GujaratIndiaPolitics
Trending

તો આ નેતાઓ ભાજપની દશા અને દિશા બદલી નાખશે!! જાણો કયાં?

લોકસભા ચુંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીની માથામણ માં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓના અમદાવાદ થી દિલ્લીના આંટાફેરા વધી ગયા ગયા છે અને જીતે એવા ઉમેદવારની શોધખોળ માં લાગી ગયા છે.

ફોટો: સોશિયલ મીડિયા

હાલ અફવાહોનું બજાર પણ ગરમ છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ભાજપને સૌથી વધારે સીટ મળશે પણ 26 માંથી 26 તો નહીં જ મળે એટલે ભાજપ પણ લેશન કરવામાં લાગી ગઈ છે અને ગત 2014ની લોકસભાની ચુંટણીમાં મળેલી ઐતિહાસિક સફળતા આ વખતે મળે તે માટે પ્રયત્નશીલ છે. ખુદ મુખ્યમંત્રી પણ બધાય કામો મૂકીને જીતના સોગઠા બેસાડવા માં વ્યસ્ત થઈ ગયા છે.

ફોટો: સોશિયલ મીડિયા

સમાચાર આવી રહયા છે કે, કોંગ્રેસ પાટીદાર નેતા હાર્દિક પટેલને તો ચુંટણી લડાવસે જ લડાવસે પણ સાથે સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રનું મોટું પાટીદાર માથું ગણી શકાય એવા નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ ને લડાવવા માટે પ્રયત્ન કરી રહી છે.

નરેશ પટેલના પુત્ર શિવરાજ
ફોટો: સોશિયલ મીડિયા

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ લોક્સભા બેઠક પરથી કોંગ્રેસ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ચુંટણી લડાવી શકે છે. સૌરાષ્ટ્રમાં ખોડલધામ લેઉવા પાટીદારો માટે આસ્થાનું પ્રતિક છે અને હાલમાં સૌરાષ્ટ્રના પાટીદારો ભાજપની વિરોધમાં મોટા પ્રમાણમાં છે.

નરેશ પટેલના પુત્ર શિવરાજ
ફોટો: સોશિયલ મીડિયા

ત્યારે શિવરાજ પટેલ કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભા બેઠકથી લડે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં તેની અસર થાય, સમગ્ર સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારોની વસ્તી ઘણી છે. તો ખોડલધામ પર વિશ્વાસ અને નરેશ પટેલની નામનાને કારણે એકતરફી કોંગ્રેસ પર વિશ્વાસ મુકીને પાટીદારો મતદાન કરી શકે છે. જે ભાજપની બાજી બગાડી શકવા સક્ષમ છે. જે ભાજપની જીતની દશા અને દિશા બદલી શકે છે.

ફોટો: સોશિયલ મીડિયા

સુરતમાં લગભગ ૧૫ લાખ જેટલા પાટીદારો રહે છે અને તેમાં લેઉવા પાટીદારો વધારે છે ત્યારે આ અસર સુરતમાં પણ થઇ શકે છે. અને આજે જ નરેશ પટેલ દ્વારા સુરતમાં ખોડલધામ સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારે લોકસભામાં જો કોંગ્રેસ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને લડાવવામાં સફળ થાય તો ભાજપ માટે કપરા ચઢાણ બની શકે એમ છે.

નરેશ પટેલના પુત્ર શિવરાજ
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ આની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે નરેશ પટેલ દ્વારા કે શિવરાજ પટેલ દ્વારા મગનું નામ મારી પાડવામાં આવ્યું નથી. પરંતુ જો કોંગ્રેસ આમ કરવામાં સફળ થાય તો ભાજપની દશા અને દિશા ચોક્કસ બદલાઈ જશે અને ભાજપ માટે 26 એ 26 લોકસભા સીટ જીતવી એ મહજ એક સપનું બનીને રહી જશે.

ફોટો: સોશિયલ મીડિયા

બીજી તરફ અમરેલી જિલ્લાના સંઘના નેતા અને ખેડૂતોના નેતા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સરકાર સામે આક્રોશ વ્યક્ત કરીને પ્રજાના પ્રશ્નોના વાચા આપવા RSS ના નેતા પ્રશાંત જોશી અને ખેડૂત નેતા ચિમન ગજેરા કોંગ્રેસમાં જોડાયા છે.

ફોટો: સોશિયલ મીડિયા

દક્ષિણ ગુજરાતના સંઘના પ્રશાંત જોશી વર્ષોથી સંઘમાં જોડાયેલા અને સાગર ભારતી સંઘના પ્રાંત સંયોજક તરીકેની જવાબદારી પણ સંભાળી ચુક્યા છે. જેમના કોંગ્રેસમા જોડાવાથી ભાજપને મોટો ફટકો લાગ્યો છે. તો અમરેલીના પાટીદાર આગેવાન ચીમન ગજેરા ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા છે. બંને આગેવાનોની જનતા પર સારી એવી મજબૂત પકડ છે. જે ભાજપનો પ્લાન ફ્લોપ કરી શકે છે.

ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બંને આ ચુંટણીને પ્રતિષ્ઠાનો જંગ સમજીને લડી રહી છે એટલે બંને પાર્ટીઓ મરણિયા પ્રયાસ જરૂર કરશે હોવી જોવાનું એ રહ્યું કે 2014ની માફક ભાજપ 26 કમળ મોકલવામાં સફળ થશે કે પછી કોંગ્રેસ 10-12 પંજા પાડવામાં સફળ થાય છે જોકે કોંગ્રેસમાં ગત લોકસભા ચુંટણી કરતા વધારે તૈયારી અને જબરદસ્ત ઉત્સાહનું વાતાવરણ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!