GujaratIndiaPolitics

હાર્દિક પટેલે ફૂંક્યું રણશિંગું અને જણાવ્યું કોની સામે છે જંગ!

પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ જેમ જેમ ચુંટણી આવતી જાય છે તેમ તેમ વધારે ને વધારે આક્રમક મોડમાં આવતા જઇ રહ્યા છે. હાર્દિકે લોકસભા ચુંટણી લડવાની પહેલાથી જ હા પાડી દીધી છે ત્યારે ક્યાંથી લડશે તે અંગે હાલ તો અટકળો ચાલી રહી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે હાર્દિક પટેલને ચુંટણી લડવા માટે ઉંમરનો બાધ નડતો હતો પરંતુ હવે હાર્દિક પટેલને લોકસભા ચુંટણી લડવા માટે કોઈપણ પ્રકારનો બાધ નડતો નથી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાલ હાર્દિક અમરેલી લોકસભા અથવા ઉત્તર ગુજરાતની કોઈ પણ લોકસભા બેઠક પરથી ચુંટણી લડી શકે છે અને જો હાર્દિક કોઈને ચુંટણી જીતાડી શકે છે તો પોતે પણ આરામથી ચુંટણી જીતી શકે છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

જેમ જેમ લોકસભા ચુથી નજીક આવતી જાય છે તેમ તેમ હાર્દિક પટેલના તેવર પણ સરકાર સામે અકર્મક બનતા જાય છે. તે જમીનથી જોડાયેલા નેતા છે એટલે જમીન સાથે જોડાયેલા મુદ્દા સરકાર સમક્ષ રાખે છે. જેમકે, ખેડૂતોના દેવા માફી, ફૂલવામા શહીદ થયેલા અર્ધસુરક્ષા દળને પૂર્ણ સુરક્ષા દળનો દરજ્જો અને ફૂલવામા મૃત્યુ પામેલા જવાનોને શહીદનો દરજ્જો વગેરે જેવી માંગણીઓ ઉઠાવતા રહે છે અને સરકારને ઘેરવાના પ્રયત્નો કરે છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકે ફરી સરકાર સામે ખુલીને બાંયો ચડાવી છે. હાર્દિકે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું કે, ” મોદી સરકાર પાસે દેશની જનતા માટે કોઈ નીતિ નિયમ હોત તો આજે સરકાર સામે આંદોલનો ના થયા હોત. આંદોલન નો મતલબ કોઈ પાર્ટી કે સરકાર સામે લડાઈ નથી. આંદોલન નો મતલબ અમારી ભાષામાં એ થાય છે કે, સરકારની ખોટી નીતિ અને તેમની વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવો જે અમે કરી રહ્યા છીએ.”

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, ” અમે આઝાદ હિન્દુસ્તાનના યુવાન અધિકારની લડાઈ લડતી વખતે શું થશે એની ચિંતા કરતા નથી પરંતુ આ લડતમાં લોકોને ફાયદો થવો જોઈએ ફાયદો લૂને કેટલો અને કેવીરીતે થાય છે તેની ચિંતા કરીએ છીએ. દેશના દરેક યુવાન દેશ હિત અને પરિવાર હિતના વિષે વિચારી રહ્યો છે. ભાજપ સામે લડવું તો પડશે જ.”

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકે ખુલીને ભાજપ સામે લડવાની વાત કરી દીધી છે એટલે હવે સ્પષ્ટ છે કે હાર્દિક પટેલ લોકસભામાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને ભાજપને હરાવવામાં માટે જ મેદાનમાં ઉતરશે એના કારણમાં હાર્દિકે ભાજપની જનવિરોધી નીતિ અને રીતી જણાવી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાલ હાર્દિક પટેલ લોકસભા ચુંટણી ક્યાંથી લડશે કયા પક્ષ માંથી લડશે અથવા તો કયા બેનર હેઠળ લડશે એ નક્કી નથી પરંતુ હાર્દિક પટેલે લોકસભા ચુંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ જે લોકસભા સીટ પરથી લડશે એ લોકસભાની આજુબાજુની સીટો પર પણ હાર્દિક પટેલનું પ્રભુત્વ જોવા મળશે અને આ ગુજરાત લોકસભા ચુંટણીમાં અણધાર્યા પરિણામો આવશે તેવી આકાશવાણી રાજકીય પંડિતો કરી ચુક્યા છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!