GujaratIndiaPolitics
Trending

ટાઈમ લાઈન: મોદી સરકારના પાંચ વર્ષમાં ભારત પર ૧૦ સૌથી મોટા આતંકી હુમલા.

પ્રેમના દિવસ એટલે કે ૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે અને ભારતની જનતા માટે દુખનો દિવસ બનીને રહી ગયો. વેલેન્ટાઇન ડે ના દિવસે આતંકવાદીઓ દ્વારા ભારતની સીમા સુરક્ષા કરતા સિઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલો કરીને ૪૨ જેટલા જવાનો શહીદ થયા.

આ એક હુમલો નોહ્તો પરંતુ આવાજ ગોઝારા ૧૦ જેટલા હુમલા આતંકવાદીઓએ ભારત દેશ પર છેલા પાંચ વર્ષમાં કર્યા છે. મોદી સરકારે નોટબંધી બાદ કહ્યું હતું કે આતંકવાદીઓની કમર તૂટશે પણ એવું થયું નહિ.

માર્ચ 2015: કથુઆ જિલ્લામાં એક પોલીસ સ્ટેશન પર ત્રાસવાદીઓની ફિદાયીન ટુકડીએ હમલો કર્યો હતો જેમાં સાત લોકોના મોત નીપજ્યા હતા, જેમાં ત્રણ એસએફ કર્મચારીઓ, બે નાગરિકો અને બે આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં આઠ સીઆરપીએફ કર્મચારીઓ, ત્રણ પોલીસ અને એક નાગરિક સહિત 12 લોકો ઘાયલ થયા હતા.

નવેમ્બર 2015: ત્રાસવાદીઓના એક જૂથએ ઉત્તર કાશ્મીરના કૂપવાડા જિલ્લાના તાંગધર ખાતે એલઓસી નજીક લશ્કરના કેમ્પ પર હુમલો કર્યો હતો તે હુમલામાં ત્રણ જી.ઈ.એમ.ના ત્રાસવાદીઓ અને એમઈએસના જનરેટર સંચાલકનું મોત નીપજ્યું હતું.

ડિસેમ્બર 2015: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લાના બિજબેહારામાં સમથન ખાતે ગ્રીન ટનલ નજીકના લશ્કરી કાફલા પર આતંકવાદીઓએ અચાનક ગોળીબાર કર્યો હતો આ ગોળીબાર માં છ સીઆરપીએફ કર્મચારીઓ ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.

જાન્યુઆરી 2016: પઠાણકોટમાં આવેલા સેનાના બેઝ પર ભારે સશસ્ત્ર પાકિસ્તાની ત્રાસવાદીઓના એક જૂથ દ્વારા હમલો કરવામાં આવ્યો હતો આ હમલામાં છ હુમલાખોર આતંકવાદીઓને મારી નાખવામ આવ્યા હતા પરંતુ સાથે સાથે સાત સુરક્ષા કર્મી શહીદ થયા હતા.

જૂન 2016: શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શ્રીનગરના પમ્પોર નજીક ફસ્તલબલ પર આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો તેમાં આઠ સીઆરપીએફના જવાનોના શહીદ થયા હતા અને 20 જવાનો ઘાયલ થયા હતા.

સપ્ટેમ્બર 2016: બારમુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કરો હતો તે હુમલામાં 20 સૈનિકો શહીદ થયા હતા. ફિદાયીન આતંકવાદીઓએ દિવસના વિ અવરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઉરીમાં આર્મી કેમ્પ પર અચાનક હુમલો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા.

નવેમ્બર ૨૦૧૬: જમ્મુ નજીક નાગરોટામાં આર્મીના બેઝકેમ્પ પર આતંકવાદીઓ એ હમલો કર્યો હતો અને તે હમ્કામાં સાત જેટલા સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા. એજ હમલા માં ત્રમ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ૧૮ સપ્ટેમ્બરના ઉરી હમલા પછી આ સૌથી મોટી આતંકવાદી ઘટના હતી.

જુલાઈ ૨૦૧૭: દક્ષીણ કાશ્મીરમાં શ્રીનગર – જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અનંતનાગ પાસે બોટેગો ગામમાં ઓછામાં ઓછા ૫૬ યાત્રાળુઓને લઇ જતી એક બસ પર આતંકવાદીઓએ હમલો કર્યો હતો જેમાં આઠ અમરનાથ યાત્રીઓની મોત થઇ હતી અને ૧૫ જેટલા અમરનાથ યાત્રીઓ ઘાયલ થયા હતા. કાશ્મીર ઘાટીમાં લશ્કર એ તોયબાના ઓપરેશન કમાન્ડર અને હમલાના માસ્ટરમાઈન્ડ અબુ ઇશ્માઇલને સુરક્ષા અધિકારીઓએ સપ્ટેમ્બરના અંતમાં શ્રીનગરના બહારના વિસ્તાર અરીબાગમાં એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું, અમરનાથ યાત્રીઓ પર ૨૦ વર્ષમાં પહેલીવાર હમલો હતો.

ડિસેમ્બર 2017: દક્ષીણ કાશ્મીરમાં આર્મીના પ્રી- ડાઉન સ્ટ્રાઈકમાં સીપીઆરએફની શિબિર પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે પાંચ સૈનિકો અને બે ગનમેન શહીદ થયા હતા. જૈશ એ મોહમદ આતંકી સંગઠન દ્વારા આ હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો, જેનું નેતૃત્વ કરનારને એ જ મહિના દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2017-જાન્યુઆરી 2018: બોર્ડર સિક્યોરિટી ફોર્સીસ (બીએસએફ) અને દક્ષિણ કાશ્મીરના લેથાપોરામાં શંકાસ્પદ જૈશ એ મોહમદના આતંકવાદીઓ વચ્ચે 24-કલાક લાંબા એન્કાઉન્ટરમાં પાંચ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા અને અન્ય ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંદૂક યુદ્ધ દરમિયાન ત્રાસવાદીઓને લશ્કર દ્વારા તટસ્થ કરવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરી 2018: ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સનજવાન મિલિટરી સ્ટેશનમાં શંકાસ્પદ જૈશ એ મોહમદના આતંકવાદી જૂથ દ્વારા હુમલો કરવામ આવ્યો હતો તેમાં છ સૈન્ય કર્મચારીઓ શહીદ થયા હતા અને એક નાગરિકનું મોત થયું હતું. 9 ફેબ્રુઆરી, 2013 ના રોજ ફાંસીની સજા મેળવનાર આતંકવાદી અફઝલ ગુરુના મૃત્યુદિવસને ધ્યાનમાં રાખીને ઇન્ટેલિજન્સ ઇનપુટે સૈન્ય પર આતંકવાદી હુમલાની ચેતવણી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારી આંકડા મુજબ પાકિસ્તાન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સીઝફાયર ઉલ્લંઘનના બનાવો સૌથી વધારે બન્યા છે અને સૌથી વધારે જવાનો શહીદ પણ આજ પાંચ વર્ષના સમય ગાળામાં થયા છે.

નોંધ: ઉપરની તમામ ઈમેજ ઇન્ડિયન આર્મીના અને સીઆરપીએફના ટ્વીટર એકાઉન્ટ પરથી લેવામાં આવેલ છે. ફોટો માલિકી હક પાડનાર અને પબ્લીશરના છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!