આ મહિલા સિંગર, અભિનેત્રી કહ્યું કે તે મહિલાઓ પ્રત્યે સેક્સ્યુઅલી એટ્રેકટેડ છે! જાણો!

આપના દેશમાં પહેલા કોઈ ખુલીને પોતાના મનની વાત કરી શકતું નોહતું, દુનિયા શું કહેશે સમાજ શું કહેશે પરંતુ હવે જમાનો બદલાયો છે હવે આપના દેશમાં પણ લોકો ખુલીને વાત કરી રહ્યા છે પોતાની સાથે થયેલા અન્યાય અપરાધ વિશે પણ સજાગ થઈને આગળ આવી રહ્યા છે. દુનિયામાં જાગૃતિની એક લહેર ફેલાઈ રહી છે તેવું લાગી રહ્યું છે.

મી ટૂ નામની ચળવળે ના માત્ર વિદેશ પણ આપણાં દેશમાં પણ લોકોને સજાગ કરવાનો પ્રયત્ન કર્યો છે. નેતાઓ અભિનેતાઓ બિઝનેસમેન હોય કે કોઈ પણ મહિલાઓ પોતાના હક અધિકાર પ્રત્યે જાગૃત બની છે અને પોતાની સાથે થતાં તમામ અપરાધ કે અન્યાય સામે પણ લડી રહી છે. એજ છે સાચા અર્થમાં મહિલા સશક્તિ કરણ.

અહીંયા વાત છે માઈલી સાઈરસની. માઇલી મોટ પોપ્યુલર સિંગર છે અને કબરદાસ્ત ખ્યાતિ ધરાવે છે. માઇલી ના લગ્ન હેમ્સવર્થ સાથે 2015માં થયેલા અને હાલમાં પણ તેઓનું લગ્નજીવન સુખમય ચાલી રહ્યું છે. એક અંગ્રેજી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં માઇલી એ જણાવ્યું કે તે મેરિડ છે પરંતુ તેને એક આદર્શ પત્ની કહેવડાવવામાં રસ નથી.

માઇલી કહે છે કે અમે બંને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. પરંતુ હું હેમર્સવર્થ ની સાથે સાથે મહિલાઓ પ્રત્યે સેક્સ્યુઅલી એટ્રેકટેડ છું. રિલેશનશિપમાં હોવા છતાં હું મહિલાઓ પ્રત્યે મારુ આકર્ષણ રોકી શકતી નથી! અને આ બાબતે હેમ્સવર્થ ને કોઈ તકલીફ નથી. મને ટિપિકલ વાઈફ બનવામાં કોઈ રસ નથી અને મને આ લેબલ ગમતું પણ નથી. માઇલી સાઇરસ ના આ નિવેદન બાદ વિવાદનો વંટોળ જાગી ગયો છે.

માઇલી સાઇરસ ખૂબ જ ઓરખ્યાત ગાયિકા છે તેણે ખૂબ જ નાની ઉંમરમાં કરિયરની શરૂઆત કરી હતી. માઇલી સાઇરસ ડિઝની ચેનલ પર આવતી ખુબજ ફેમસ સિરિયલ હેનામોંટાના દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે તેના જીવનમાં ટ્રેનિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. માઇલી સાઇરસ અમેરિકન સિંગર છે તે જાતે સોન્ગ લખે છે અને ગાય છે.

માઇલી સાઈરસ ગાયિકા તો છે જ સાથે સાથે અભિનય પણ કરે છે. હોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં તે એક્ટિંગ કરી ચુકી છે. માઇલી સાઈરસ બોલ્ટ ફિલ્મમાં પોતાનો અવાજ આપીને ફિલ્મ ક્ષેત્રે શરૂઆત કરી હતી. ત્યાર બાદ પોતાને લીડ એક્ટ્રેસના રોલમાં ચમકાવતી હેનામોંટાના ધ ફિલ્મ માં એક્ટિંગ કરી ચુકી છે જે વર્ષ 2009માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ ધ લાસ્ટ સોન્ગ 2010 માં રિલોઝ થઈ હતી.

26 વર્ષીય અભિનેત્રી માઇલી સાઈરસ પોતાના કરિયર દરમિયાન ઘણા એવોર્ડ પણ જીતી ચુકી છે જેમાં સિગિંગ થી લઈને ફિલ્મી સફરના પણ એવોર્ડ પણ શામેલ છે. માઇલી સાઈરસ હંમેશા કોન્ટ્રોવર્સીમાં જ હોય છે મીડિયામાં તેની ઇમેજ અતિ કામુક વ્યક્તિ તરીકેની નોંધાઇ છે. આ સાથે સાથે માઇલીમાઇલી સાઈરસ વેજિટેરિયન છે. કરણ કે તેને પ્રાણીઓ સાથે ખુબજ પ્રેમ છે એટલે તે નોન વેજનો વિરોધ પણ કરે છે.

માઇલી સાઈરસ એક એનજીઓ પણ ચલાવે છે. આ અનેજીઓનું નામ હેપ્પી હિપ્પી ફાઉંન્ડેશન છે. જેનું મુખ્ય કામ ઘર વગરના લોકો બાળકોને મદદ કરવાનું તેમની દેખભાળ રાખવાનું છે તેમજ તેનો આ એનજીઓ લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના પ્રશ્નો સમસ્યાઓ સામાજિક બદલાવ વગેરે પર પણ ફોક્સ કરે છે.

ઉલ્લેખનીય છે કે, માઇલી સાઈરસ એક ફેમસ સિંગર, સોન્ગ રાઇટર અને એક્ટ્રેસ છે. અને અમેરિકામાં ખુબજ નેની ઉંમરમાં મોટું નામ કમાઈ લીધું છે તે અમેરિકામાં પોતાના સોન્ગ, અભિનય અને પોતાની કોન્ટ્રોવસીય વર્તણુકના કારણે ખાસ્સી ચર્ચામાં રહે છે. તે એનિમલ લવર છે એટલે તે વેજિટેરિયન ને મહત્વ આપે છે તેમજ તે પોતે પણ વેજિટેરિયન છે અને લોકોને વેજિટેરિયન બનવા પર જાગૃત કરે છે.