
કર્ણાટક માં રાજકીય નાટકનો આમતો યેદીયુંરાપ્પા મુખ્યમંત્રી બન્યા બાદ અંત આવી ગયો છે તેવું જાણવા મળી રહ્યું હતું પરંતુ હાલ પણ આ નાટકનો અંત આવ્યો નથી. સ્પીકર દ્વારા બાગી ધારાસભ્યોને પાર્ટી વિરોધમાં ગતિવિધિ અને વ્હીપનો અનાદર કરવામાં આવતાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજી પર આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો અને 17 જેટલા બાગી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પહેલા 3 જેટલા ધારાસભ્યોને અયોગ્ય ઠરાવી ચુક્યા હતા અને ગઈ કાલે બીજા 14 જેટલા ધારાસભ્યોને અયોગ્ય ગણાવીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે હવે 17 જેટલા ધારાસભ્યો પોતાના પદ એટલે કે ધારાસભ્ય પેડ ઓર બન્યા રહેવા માટે અયોગ્ય છે. કારનાટક વિધાનસભામાં કુલ સીટ 224 છે જેમાં 17 ધારાસભ્યો અયોગ્ય ઠરતાં વિધાનસભામાં કુલ 207 સીટ રહે છે જેમાં બહુમતી માટે 104 ધરાસભ્યોનું સમર્થન જોઈએ ભાજપ પાસે હાલ 105 અને કોંગ્રેસ જેડીએસ પાસે 99 ધારાસભ્યો છે.

ધારાસભ્યો ને અયોગ્ય ઠરાવવા એટલે કે ધારાસભ્યો કર્ણાટકની હાલની 15મી વિધાસભાના કાર્યકાળ પૂર્ણ થાય નહીં ત્યાં સુંધી ચુંટણી લડી શકશે નહીં. અયોગ્ય ઠરાવવામાં આવેલા ધરાસભ્યોમાં 13 કોંગ્રેસના અને 3 જેડીએસના ધરાસભ્યોનો સમાવેશ થાય છે. કુમારસ્વામી ની સરકાર પડ્યા બાદ ભાજપના યેદીયુરપ્પા એ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને આવતી કાલે તેઓને વિધાનસભામાં બહુમત પણ સાબિત કરવું પડશે. હાલ જોવા જઈએ તો યેદીયુરપ્પા સરકારને કોઈ જોખમ નથી

કર્ણાટકના આ નાટકમાં જો કોઈને નુકશાન થયું હોય તો એ છે બાગી ધારાસભ્યોને જેઓ અયોગ્ય ઠર્યા બાદ હવે ફરી પોતાની જ સીટ પર બાય ઇલેક્શન પણ નહીં લડી શકે. સ્પીકર દ્વારા આકરા પગલાં ભરવામાં આવતાં બાગી બનેલા તમામ ધરસભ્યોનો પદ છીનવાઈ ગયા છે તેમજ તેઓ હાલની કર્ણાટક વિધાસભાના કાર્યકાળ દરમિયાન ચુંટણી પણ લડી શકશે નહીં. સ્પીકરના આ કડક પગલાંથી બીજા ધારાસભ્યો પણ બાગી બનવાનો વિચાર માંડી વાળશે એ નક્કી.

ઉલ્લેખનીય છે કે, આવા કડક પગલાં લેવામાં આવેતો નેતાઓ જનતા સાથે કોઈપણ પ્રકારનો દગો કરે નહીં. અને વિધાનસભા કે લોકસભાનું કામ સારી રીતે ચાલે. બળવો કરીને સરકાર પાડી દેવી ફરી બળવો કરવો અને ફરી સરકાર પાડવી જે આપણે કર્ણાટક માં જોયું. પહેલા યેદીયુરપ્પા ની સરકાર પડી પછી કુમારસ્વામી ની સરકાર પડી આમ એ ક વાર યોજાયેલી કારનાટક વિધાનસભામાં 3 વાર મુખ્યમંત્રી બદલાયા! જેના કારણે રાજ્યના વિકાસ માં અને જનતાના હિતના કામોમાં રોક લાગી જાય છે. સ્પીકરના આ પગલાંને દેશભરની જનતાનો આવકાર મળવા પામ્યો છે.