરમાં શાંતિ ઈચ્છે છે માટે વળતાં નિવેદનો કરવાનું ટાળે છે. પરંતુ હવે પાણી નાક કરતાં વધારે ઉપર વહી જતાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની ધમકીઓ બાબતે કડક જવાબ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાન જમ્મુ કાશ્મીર બાબતે ભારત પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે જેના અનુસંધાને પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર બાબતે અમેરિકાને પત્ર લખીને મધ્યસ્થી કરવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ આજે વહેલી સવારે અમેરિકાના સ્પોકપરસન તરફથી કાશ્મીર અંગે મધ્યસ્થી નહીં કરવાનું અને અમેરિકાની કાશ્મીર બાબતે પોલિસી નહીં બદલવાનું જણાવવામાં આવતાં પાકિસ્તાન ને બળતા પાર ઘી રેડવા જેવું થયું હતું. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ચાઇના પ્રવાસે છે ત્યાં પણ તેઓ કાશ્મીર મુદ્દે ચાઇના પાસે મદદ માંગી શકે છે અને કાશ્મીરને મુદ્દો બનાવી શકે છે.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

આટલાંથી પાકિસ્તાનનું પેટના ભરતાં અને ભારતને કોઈ આર્થિક નુકશાનના થતાં પાકિસ્તાન વધારે ગુસ્સે થયું અને પાકિસ્તાન દ્વારા ભારત માટે પોતાનું એસ્પેસ બંધ કરવાની ધમકી આપી હતી. તેમજ ભારત સાથેની તમામ બોર્ડરને શીલ કરવાની પણ ચેતવણી ઉચ્ચારવામા આવી હતી. સાથે સાથે પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા ભારત સાથે તમામ રાજનૈતિક સંબંધો અને દ્વીપક્ષી મંત્રણા પણ ખતમ કરીદેવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. તેમજ અતિ મહત્વની એવી સમજોતા એકપ્રેસ પણ બંધ કરી દેવામાં આવી જેને ગઈકાલે ભારતીય રેલવે સ્ટાફ દ્વારા ભારત લાવવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત પાકિસ્તાની પ્રધાનમંત્રી દ્વારા સીધો ભારત પર એટેક કરવામાં આવ્યો કે ભારતના આવા પગલાં દ્વારા ફરીથી તેની પર પુલવામાં જેવો ઘાતકીય હુમલો થઈ શકે છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા આવા ભડકાઉ નિવેદન બાદ ભારતીય સેના દ્વારા મુહતોડ જવાબ આપવમાં આવ્યો છે સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરનારને ખત્મ કરી નાખવામાં આવશે. કાશ્મીર ઘાટીમાં અશાંતિ ફેલાવબનો પ્રયત્ન કરીને પણ જોઈ લો અમે અશાંતિ ફેલાવવા વાળને ખત્મ કરી નાખીશું.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢીલ્લો દ્વારા જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાન તરફથી મળતી ધમકીઓ બાબતે ભારતને કોઈ ફરક નથી પડતો. લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢીલ્લો દ્વારા પાકિસ્તાની પ્રધાનમંત્રીના પુલવામાં જેવા ભયંકર હુમલાના ધમકી ભર્યા નિવેદન પર જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાન કાશ્મીર ઘાટીમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન માત્ર કરી જોવે, અમે તેમને ખત્મ કરી નાખીશું. પાકિસ્તાનની ધમકીઓની ભારત પર કોઈ અસર થતી નથી.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીર માં ભારત દ્વારા આર્ટિકલ 370 રદ કરવામાં આવતાં પાકિસ્તાન ભારત પર ગુસ્સે ભરાયું છે અને પાકિસ્તાન ભારતને દબાવવા માટે ઘણાં રસ્તાઓ અપનાવી રહ્યું છે જેમાં યુદ્ધને લાગતી ધમકીઓ પણ આપવામાં આવી રહી છે જે અંગે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનનો કાશ્મીર ઘાટીમાં શાંતિ ભંગનો પ્રયાસ માત્ર તેના અંતની શરૂઆત હશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!