IndiaPolitics

મુખ્યમંત્રીની જાહેરાત આ ગામના દરેક પરિવારને મળશે 10-10 લાખ રૂપિયા! આ છે કારણ!

આજ કાલ લોકોને ચુંટણી સમયે જ વોટ માટે લોભ લાલચ આપવામાં આવે છે પરંતુ હાલમાં ચુંટણી ના હોવા છતાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ એ પોતાના રાજ્યના એક ગામના લોકોનો 10-10 લાખ રૂપિયા આપવાની વાત કહી છે અને આ રકમ તાત્કાલિક આપવામાં આવશે. જે રકમ દ્વારા ગામના લોકો ટ્રેક્ટર, જમીન અને ખેતી માટેના સાધનો ખરીદી શકશે! જોકે આ જાહેરાત પેલા 15 લાખ જેવી નથી લાગતી કરણ કે એક મુખ્યમંત્રી દ્વારા જાહેરમાં આ વાત કહેવામાં આવી છે.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી એ પોતાના ગામના લોકો માટે આ જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે ખુશ થઈને કરી છે. જેમ પહેલાના જમાનામાં રાજા રજવાડા કોઈ કામથી ખુશ થઈને લોકોને અમૂલ્ય ભેટ આપતા હતા તેવી જ રીતે મુખ્યમંત્રી એ ખુશ થઈને ગામના લોકોનો અઢળક રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને આ જાહેરાત કરવા ખાતર નથી કરવામાં આવી જાહેરમાં મુખ્યમંત્રી દ્વારા આ કહેવામાં આવ્યું છે.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દ્વારા પોતાના પૈતૃક ગામ ચિંતામડકાના તમામ પરિવારને 10-10 લાખ આપવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. અને આ પૈસા સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીના પોતાના પૈસા માંથી નહીં પરંતુ તેલંગાણા સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે હાલ તો મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના પૈતૃક ગામ ચિંતામડકામાં ઉત્સાહનો માહોલ છે.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

અને આ 2000 લોકોને 10-10 લાખ રૂપિયા આપવા પાછળનું કારણ ખુબ જ આશ્ચર્ય પમાડે તેવું છે. મુખ્યમંત્રી એ ખુદ જાહેર માં કહ્યું કે તેઓ સિદ્દીપેટના ચિંતામડકા ગામના વતની છે. મારો જન્મ પણ આજ ગામમાં થયો હતો અને હું આ ગામના લોકોનો જનતાનો ખૂબ આભારી છું. તેમજ વધુમાં તેમણે કહ્યું કે, આ પૌસની મદદથી ગામના લોકો ટ્રેક્ટર, જમીન વગેરે ખરીદી શકે છે. આ જાહેરાત બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે!

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

કે. ચંદ્રશેખર રાવ હંમેશા કોન્ટ્રરોવર્સીમાં રહ્યા કરે છે. હમણાજ તેમના રાજ્યમાં ચુંટણી પૂર્ણ થઈ છે અને કે. ચંદ્રશેખર રાવની પાર્ટી બહુમત મેળવીને ફરી સત્તામાં આવી છે અને કે. ચંદ્રશેખર રાવે ફરીથી તેલંગણના મુખ્યમંત્રી પદે શપથ લીધી હતી. તેલંગાણાના આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ આ બીજી ચુંટણી હતી જે તેઓ બહુમતીથી જીતી ગયા હતા. તેલંગણાની રચના સમયે પણ કે. ચંદ્રશેખર રાવ ખુબજ એક્ટિવ હતાં.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

પૂર્વ કોંગ્રેસ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બનાવવા માટે પણ ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી પરંતુ લાસ્ટ ટાઈમે કે. ચંદ્રશેખર રાવ દ્વારા તેલંગાણા અલગ રાજ્ય બનતા પૂરેપૂરો જશ પોતે ખાતી ગયા હતા. આ મામલે કોંગ્રેસ દ્વારા કે. ચંદ્રશેખર રાવ ગદ્દારી કરીને મુખ્યમંત્રી બન્યા છે તેવા આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ કોંગ્રેસને પછાડીને પોતાની ચાલમાં સફળ થયેલા કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી બન્યા.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

કે. ચંદ્રશેખર રાવ મૂળ કોંગ્રેસના કાર્યકર્તા હતા. તેઓએ તેમની રાજકીય સફર કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસથી કરી હતી. ત્યારબાદ 1983માં તેઓએ ટીડીપી માં જોડાયા અને ધીમે ધીમે ધારાસભ્ય, ડેપ્યુટી સ્પીકકર અને ચંદ્રાબાબુ નાયડુની સરકારમાં કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. પરંતુ તેઓને તેલંગાણાનો મુદ્દો મળતાં તેઓએ ટીડીપી છોડી ટીઆરએસ ની રચના કરી. અને અલગ તેલંગાણા રાજ્યની માંગ કરી હતી.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, તેલંગાણાને અલગ રાજ્યની માંગ સાથે કે. ચંદ્રશેખર રાવ દ્વારા તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સ્થાપના કરી હતી કે રાજનૈતિક પાર્ટી બની. તેલંગાણાને આંધ્રપ્રદેશથી અલગ કરવા માટે આંદોલન કરવા અને રાજનૈતિક મદદ માટે કે. ચંદ્રશેખર રાવ સોનિયા ગાંધી પાસે પણ ગયા હતા. અને તે વખતની લોકલ પાર્ટીઓ સાથે પણ ઉઠાપઠક કરી હતી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!