
પાકિસ્તાન આતંકવાદનું સરગણા બની ગયું છે. જગ જાહેર છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પનાહ આપે છે અને ભારત વિરુદ્ધ તેમને મદદ કરે છે. અને ભારતને તોડવાના પ્રયત્નો કરે છે.

ગત ૧૪મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્પોન્સર આતંકવાદી હુમલામાં અર્ધ સુરક્ષા દળ એટલે કે સીઆરએફના ૪૪ જેટલા જવાનો ફૂલાવામા માં શહીદ થયા હતા. જે ગોઝારી ઘટના બાદ આખાય દેશમાં પાકિસ્તાનનો ખાત્મો જેવો લોક જુવાળ ફાટી નીકળ્યો હતો.

ભારત સરકારને તેમની મુખ્ય વિપક્ષી પાર્ટીએ પાકિસ્તાન સામે તમામ પગલા ભરવા સાથ સહકાર આપવા માટે માંગ્ય વગર જ સમર્થન આપી દીધું હતું અને કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓને મજબુત જવાબ આપવો જોઈએ.

ભારત સરકારે પણ ભારતીય આર્મીને, ભારતીય વાયુ સેના અને ભારતીય નેવી ને છુટ્ટો દોર આપીને જણાવ્યું હતું કે સ્થળ, સમય અને ઓપરેશન તમે નક્કી કરો ભારત દેશ તમારી સાથે છે. ત્યાર બાદ ભારતીય આર્મી એ ફૂલવામા થયેલી આતંકી ઘટનાના આરોપીઓને શોધી શોધી ને માર્યા હતા.

આજે વહેલી સવારે ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને એટલે કે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર બોમ્બ વર્ષાવવામાં આવ્યા હતા જેના કારણે પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

ભારતીય વાયુ સેના દ્વરા પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ ઉપર ૧૦૦૦ જેટલા બોમ્બ ૧૨ જેટલા મિરાજ ૨૦૦૦ ફાઈટર જેટ દ્વારા વર્શાવીને આતંકી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ ખબર સૌથી પહેલા પાકિસ્તાની કમાન્ડરે ટ્વીટર પર ટ્વીટ કરી હતી.

ભારતીય વાયુ સેના દ્વારા છેલા એક બે દિવસથી તૈયારીઓ કરવામાં આવતી હતી અને પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાની માહિતી મેળવવામાં આવી હતી ત્યાર બાદ આજે વહેલી સવારે લગભગ ૩ થી ૩:૩૦ દરમિયાન આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશનથી પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ છે અને ભયના ઓછાયા હેઠળ પાકિસ્તાન અને આતંકવાદીઓ જીવી રહ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠન જૈશ એ મોહમદ ના ઠેકાણાને નેસ્તો નાબુદ કરવામાં ભારતીય વાયુ સેના ને સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા તેમની શહીદીનો બદલો લેવાનો લોક જુવાળ આખાય દેશમાં ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ ભારતીય આર્મી અને ભારતીય વાયુ સેના દ્વાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે અને પાકિસ્તાન સ્પોન્સર આતંકવાદીઓના ઠેકાણાઓ નેસ્તો નાબુદ કરવામાં આવ્યા છે.