
બિહાર વિધાનસભામાં એનડીએમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપે 74 બેઠકો જીતી છે જ્યારે નીતીશ કુમાર ની જેડીયુ ફક્ત 43 બેઠકો જીતી શકી છે. નીતીશ કુમાર 50 નો આંકડો પણ પર કરી શક્યા નહી જેનો ફાયદો ભાજપને બિહાર સરકારમાં મળશે એ નક્કી છે. આમતો બિહાર ચૂંટણી નીતીશ કુમાર ના ફેસ સાથે લડવામાં આવી હતી પરંતુ હવે ચૂંટણીના પરિણામો ભાજપ તરગી આવતાં ભાજપ કાર્યકરો નીતીશ કુમાર ને મુખ્યમંત્રી બનવા દેવા માંગતા નથી તેવું લાગી રહ્યું છે.

બિહારમાં ભાજપ બીજી સૌથી મોટી પાર્ટી બની ગયું છે. પહેલા ભાજપ ત્રીજા નંબરે આવતી હતી. આવખતે ભાજપ જેડીયું કરતાં આગળ નીકળી ગઈ અને જેડીયું 50 નો આંકડો પણ પૂર્ણ ના કરી શકી. નીતીશ કુમારનું આ સૌથી ખરાબ પ્રદર્શન કહી શકાય છે. બિહારની ચૂંટણીમાં એનડીએના ઘટક જેડીયુની ઓછી બેઠકોના કારણે રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રીની માંગ ઉભી થવા માંડી છે. પાર્ટીના કાર્યકરોની માંગ છે કે નીતીશ કુમારના બદલે પીએમ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીને બિહારની કમાન સોંપવામાં આવે. આ બાબતે પત્રિકાઓ પણ વાઇરલ થઇ રહી છે.

બિહારમાં ચૂંટણી પરિણામ બાદ હવે નીતીશ કુમાર ને બદલે ભાજપના કાર્યકરો ભાજપ નેતા મુખ્યમંત્રી બને તેવી માંગ પાર્ટી હાઇકમાન્ડ સામે કરી રહ્યા છે. ભાજપ પણ આ વિશે વિચારે છે પરંતુ નીતીશ કુમાર ને આપેલા વચન મુજબ ભાજપ ફરી શકે એમ નથી. ભાજપ હાઇકમાન્ડ પાર દબાણ લાવવા માટે બિહારમાં કાર્યકરો દ્વારા એક પત્રિકા વાઇરલ થઈ છે. જેમાં મોદી સરકારમાં મંત્રી અને મોદીના ખાસ અને નજીકના ગણવામાં આવતાં કેન્દ્રીય પ્રધાનને બિહારનું સુકાન સોંપવા મંગ કરવામાં આવી રહી છે.

વાઇરલ થયેલી પત્રિકામાં બિહારની કમાન ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પીએમ અટલ બિહારી બાજપાઈના ખાસ અને હવે પીએમ મોદીના નજીકના ગણવામાં આવતાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને બિહારની કમાન સોંપવા માટે પત્રિકાઓ પ્રકાશિત કરવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બાબતે હોવી બિહારનું રાજકાર ગરમાઈ ગયું છે જેડીયુની બેઠકો ઓછી આવવાના કારણે કાર્યકરોમાં હતાશા છે અને હવે ભાજપ કાર્યકરોની માંગણી.
बिहार भाजपा के अंदर ऐसी भावना भी है। 🤓@narendramodi @rsprasad pic.twitter.com/HD69XfLarM
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) November 11, 2020
એક વરિષ્ઠ પત્રકાર દ્વારા આ પત્રિકાને સોશિયલ મીડિયા પાર શેર કરવામાં આવી છે. આ પત્રિકામાં લખ્યું છે કે, ‘મારો વિચાર … તમે પણ કરો વિચારો’. પીએમ મોદીને બિહારની કમાન રવિશંકર પ્રસાદને સોંપવાનો આહ્વાન છે. આ પત્રિકામાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને લોકપ્રિય નેતા ગણાવતાં કહેવામાં આવ્યું કે તે એક કર્મઠ અને અનુભવી વ્યક્તિ છે. આ સાથે જ આ પત્રિકાને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. બિહારમાં સત્તાની સાંઠગાંઠમાં કોને શું મળશે એ તો હવે આગામી સમય જ નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં ભાજપ મજબૂત સ્થિતીમાં છે. એનડીએ ગઢબંધનને બિહારમાં પાતળી બહુમતી મળી છે. બિહારની 243 બેઠક વાળી વિધાનસભામાં એનડીએ 125 બેઠકો જીતી છે જેમાં એનડીએ ગઢબંધનમાં સૌથી વધારે ભાજપ 74 પર જીત્યું છે, જેડીયુ 43, હમ અને વીઆઇપી ને 4-4 બેઠક મળી છે જ્યારે મહાગઢબંધન 110 બેઠકો જીત્યું છે. જેમાં રાજદ મહાગઢબંધ માં સૌથી વધારે બેઠક તેમજ 75 બેઠક સાથે બિહારની સૌથી મોટી પાર્ટી બની છે.

જ્યારે કોંગ્રેસ 19, લેફ્ટ 16 બેઠક જીત્યું છે. તો અન્યોના ખાતે પણ 8 બેઠક આવી છે જેમાં ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ ને 5 બેઠક, બીએસપી ને 1 બેઠક ચીરાગ પાસવાન ની એલજેપી ને 1 બેઠક અને ઇન્ડિપેંડેન્ટ ને 1 બેઠક મળી છે. હાજી સત્તાની સુકાન નીતીશ કુમાર પાસે રહેશે તેવું કહેવામા આવી રહ્યું છે પરંતુ ભાજપ માં ઘમાસાણ ચાલી રહ્યું છે તે જોતા બિહારમાં 2.5 વર્ષ વાળો ફોર્મ્યુલા નક્કી થાય તો નવાઈ નહીં.