Religious

માર્ચ માં છ ગ્રહોનું ગોચર માચાવશે ધમાલ! ત્રણ રાશિ સૌથી ભાગ્યશાળી! લક્ષ્મીજી કુબેરજીની થશે સાક્ષાત કૃપા!

માર્ચ મહિનામાં એક સાથે છ ગ્રહોનું ગોચર થવા જઈ રહ્યું છે જે આગામી 7 મી માર્ચથી શરૂ થશે. જેમાં 7મી માર્ચે બુધનો મીન રાશિમાં પ્રવેશ. 7મી માર્ચે શુક્રનો કુંભ રાશિમાં પ્રવેશ. 10મી માર્ચે બુધનો ઉદય. 14મી માર્ચે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ.

તેમજ 15મી માર્ચે મંગળનો કુંભ રાશિમાં પ્રવેશ. 20મી માર્ચે શનિદેવનો ઉદય. 26મી માર્ચે બુધનો મેષ રાશિમાં પ્રવેશ. 31મી માર્ચે શુક્રનો મીન રાશિમાં પ્રવેશથશે જે કેટલીક રાશિઓ માટે શુભાશુભ સમય લઈને આવ્યા છે.

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓમાં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.

વૃષભઃ માર્ચ મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મહિને તમને સમયાંતરે અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે. તમને પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો છો. આનંદ ઉત્સવનું વાતાવરણ રહે. કોઈ શુભ પ્રસંગ પૂજા કે વિધિ કરાઈ શકો છો.

જાહેર પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય શાનદાર સાબિત થઈ શકે છે. આ સમયે મહેનત વધારી દેજો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના પ્રબળ યોગ છે. નોકરી ધંધામાં પ્રગતિનો સમય. નોકરી શોધતા લોકોને જોબ ઓફર મળી શકે છે. આર્થિક રીતે સધ્ધર અને મજબૂત બનાવશે ગ્રહગોચર.

કર્કઃ- કર્ક રાશિના લોકો માટે માર્ચ મહિનો શુભાશુભ સમય લઈને આવ્યો છે. ધંધા વ્યાપાર માટે આ સમય એકદમ બેસ્ટ છે. ધંધા વ્યાપાર માટે વિદેશ જવાનું થવાના પણ યોગ બની રહ્યા છે. લગ્ન માટે ઉત્તમ સમય એટલે કે અપરણિત ને લગ્નન માંગા આવી શકે છે.

સગાઈ વગેરે માટેના યોગ શરૂ થઈ રહ્યા છે. નોકરી કરતા લોકોને પ્રમોશનના ચાન્સ છે તો મહેનત વધારી દેજો. શત્રુ બુદ્ધિ વિનાશ થશે અને શત્રુ પરાજિત થશે. વાહન યોગ બની રહ્યો છે નવું વાહન કે લક્ઝરીયસ વસ્તુ કે પ્રોપર્ટી ખરીદી શકો છો. બુધના ગોચરથી વ્યાપાર ધંધામાં તેજી આવશે.

સિંહ: આ રાશિના લોકો માટે માર્ચ મહિનો એટલે ઇચ્છાપૂર્તિનો મહિનો ગની શકાય છે. ભાગ્યોદય થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. અચાનક ધનલાભના પ્રબળ યોગ છે. બગડેલું સ્વાસ્થ્ય સુધરશે. વિદેશ યોગની પૂરેપૂરી સંભાવના છે.

અટકેલા કર્યો ફરી શરૂ થશે. લાંબાગાળા માટે કોઈપણ મહત્વના નિર્ણયો લાઇ શકો છો જે આગળ જતાં લાભદાયક નીવડશે. વ્યાપકર રોજગાર માટે શાનદાર સમય. આર્થિક પાસું મજબૂત બનશે. પારિવારિક વાતાવરણ આનંદ ઉલ્લાસપૂર્વકનું રહેશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!