
મોદી સરકારના ડ્રિમ પ્રોજેકટ અને કોરોના મહામારી બાદ ભારતમાં ફેલાયેલી મંદીમાંથી દેશની જનતાને ઉગારવા માટે મોદી સરકાર દ્વારા બનવવામાં આવેલી યોજના ઓર સવાલો ઉઠી રહ્યા છે અને આ સવાલો વિકાસ દ્વારા જ નહીં પરંતુ હવે મોટા અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેન્ક ના ગવર્નર રહી ચૂકેલા રઘુરામ રાજન સવાલો ઉઠાવી રહ્યા છે. મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી આ યોજના પહેલા લાગું કરી હતી એની એજ છે અથવા એના જેવી છે તેવું પણ રાજન દ્વારા જણાંવવામાં આવ્યું છે. તેમણે આ યોજના બાબતે ડર પણ વ્યક્ત કર્યો છે.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના આત્મનિર્ભર ભારત પર સવાલો ઉઠાવતાં કહ્યું કે તેઓ હજી સુધી સ્પષ્ટ નથી કરી શક્યા કે સરકાર આત્મનિર્ભર ભારત દ્વારા શું કરવા માંગે છે. જો તે ઉત્પાદન માટે એક વાતાવરણ બનાવવાની વાત છે, તો તે મેક ઈન ઈન્ડિયા પહેલની રિબ્રાન્ડ કરવા જેવું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા મોદી સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન પર સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે આ બાબતે એક ડર પણ વ્યક્ત કર્યો હતો. તેમને ડર છે કે તે ક્યાંક સંરક્ષણવાદમાં ન ફેરવાઇ જાય, જેના આપણને પહેલાં સારા પરિણામો મળ્યા નથી.

રઘુરામ રાજન દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું પરિણામ સંરક્ષણવાદમાં ન આવવું જોઈએ. તેમણે કહ્યું કે અગાઉ પણ આ પ્રકારની નીતિઓ અપનાવવામાં આવી હતી, પરંતુ તેનો કોઇ ફાયદો થયો નથી. રઘુરામ રાજન ના નિવેદન બાદ ભારતનું રાજકારણ ગરમાઈ ગયું છે. રાજનના નિવેદન બાદ વિપક્ષ નો અવાજ પણ મજબૂત થશે અને રાહુલ ગાંધી દ્વારા મોદી સરકારને આ બાબતે પહેલા પણ જણાવવામાં આવ્યું હતું.
મેક ઈન ઈન્ડિયાની રિબ્રાન્ડિંગ તો નથી ને?

રાજને કહ્યું કે તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું નથી કે ‘આત્મનિર્ભર ભારત’ દ્વારા સરકાર શુ કરવા માંગે છે? જો તે ઉત્પાદન માટે વાતાવરણ બનાવવાની વાત છે, તો તે ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલની રિબ્રાન્ડિંગ જેવું જ છે. તેમણે કહ્યું, ‘જો તે સંરક્ષણવાદને લઈને છે, જેમ કે દુર્ભાગ્યે ભારતે તાજેતરમાં જ ટેરિફ વધાર્યા છે, તો મને લાગે છે કે આ માર્ગ અપનાવવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે પહેલા પણ તેનો પ્રયાસ કર્યો છે.’
સંરક્ષણવાદના કારણે ગરીબી વધી

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રઘુરામ રાજને કહ્યું હતું કે, “અગાઉ પણ આપણી પાસે લાઇસન્સ પરમિટ રાજ સિસ્ટમ હતી”. સંરક્ષણવાદની તે પદ્ધતિ સમસ્યારૂપ હતી. તેને કેટલીક કંપનીઓને સમૃધ્ધ બનાવી, જ્યારે તેને આપણામાંના ઘણા લોકો માટે ગરીબી ઉભી કરી. ‘
વૈશ્વિક સ્તરે ઉત્પાદનની જરૂર

રઘુરામ રાજન દ્વારા આર્થિક સંશોધન સંસ્થા આઈસીઆરઆઈઇઆરના વેબિનારને સંબોધિત કરતાં આ વાત કરી હતી. શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર રઘુરામ રાજને કહ્યું હતું કે, ભારતને વૈશ્વિક સ્તરે ઉત્પાદન પ્રણાલીની જરૂર છે અને તેનો અર્થ એ છે કે, દેશના ઉત્પાદકોની સસ્તી આયાત સુધી પહોંચ થાય. આ ખરેખર મજબૂત નિકાસ માટેનો આધાર બનાવે છે.

વધુમાં રઘુરામ રાજન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘એકંદરે વૈશ્વિક સપ્લાય સિસ્ટમનો ભાગ બનવા માટે આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક સપોર્ટ વગેરે તૈયાર કરવાની જરૂર છે, પરંતુ આપણે ટેરિફ વૉર શરૂ કરવું જોઈએ નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે તેનો કોઈ લાભ નથી.’