
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની યુતિને બહુમતી મળી હતી અને આરામથી સરકાર બને એમ હતું પરંતુ ભાજપે શિવસેના સાથે ગઢબંધન ધર્મ ના નિભાવતા આ યુતિમાં ભંગાણ પડ્યું હતું પરિણામે અલગ અલગ વિચારધારાઓ એક સાથે આવીને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે પ્રયત્નો કરી રહી હતી જેમાં ઉદ્ધવ ઠાકરે ના મુખ્યમંત્રી પાર સહમતી બની હતી. ત્યાં ગઈ કાલે વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એનસીપીના અજિત પવારના સમર્થન વાળી સરકાર રચી નાખી હતી. જેમાં અજિત પવારને ઉપ મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું હતું પરંતુ આ હાઇવોલ્ટેજ ડ્રામામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે એનસીપી નેતા શરદ પવારે અજિતના પગલાને એનસીપી અને તેમની મંજૂરી વગર લેવામાં આવેલું જણાવ્યું હતું.

ત્યાર બાદ સાંજ સુંધીમાં અજિત પવાર સાથે ગયેલા 30 જેટલા ધારાસભ્યો માંથી પાંચ ધારાસભ્યો સિવાય તમામ એનસીપી નેતા શરદ પવારની બેઠકમાં હાજર થઈ ગયા હતા. બે ધારાસભ્યોને શિવસેનાના ધારાસભ્યો એરપોર્ટ પરથી ગાડીમાં બેસાડીને લાઇ આવ્યા હતા. અંતે અજિત પવાર પાસે માત્ર પાંચ-સાત ધરાસભ્યોનું સમર્થન છે જે દ્વારા ભાજપ અને અજિત પવાર સરકારની બહુમતી સાબિત કરી શકે તેમ નથી. સાંજે એનસીપી સુપ્રીમો શરદ પવાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે એનસીપી પાસે 50 જેટલા ધારાસભ્યો છે અને ભાજપ અજિત પવાર બહુમત સાબિત કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. મહારાષ્ટ્રમાં અડધી રાત્રે બનેલી સરકારને ઉદ્ધવ ઠાકરે ની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા આજે સુપ્રીમકોર્ટમાં ચેલેંજ પણ કરવામાં આવી છે.

બીજી તરફ શિવસેના અને કોંગ્રેસ તેમના ધારાસભ્યોને લઈને પણ મિટિંગ બોલાવી રહયાં છે. પરંતુ શરદ પવાર હવે આ પાર કે પેલે પારના મૂડમાં દેખાઈ રહ્યા છે. જો ભાજપ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ જશે તો ભાજપ માટે તે પ્રાણઘાતક નીવડશે એમાં બે મત નથી. દેવેન્દ્ર ફડણવીસની શાખ દાવ પર લાગી ગઈ છે. ભાજપ માટે મહારાષ્ટ્રમાંથી સરકાર જવી એ કોઈ નાની વાત નથી પરંતુ મોટા ફટકા સમાન હશે. હરિયાણામાં પણ આજ કાલની આવેલી પાર્ટી સાથે હાથ લંબાવીને તેની માંગણી સ્વીકારીને સરકાર બનાવવી પડી તો ઝારખંડમાં પણ સાથી પક્ષોએ ભાજપ સાથે છેડો ફાડયો છે.

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે યુતી તૂટ્યા બાદ ભાજપ સૌથી મોટું દળ હોવા છતાં વિપક્ષમાં બેસવા મજબૂર બનશે. ભાજપ વિધાનસભામાં બહુમતી સાબિત નહીં કરી શકે એ નક્કી છે ત્યારે શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સરકાર આવશે. બસ હવે ભાજપ માટે ખરી મુશ્કેલી શરૂ થશે જેમાં વિધાનસભાની 26 સીટો પર રહેલ એમએલસીનો કાર્યકાળ વર્ષ 2020માં પૂરો થઈ રહ્યો છે. બીજેપીને આ સીટો પર નુકશાન થઈ શકે છે. આવનારી લોકલ બોડી ચૂંટણીમાં પણ ભાજપને મોટો ફટકો પડશે. હવે કોંગ્રેસ એનસીપી શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં ભાજપને કાઢવનો કરશો રચી નાખશે જેમાં ધીમે ધીમે વિધાનપરિષદ બાદ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી શરૂઆત કરશે.

શિવસેના અને એનસીપી હવે વધારે આક્રમકતાથી ભાજપ સમક્ષ પ્રચાર કરશે અને ભાજપનો મહારાષ્ટ્રમાંથી એકડો કાઢવાનો સંપૂર્ણ પ્લાન ભેગા મળીને રચી નાખશે. હાલ ભાજપે જે રીતે સત્તા કબજે કરી છે એ જોતાં બહુમત સાબિત કરવું એ ખુબજ મુશ્કેલ છે ત્યારે જો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા તો મરાઠી માનુસ અને મી મરાઠા લઈને ભાજપ વિરુદ્ધ એક આંદોલન ઉભું કરશે જે ભાજપ માટે નુકશાન કરતાં સાબિત થશે. ખરી મુશ્કેલી હવે શરૂ થશે જ્યારે મહારાષ્ટ્રની લોકલ પાર્ટીઓ સાથે આવીને ભાજપના ખેલ ઊંધા પાડશે. પરંતુ હજુ આ જો અને તો પર ટકેલી વાત છે. હજુ ઘણા આવા નાટકો જોવાના બાકી છે.

જો ભાજપ વિધાનસભામાં બહુમતી સાબિત ના કરી શકે અને ઉદ્ધવ ઠાકરે ની આગેવાનીમાં શિવસેના એનસીપી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સરકાર બનાવે તો મહારાષ્ટ્રમાં વર્ષ 2020માં ખાલી થઈ રહેલી 26માંથી મોટાભાગની સીટો શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ફાળે જશે એ નક્કી છે. કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર બની જશે તો ત્રણેય પર્ટીનો દબદબો થઈ જશે અને ભાજપની સ્થિતિ નબળી પડતી જશે. આવનારી સ્થાનીક સ્વરાજ્ય સંસ્થાઓમાં પણ ભાજપને મોટું નુક્શાન થશે કરણ કે શિવસેના અને ભાજપ એકબીજાની મદદને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત બની હતી અને હવે ભાજપને આ મોટો ફાટકો પડશે. ત્યારે કોંગ્રેસ અને એનસીપીને ફાયદો થશે એ નક્કી છે.

- આ પણ વાંચો…
- શરદ પવાર ની પાવર યોજના! આ વ્યક્તિ બનશે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ! આ રીતે થશે ખાતા ફાળવણી.
- સંજય રાઉત ના ભાજપ પર આકરા પ્રહાર કહ્યું દિલ્લી કોઈના બાપની નથી મોટા મોટા આવ્યા અને ગયા!
- મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેના ના જ બનશે પરંતુ એક વાતનો વસવસો ઉદ્ધવ ઠાકરેને આખી જિંદગી રહશે! જાણો.
- ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહનું પરાક્રમ! જનતા માટે કર્યું કઈંક આવું જે ભાજપ અત્યાર સુંધી ના કરી શકયું! જાણો
- જેમણે ભાજપના સંબિત પાત્રાને ડીબેટમાં હંફાવ્યા હતા એ ગૌરવ વલ્લભ બની શકે છે કોંગ્રેસના CM ફેસ! જાણો!
- ભાજપના વળતાં પાણી? મોદી સરકાર ની દશા અને દિશા બદલાવવા લાગી છે?? જાણો!
- ભાજપ શિવસેના ગઢબંધન તૂટ્યું! બાલાસાહેબ ઠાકરે ને આપેલું વચન પૂર્ણ થવાના આરે… જાણો!
- મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ! ભાજપ નેતાએ ધારાસભ્યોને આપી આટલા કરોડની લાલચ!