IndiaPolitics

ભાજપની ભવ્ય સફળતામાં જે નેતાનો મહત્વનો ફાળો છે તે હાર્યા! જાણો કોણ!

ગઈ કાલે લોકસભા ચુંટણીના પરિણામો આવી ગયા ભાજપ ના ખમાંમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે ભાજપના અનેક નાના મોટા નેતાઓ જીતી ગયા તો કેટલાક મોટા નેતાઓ હારી પણ ગયા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ અને ભાજપના કેબીનેટ મીનીસ્ટરનો પણ સમાવેશ થાય છે.

સંબિત પાત્રા
ફોટો: સોસીયલ મીડિયા

ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી લોકસભા બેઠક પરથી હારી ગયા પરંતુ વાયનાડ બેઠક પરથી લગભાગ ચાર લાખ વોટ સાથે જીતી ગયા છે. પરંતુ કોંગ્રેસ સામે ભાજપના ઘણા મોટા નેતાઓ હાર્યા છે.

સંબિત પાત્રા
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપના એક એવા નેતાની વાત છે જે લગભગ છેલા ૫ થી ૭ વર્ષ સુંધી મીડિયામાં ભાજપને જબરદસ્ત ડીફેંડ કરતા આવ્યા છે અને કોંગ્રેસની ધૂળ કાઢતા આવ્યા છે તેવા ભાજપના ફાયર બ્રાંડ નેતા ના હારવાથી ભાજપ સમેત તેમના ફેંસ પણ નિરાશ થઇ ગયા છે.

સંબિત પાત્રા
ફોટો: સોસીયલ મીડિયા

આ ફાયર બ્રાંડ નેતા એટલે સંબિત પાત્રા. સંબિત પાત્રા લગભગ ૧૧૦૦૦ જેટલા મતો થી બીજેડી ના પીનાકી મિશ્રા થી હારી ગયા છે. સંબિત પાત્રાને ઓડીશાના પૂરીથી ચુંટણી લડાવવામાં આવી હતી અને તમામને આશા હતી કે તેઓ પૂરી આશાનીથી જીતી જશે.

સંબિત પાત્રા
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ સંબિત પાત્રા માત્ર ૧૧૦૦૦ વોટના અંતરે હારી ગયા. જોકે સંબિત પાત્રાનો પ્રચાર પણ ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો અને સોસીયલ મીડિયામાં તેમના માટે ઘણા મેમ્સ પણ ફરતા થયા હતા. ખુદ ભાજપને પણ એમ હતું કે સંબિત પાત્રા જીતી જશે પરંતુ તેઓ હારી ગયા.

સંબિત પાત્રા
ફોટો: સોસીયલ મીડિયા

સંબિત પાત્રાને ટક્કર આપનાર પીનાકી મિશ્રાને તેમના કરતા ૧૧૦૦૦ વોટ વધારે મળ્યા છે. પીનાકીન મિશ્રા બીજેડી એટલે કે હાલમાં ઓડીશામાં જીતેલી પાર્ટીના સદસ્ય છે અને તેઓ એમપી પણ હતા અને ફરી ચુંટાયા.

સંબિત પાત્રા
ફોટો: સોસીયલ મીડિયા

જોકે ઓડીશામાં પણ ભાજપનું પ્રદશન સારું રહ્યું છે ગઈ વખતે માત્ર એક સીટ જીતનાર ભાજપ આવખતે ૨૧ માંથી ૮ જેટલી લોકસભા જીતવામાં સફળ થયું છે. લોકસભા સાથે સાથે ઓડીશામાં વિધાનસભા ચુંટણી પણ હતી જેમાં બીજેડીએ ફરી પછી સત્તા મેળવી છે.

સંબિત પાત્રા
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ખુબ ચર્ચિત અને ભાજપને મીડિયામાં ડિફેન્ડ કરનાર સંબિત પાત્રાની હારથી સૌ કોઈ અચંબિત થઇ ગયા છે ખુદ ભાજપ પણ અચંબિત છે કારણ કે સંબિત પાત્રા હારને જીતમાં કેવીરીતે બદલવી તે સારી રીતે જાણે છે અને ભાજપ દ્વારા આખાય દેશમાં ૩૦૦ કરતા વધારે સીટ મેળવી તેવા જબરદસ્ત પવનમાં સંબિતની હારે સૌકોઈને અચંબિત કરી નાખ્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!