World

પાકિસ્તાન પાસે ભારત કરતાં વધારે પરમાણુ હથિયાર : સીપરી રિપોર્ટ

પાકિસ્તાન પાસે ભારત કરતાં વધારે પરમાણુ હથિયાર છે જ્યારે ચીન પાસે બેગણા હથિયાર છે. આ ચોંકાવનારો રિપોર્ટ સ્વીડનની થિંક ટેન્ક “સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” (સીપરી)એ આપ્યો છે.

વધુમાં જણાવ્યું છે કે પાકિસ્તાન પાસે ૧૪૦ થી ૧૫૦ પરમાણુ હથિયાર છે જે ગયા વર્ષની સરખામણી માં ૧૦ વધારે છે. ભારત પાસે ૧૩૦ થી ૧૪૦ છે અને ચીન પાસે લગભગ ૨૮૦ જેટલા પરમાણુ હથિયાર છે. વિશ્વના કુલ હથિયારો માથી ૯૨% જેટલા હથિયાર રશિયા અને અમેરિકા પાસે છે. રિપોર્ટમાં વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ એ હતો કે ભારત અને પાકિસ્તાન બંને દેશ પોતાના પરમાણુ હથિયાર સાથે સાથે દરિયાઈ, જમીન અને હવાઈ અડ્ડાઓ પર મિસાઈલની સંખ્યા વધારી રહ્યા છે.
વર્ષ 2017ના પ્રારંભે વિશ્વના ૯ દેશો ભારત, પાકિસ્તાન, રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા પાસે  ૧૪૯૩૫ જેટલા પરમાણુ હથિયારો હતા અને વર્ષ 2018ના પ્રારંભે ૧૪૪૬૫ જેટલા પરમાણુ હથિયારો નોંધાયા છે એટલે કે ગત વર્ષની સરખામણી માં ૪૭૦ જેટલા હથિયારોનો ઘટાડો જોવા મળ્યો છે આ ઘટાડો અમેરિકા અને રશિયાએ કર્યો છે આ ઘટાડો શાંતિ તો સુચવેજ છે સાથે સાથે આ બંને દેશો લંબાગાળાનું અને આધુનિકીકરણ નું પ્લાનિંગ કરી રહ્યા છે તેવું પણ જાણવા મળે છે.

આ રિપોર્ટ બાદ ભારતીય સંરક્ષણ સૂત્રો એ જણાવ્યું હતું કે ભારત કરતા પાકિસ્તાન પાસે સંખ્યાબળ માં હથિયારો વધારે ભલે બતાવ્યા હોય પણ નવી દિલ્લી પાસે હાલ રહેલા પરમાણુ હથિયારો ઘણા સક્ષમ અને કોઈને પણ જવાબ અપવા માટે પર્યાપ્ત છે. સંખ્યાથી વધારે પ્રહાર ક્ષમતા હોવી જોઈએ અને ભારત આ મામલે આગળ છે અને ભારત આ અંકડોને લઈને વધારે ચિંતિત નથી કારણ કે ભારત પાસે ઘણા શક્તિશાળી પરમાણુ હથિયાર છે અને કોઈપણ પ્રકારના હુમલાની સ્થિતિમાં ખૂબ વધુ પ્રહાર ક્ષમતા ધરાવે છે અને ભારત પણ આ હથિયારોના આધુનિકીકરણ પર કામ રી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!