
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખો જાહેર થઇ છે. પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલના લગ્ન વિશે તેમજ તેના પ્રેમ પ્રકરણની ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી. અને આ બાબતે ઘણી અફવાહો પણ બજારમાં ફરી રહી હતી.
વાત એમ છે કે હાર્દિક પટેલ વિષે એવી અફવાહ ફેલાવવામાં આવી રહી છે કે પાટીદાર અનામત અંદોલન ઉભું કરનાર અને પટેલ સમાજના હિતની વાત કરનાર હાર્દિક પટેલ પોતેજ પાટીદારની દીકરી સાથે લગ્ન નહિ કરે!! આ ભ્રામક વાતો છે અને તદ્દન અફવાહ છે.
હાલ હાર્દિક પટેલ લગ્ન કરશે તે બાબત સત્તાવાર જાહેર થઇ ગઈ છે. અને હાર્દિક પટેલ સુરેન્દ્રનગરની કિંજલ પટેલ નામની યુવતી સાથે લગ્ન કરશે તેની પણ હાર્દિકે સત્તાવાર જાહેરાત કરી છે. કિંજલ અને હાર્દિક શાળામાં સાથે જ અભ્યાસ કરતાં હતાં પરંતુ કિંજલ પટેલના પિતાની સુરત બદલી થઇ જતાં બન્નેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે આંદોલન શરુ થયા પછી ફરીથી બન્ને સંપર્કમાં આવ્યા હતાં.
ત્યારે હવે ૨૬ અને ૨૭ તારીખે હાર્દિકના લગ્ન યોજાશે. ૨૭ મી જાન્યુઆરીએ હાર્દિક પ્રભુતામાં પગલા પાડશે. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં આવેલા તેમના કુળદેવી માતાજીના મંદિરે હાર્દિકના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
હાર્દિક પટેલ પાટીદારની દીકરી સાથે નહિ અને અન્ય સમાજની દીકરી સાથે લગ્ન કરે છે એવી અફવાહ ફરતી થઇ જતા હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલે કહ્યું કે, કિંજલ અમારા પાટીદાર સમાજની જ દિકરી છે, આ કોઈ આંતર જ્ઞાતિય લગ્ન નથી.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ જે કિંજલ પરીખ સાથે લગ્ન કરવા જી રહ્યો છે તે પાટીદાર સમજની જ દીકરી છે તે ગ્રેજ્યુએટ થયેલી છે અને હાલ ગાંધીનગરમાં એલ.એલ.બી નો અભ્યાસ કરી રહી છે.
અન્ય એક અફવાહ એવી ફેલાવવામાં આવતી હતી કે હાર્દિક પટેલે તેની બહેનના લગ્નમાં ૫૦ કરોડનો ખર્ચ કર્યો આ બાબતે હાર્દિક પટેલે કટાક્ષ કરતા કહ્યું કે, મારી બહેનના લગ્નમાં ૫૦ કરોડનો ખર્ચ કર્યો હતો. હવે હું મારા લગ્નમાં હું ૧૦૦ કરોડનો ખર્ચો કરીશ. વધુમાં તેમને જણાવ્યું કે આ લગ્ન મારા પરિવારના સભ્યોની હાજરીમાં યોજાશે.
હાર્દિક પટેલનના લગ્ન સમાજના રીતરીવાજ પ્રમાણે થશે, ખાસ કરીને તેના લગ્નમાં નજીકના પરિવારજનોને જ આમંત્રિત કરવામાં આવશે તેવું જણાવાઈ રહ્યું છે. લગભગ ૫૦ લોકો જ હાજર રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.