લોકસભા ચુંટણીનો આગાઝ થઈ ચૂક્યો છે અને પ્રથમ ચરણ પણ સમાપ્ત થઈ ચૂક્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે કે વધારે સીટ માટે અને સરકાર બને પરંતુ જો બંને પાર્ટીઓ માંથી કોઈને બહુમત ના મળે તો!?

હમણાજ સોસીયલ મીડિયા માં મુરલીમનોહર જોશીનો એક પત્ર વાઇરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ માટે કપરા ચઢાણ છે દેખાય છે એ વાસ્તવિકતા નથી. એટલે ભાજપ પણ ટેન્શન માં આવી ગયું છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપે આ અંગે સર્વે પણ કરાવ્યો છે જે બાબતની અમે પુષ્ટિ નથી કરતાં.

બીજી તરફ રાહુલ ગાંધી ના નેતૃત્વમાં કોંગ્રેસ બદલાયેલી દેખાય છે ગત લોકસભા ચુંટણી કરતા આવખતની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ અગ્રેસીવ બનીને બેટિંગ કરી રહી છે. નરેન્દ્ર મોદીની જેમ રાહુલ ગાંધી ભાજપને અને નરેન્દ્ર મોદીને ઘેરવાનો એક પણ મુદ્દો છોડતા નથી. તો ગત લોકસભા કરતાં આવખતે કોંગ્રેસ વધારે મજબૂત છે.

હવે જો અને તો ની ઉઠક બેઠક શરૂ થાય છે. જો ભાજપ કે કોંગ્રેસ જે દેશની સૌથી મોટી પાર્ટીઓ છે બંને માંથી કોઈને બહુમત નો જાદુઈ આંકડો ના મળે તો શું થાય?? એટલે કે કોઈ પાર્ટીઓને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત ના મળે તો શું થાય? ત્રીશંકુ લોકસભાની સ્થિતિનું સર્જન થાય તો!?

જો આવું બને તો કિંગ મેકરની ભૂમિકા માં ક્ષેત્રીય પાર્ટીઓ આવી જાય જેની પાસે સમર્થન વધારે તે ભાજપ કે કોંગ્રેસને સમર્થન આપીને સરકાર બનાવડાવે. એટલે કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચા, ઝારખંડ વિકાસ મોરચા, એઆઇડીએમકે, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, વાયાએસઆર કોંગ્રેસ, બીજેડી, જેડીયું, સીપીઆઈ, સીપીઆઈ(એમ), શિવસેના, વગેરે જેવી અસંખ્ય ક્ષેત્રીય પાર્ટીઓ મેદાનમાં આવી જાય અને પોતપોતાની આઇડીયોલોજી પ્રમાણે પાર્ટીઓને સમર્થન કરીને સરકાર બનાવી શકે છે.

આ ક્ષેત્રીય પાર્ટીઓ લોકસભા ચુંટણીમાં કિંગ મેકર સાબિત થશે પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની એડીચોટીનું જોર લગાવીને બહુમતના આંકડાની નજીક પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છે જેના કારણે તેમને ઓછા સમર્થનની જરૂર પડે.

હાલ ભાજપ સાથે વધારે ક્ષેત્રિય પાર્ટીઓનું સમર્થન છે એનડીએ ગઢબંધનમાં ઘણી ક્ષેત્રીય પાર્ટીઓ છે પરંતુ તે પાર્ટીઓ ક્યારે પલ્ટી મારે તેની પર ભાજપ ને પણ વિશ્વાસ નથી બીજી તરફ કોંગ્રેસ ક્ષેત્રીય પાર્ટીઓ સાથે તાલમેલ સાધી રહી છે જેમકે બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઢબંધનમાં ચુંટણી લડી રહી છે પરંતુ ઉત્તરપ્રદેશમાં એકલા હાથે ચુંટણી લડી રહ્યા છે. પરંતુ હાલનો માહોલ જોતા કોંગ્રેસ સરકાર બનાવી શકે છે કરણ કે છેલ્લા એક બે વર્ષમાં કોંગ્રેસ ક્ષેત્રીય પાર્ટીઓ સાથે સારા સંબંધ બનાવી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બંનેની હાલત જોવા જઈએ તો હાલ બંને માંથી કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળી રહી એક તરફ જનતા મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે જનતા પણ બદલાવના મૂડમાં છે. એટલે જો અને તો પર રાજનીતિ ટકેલી છે.



