શું અભિનંદન ફરી ઉડાવી શકશે પ્લેન?? આટલી પ્રક્રિયા માંથી થવું પડશે પાસ!

ભારતીય વાયુ સેનાના જાંબાઝ સૈનિક વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાન બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં હુમલો કરવા પહોંચી ગયા હતા પરંતુ તેમનું એરક્રાફ્ટ ક્રેશ થતા તેમને તેમના પ્લેન માંથી તાત્કાલિક ઇજેક્ટ થવું પડ્યું હતું.

ત્યારબાદ પાકિસ્તાની ધરતી પર તેમનું પેરાશૂટ ખુલતા લેન્ડ થયા હતા. ત્યાં તેમની બહાદુરીના કિસ્સો તો તમે જાણો જ છો. પાકિસ્તાન આર્મીએ અભિનંદન ને પોતાની કસ્ટડીમાં લઇ લીધા હતા.

જીનીવા સંધિ મુજબ પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારત પરત સોંપવામાં આવશેની જાહેરાત પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા પાકિસ્તાની સંસદમાં જણાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન ની કસ્ટડી ભારત સરકારને પરત સોંપશે.

અભિનંદન ને ગઈ કાલે રાત્રે લગભગ 9 વાગતા પંજાબની વાઘા બોર્ડર પર પાકિસ્તાનની ઓફિશિયલ દ્વારા ભારતીય ઓફિશિયલને સોંપવામાં આવ્યા હતા. અને આ રીતે અભિનંદન ભારત પહોંચ્યા હતા. વાઘા બોર્ડર પાસેથી તેમને નવી દિલ્લી લઇ જવામાં આવ્યા હતા. હાલમાં તેઓ દિલ્લીમાં જ છે અને અમારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ તેમને થોડા વધારે દિવસ દિલ્લીમાં જ રહેવું પડશે.

હજુ તેમની પૂછપરછ કરવામાં આવશે તેમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે તેમને ક્યાં અને કેટલી ગંભીર ઇજા પહોંચી છે તે તપાસવામાં આવશે અને તે સંપૂર્ણ ફિટ જણાશે તોજ તેમને તેમના ઘરે મોકલવામાં આવશે.

તેમની સાથે પાકિસ્તાનમાં કોઈ અઘટિત ઘટના તો નથી ઘટીને તેમની સાથે પાકિસ્તાન આર્મીનું વર્તન કેવું હતું? તેમજ તેમને કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં નથી આવ્યુંને! તેમને કેવા સવાલો પૂછવામાં આવ્યા હતા? તેમને કોઈ દવા કે ડ્રગ તો નથી આપવામાં આવ્યોને? તે તમામ પ્રકારનું ચેકઅપ કરવામાં આવશે. તેમના શરીર પર સાઇકોલોજીકલ ટેસ્ટ કરવામાં આવશે અને તેમને આપયેલી દવા ફસ્ટ એડ અને કોઈ ડ્રગ આપવામાં આવ્યો છે કે નહીં તે તમામનું ચેકીંગ કરવામાં આવશે.

આ તમામ પ્રક્રિયા માંથી અભિનંદન ને પસાર થવું પડશે એટલા માટે કે જો પાકિસ્તાન દ્વારા કોઈ અઘટિત હરકત કરવામાં આવી હોય તો આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ મુદ્દે ભારત પાકિસ્તાન પાસે જવાબ માંગી શકે છે અને પાકિસ્તાનને ઘેરી શકે છે.

ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જોતા તેમને આર્મી માં પણ અનેક પરીક્ષા ટેસ્ટ માંથી પસાર થવું પડશે જો તે સંપૂર્ણ ફિટ અને ફાઇન જણાશે તો તેમની ફરીથી આર્મીમાં વાપસી થશે અને તેઓ ફરીથી એરક્રાફ્ટ ઉડાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, વિંગ કમાન્ડર અભિનંદન નું તમામ પ્રકારનું ચેકીંગ કર્યા બાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રિપોર્ટ ભારતીય વાયુ સેના અને ભારત સરકાર પાસે મોકલવામાં આવશે અને ત્યાર બાદ ભારતની ગુપ્તચર સંસ્થાઓ જેવી કે રો અને આઈબી પણ અભિનંદનની પૂછપરછ કરી શકશે.

ભારતીય વાયુ સેના, રો, અને આઈબી દ્વારા તેમની પૂછપરછનો હેતુ તેમની પાસેથી પાકિસ્તાનની જાણકારી મેળવવાનો અને પાઇલોટની ટ્રેનિંગમાં શુ બદલાવ લવવો તે અંગે મહત્વની જાણકારી મેળવવાનો છે. આ તમામ ટેસ્ટ અને પૂછપરછ પત્યા બાદ તે સંપૂર્ણ ફિટ અને ફાઇન જણાશે તો અને તો જ અભિનંદન પાછા ડ્યુટી જોઈન કરી શકશે.